મેગી બનાવવાની રીત | maggi banavani rit | maggi recipe in gujarati ma

મેગી બનાવવાની રીત - maggi banavani rit - maggi recipe in gujarati - ચીઝ મેગી બનાવવાની રીત - cheese maggi recipe in gujarati - મસાલા મેગી બનાવવાની રીત - masala maggi recipe in gujarati - ગ્રેવી મેગી બનાવવાની રીત - gravy maggi recipe in gujarati - ગાર્લિક મેગી બનાવવાની રીત - garlic maggi recipe in gujarati
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ચાર પ્રકારની મેગી બનાવવાની રીત શીખીશું. (1) મસાલા મેગી (2) ચીઝ મેગી (3) કરી/ગ્રેવી મેગી (4) ચીલી ગાર્લિક. મેગી નું નામ સાંભળતાં જ નાના મોટા દરેક ના મોઢામાં પાણી આવી જાય છે બધા ને મેગી અલગ અલગ રીતની બનાવેલી ભાવે છે હલકી ફૂલકી ભૂખ લાગી હોય તો જટ પટ બની ને તૈયાર કરો ને પેટ ભરીને ખાઈ શકાય છે તો બીજી વાતો ને મૂકી ને જલ્દી મેગી બનાવવાની રીત , maggi banavani rit , maggi recipe in gujarati, ચીઝ મેગી બનાવવાની રીત – cheese maggi recipe in gujarati, મસાલા મેગી બનાવવાની રીત – masala maggi recipe in gujarati , ગ્રેવી મેગી બનાવવાની રીત – gravy maggi recipe in gujarati, ગાર્લિક મેગી બનાવવાની રીત – garlic maggi recipe in gujarati શીખીએ.

મસાલા મેગી બનાવવા માટેની સામગ્રી | masala meggi banava jaruri samgri

  • મેગી 1 પેકેટ
  • લસણ ની પેસ્ટ 2 ચમચી / લસણ સુધારેલ
  • નાની ડુંગરી 1 સુધારેલ
  • નાનું ટમેટું 1 સુધારેલ
  • કેપ્સીકમ 3-4 ચમચી સુધારેલ
  • મકાઈ ના દાણા 2-3 ચમચી
  • હળદર ¼ ચમચી
  • મરચા પાવડર ½ ચમચી
  • તેલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી

ચીઝ મેગી બનાવવા માટેની સામગ્રી | cheese maggi banava jaruri samgri

  • મેગી 1 પેકેટ
  • લસણ ની પેસ્ટ 2 ચમચી / લસણ સુધારેલ
  • નાની ડુંગરી 1 સુધારેલ
  • લીલી ડુંગળી ને લીલી ડુંગળી ના પાન 2-3 ચમચી સુધારેલ
  • નાનું ટમેટું 1 સુધારેલ
  • કેપ્સીકમ 3-4 ચમચી સુધારેલ
  • મકાઈ ના દાણા 2-3 ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મિક્સ હર્બસ ½ ચમચી
  • માખણ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું લીલી ડુંગળી ના પાન સુધારેલા 1-2 ચમચી

કરી- ગ્રેવી  મેગી બનાવવા માટેની સામગ્રી | gravy maggi banava jaruri samgri

  • મેગી 1 પેકેટ
  • લસણ ની પેસ્ટ 2 ચમચી / લસણ સુધારેલ
  • નાની ડુંગરી 1 સુધારેલ
  • નાનું ટમેટું 1 ની પ્યુરી
  • બીનન્સ 2-3 ચમચી સુધારેલ
  • ગાજરના 2-3 ચમચી ટુકડા
  • કેપ્સીકમ 3-4 ચમચી સુધારેલ
  • મકાઈ ના દાણા 2-3 ચમચી
  • હળદર ¼ ચમચી
  • મરચા પાવડર ½ ચમચી
  • ધાણા જીરું નો પાવડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી ½ ચમચી
  • માખણ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી

ચીલી ગાર્લિક મેગી બનાવવા જરૂરી સામગ્રી | Garlic maggi banava jaruri samgri

  • મેગી 1 પેકેટ
  • લસણની પેસ્ટ 2 ચમચી / લસણ સુધારેલ
  • નાની ડુંગરી 1 સુધારેલ
  • લીલા મરચા 1-2 કટકા
  • કેપ્સીકમ 3-4 ચમચી સુધારેલ
  • લીલી ડુંગળી 3-4 ચમચી સુધારેલ
  • ચીલી સોસ 2 ચમચી
  • સોયા સોસ 2 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • તેલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

મેગી બનાવવાની રીત | maggi banavani rit | maggi recipe in gujarati

મસાલા મેગી બનાવવાની રીત | masala maggi banavani rit | masala maggi recipe in gujarati

તીખી ને ટેસ્ટી મસાલા મેગી બનાવવા માટે ગેસ પર એક કડાઈમાં તેલ લઇ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં લસણની પેસ્ટ/સુધારેલ લસણ નાખી શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગરી નાખી મિક્સ કરી શેકો હવે એમાં સુધારેલા ગાજર, ટમેટા , કેપ્સીકમ ને મકાઈ દાણા નાખી મિક્સ કરી શેકો

બે મિનિટ શેકી લીધા પછી એમાં પા ચમચી હળદર, લાલ મરચા પાવડર ને સ્વાદ મુજબ મીઠું નાખી શેકો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખો ને ઉકાળો પાણી ઉકળે એટલે એમાં મેગી ને તોડી ને નાખો,

Advertisement

મેગી મસાલો નાખી મિક્સ કરો ને બે મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો મેગી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો મસાલા મેગી.

ચીઝ મેગી બનાવવાની રીત | cheese maggi banavani rit | cheese maggi recipe in gujarati

બાળકો ની મનપસંદ ચીઝી મેગી બનાવવા માટે ગેસ પર એક કડાઈમાં માખણ લઇ ગરમ કરો માખણ ગરમ થાય એટલે એમાં લસણની પેસ્ટ/સુધારેલ લસણ નાખી શેકો ત્યાર બાદ એમાં ચીલી ફલેક્સ ને મિક્સ હર્બસ નાખી શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગરી નાખી મિક્સ કરી શેકો હવે એમાં સુધારેલા ટમેટા , કેપ્સીકમ ને મકાઈ દાણા નાખી મિક્સ કરી શેકો

બે મિનિટ શેકી લીધા પછી એક કપ પાણી નાખો ને ઉકાળો પાણી ઉકળે એટલે એમાં મેગી ને તોડી ને  નાખો અને મેગી મસાલો નાખી મિક્સ કરો ને બે મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો.

મેગી બરોબર ચડી જાય એટલે એમાં ચીઝની સ્લાઈસ ને તોડી ને નાખી ને મિક્સ કરો ગેસ બંધ કરો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા ને લીલી ડુંગળી ના પાન નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો ચીઝી મેગી.

કરી – ગ્રેવી મેગી બનાવવાની રીત | gravy maggi banavani rit | gravy maggi recipe in gujarati

તીખી, દેસી ને ટેસ્ટી મેગી બનાવવા માટે ગેસ પર એક કડાઈમાં માખણ લઇ ગરમ કરો માખણ ગરમ થાય એટલે એમાં લસણની પેસ્ટ/સુધારેલ લસણ ને લીલા મરચા નાખી શેકો.

ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગરી નાખી મિક્સ કરી શેકો હવે એમાં પા ચમચી હળદર , લાલ મરચા નો પાવડર ,ધાણા જીરું નો પાવડર, ગરમ મસાલો, કસુરી મેથી ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી નાખી ચડાવી ને ઘટ્ટ કરો ત્યાર બાદ એમાં સુધારેલા ગાજર, બિનન્સ , કેપ્સીકમ ને મકાઈ દાણા નાખી મિક્સ કરી શેકો

હવે એમાં દોઢ કપ પાણી નાખો ને ઉકાળો પાણી ઉકળે એટલે એમાં મેગી ને તોડી ને  નાખો અને મેગી મસાલો નાખી મિક્સ કરો ને બે મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો મેગી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો કરી / ગ્રેવી મેગી.

ચીલી ગાર્લીક મેગી બનાવવાની રીત | cheese garlic maggi banavani rit  | cheese garlic maggi recipe in gujarati

ભારતીય રીત થી તીખી ચાઇનીઝ મેગી બનાવવા માટે ગેસ પર એક કડાઈમાં તેલ લઇ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં લસણની પેસ્ટ/સુધારેલ લસણ  ને લીલા મરચા નાખી શેકો.

ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગરી  ને લીલી ડુંગરી નાખી મિક્સ કરી શેકો હવે એમાં ચીલી સોસ, સોયા સોસ ને મરી પાવડર નાખી મિક્સ કરી શેકો

બે મિનિટ શેકી લીધા પછી એમાં એક કપ પાણી નાખો ને ઉકાળો પાણી ઉકળે એટલે એમાં મેગી ને તોડી ને  નાખો અને મેગી મસાલો ને કેપ્સીકમ નાખી મિક્સ કરો ને બે મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો મેગી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરો ને છેલ્લે લીલી ડુંગરી ના પાન સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો ચીલી ગાર્લિક મેગી.

મેગી બનાવવાની રીત વિડીયો | maggi banavani rit video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગોળ ની ચીકી બનાવવાની રીત | ગુડ ગટ્ટા બનાવવાની રીત | ગુબીત બનાવવાની રીત | gubit banavani rit

તલની ચીકી બનાવવાની રેસીપી | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

ઢાબા સ્ટાઈલ વેજ કડાઈ બનાવવાની રીત | વેજ કડાઈ બનાવવાની રીત | Dhaba style veg kadai recipe | veg kadai recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement