ઘરે મકાઈ ના લોટ નું સાજા બનાવવાની રીત – Makai na lot nu saja banavani rit શીખીશું. ચોખા ના લોટ નું ખીચું બનાવીએ તે રીતે જ આપણે ઘરે મકાઈ ના લોટ નું સાજા બનાવતા શીખીશું, do subscribe Ritu Disha cooking YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સવારે કે સાંજે નાસ્તા માં તમે બનાવી શકો છો. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી મકાઈ ના લોટ નું સાજા બનાવતા શીખીએ.
મકાઈ ના લોટ નું સાજા બનાવવા જરૂરી સામગ્રી
- મકાઈ નો લોટ 1 કપ
- તેલ 2 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- પાણી 3 કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- મીઠું 1 ચમચી
- પાપડ ખારો 1 ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
મકાઈ ના લોટ નું સાજા બનાવવાની રીત
મકાઈ ના લોટ નું સાજા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં પાણી નાખો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને પાપડ ખારો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણીમાં એક ઉબાલ આવે ત્યાં સુધી ગરમ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં મકાઈ નો લોટ થોડો થોડો કરીને નાખતા જાવ. અને ચમચા ની મદદ થી સરસ થી હલાવતા જાવ. ત્યાર બાદ કઢાઇ માં ચીપકવનું બંધ થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી મકાઈ ના લોટ નું શાજા.
Makai na lot nu saja recipe notes
- પાપડ ખારો ની જગ્યા એ તમે ખાવાના સોડા નો ઉપયોગ કરી શકો છો.
Makai na lot nu saja banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ritu Disha cooking ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બીટ ના લાડુ બનાવવાની રીત | Beet na ladoo banavani rit
જૈન સમોસા બનાવવાની રીત | Jain samosa banavani rit | Jain samosa recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે