નમસ્તે મિત્રો આજે આપણે મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત – makai na lot ni bafla bati banavani rit શીખીશું. do subscribe Super Rasoi YouTube channel on YouTube If you like the recipe રાજસ્થાની ટ્રેડિશનલ દાળ બાટી તો બધા ને ભાવતી જ હોય છે પણ આજ આપણે થોડી અલગ રીતે અને અલગ લોટ માંથી બાટી બનાવવાની રીત શીખીએ જે એમજ કે પછી દાળ કે કઢી સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ મકાઈના લોટ માંથી બફલા બાટી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવા જરૂરી સામગ્રી
- મકાઈ નો લોટ 1 ½ કપ
- ઘઉં નો લોટ ½ કપ
- અજમો ½ ચમચી
- હળદર ½ ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઘી 1-2 +4 ચમચી
- ગરમ પાણી જરૂર મુજબ
મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત | Makai bafla bati recipe in gujarati
મકાઈના લોટ માંથી બફલા બાટી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ અને ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હાથ થી મસળી અજમો નાખો સાથે ઘી નાંખી બરોબર મિક્સ કરી લ્યો
( અહી જો તમે મસાલા બાટી બનાવવા માંગતા હો તો એમાં તમારી પસંદ ના મસાલા લીલી મેથી, લાલ મરચાનો પાઉડર કે પછી તમને જે સ્વાદ ની બનાવી હોય એ મસાલા નાખી શકો છો)
હવે એમાં થોડુ થોડુ કરી ગરમ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ ઢાંકી ને મૂકો પંદર મિનિટ પછી ફ્રીનલોટ ને મસળી લ્યો ને એમાંથી નાની નાની ગોળ ગોળ બાટી બનાવી લ્યો
ત્યારબાદ ગેસ પર કડાઈ કે ઢોકરીયા માં એક બે ગ્લાસ પાણી મૂકો વચ્ચે કાંઠો મૂકી એના ઘી લગાવેલ ચારણી મૂકી તૈયાર કરેલ બાટી ને થોડી થોડી દૂર દૂર મૂકી દયો ને બે ત્રણ મિનિટ એમજ ખુલી મૂકી ચડાવો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો
પંદર મિનિટ પછી ચાકુ કે ટૂથ પિક થી ચેક કરો જો કોરા આવે તો બાટી બરોબર ચડી ગઈ હોય તો એને બહાર કાઢી લ્યો
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં અથવા તો કુકર ને ઢાંકી ને ગરમ કરવા મૂકો થોડો ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ બાટી મૂકો ને ગેસ ધીમો કરી ને ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવો થોડી બ્રાઉન થાય એટલે ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
હવે એમાં બે ત્રણ ચમચી અથવા જરૂર મુજબ ઘી નાંખી ને બાટી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફેરવી ફેરવી ને બધી બાજુ શેકી લ્યો અને બાટી બરોબર શેકાઈ જાય એટલે ગરમ ગરમ ઘી સાથે સર્વ કરો મકાઈના લોટ માંથી બફલા બાટી.
makai na lot ni bafla bati banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Super Rasoi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાન કોબી ની પેટીસ બનાવવાની રીત | pan kobi ni petis banavani rit
બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત | Badam cookie chocolate banavani rit
દાળિયા ના લાડવા બનાવવાની રીત | dalia na ladoo banavani rit | dalia na ladoo recipe in gujarati
ચટપટા મસાલેદાર મરચા બનાવવાની રીત | chatpata masaledar marcha banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે