હેલ્ધી મકાઈ પુલાવ | કોર્ન પુલાવ બનાવવાની રીત | Corn Pulao recipe Gujarati

હેલ્ધી મકાઈ પુલાવ - હેલ્ધી કોર્ન પુલાવ બનાવવાની રીત - Corn Pulao recipe in Gujarati
Image – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પુલાવ નવીજ રીતે બનાવીશું જેમાં આપને મકાઈ નો ઉપયોગ કરીશું તો ચાલો જોઈએ હેલ્ધી મકાઈ પુલાવ, હેલ્ધી કોર્ન પુલાવ બનાવવાની રીત , Corn Pulao recipe in Gujarati

હેલ્ધી મકાઈ પુલાવ બનાવવાની રીત

હેલ્ધી મકાઈ પુલાવ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  •  મકાઈ/ કોર્ન ૨ કપ
  • બાસમતી ચોખા ૧ કપ
  • ઘી ૨-૩ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ડુંગરી ૨ જીની સુધારેલી
  • લીલા મરચા ૨-૩ સુધારેલા
  • આદુ લસણ ની પેસ્ટ ૧ ચમચી
  • નારિયળ દૂધ ૧ કપ (ઓપેશનલ)
  • જીરું ૧ ચમચી
  • બાદિયના/સ્ટ્રાર ફૂલ ૧ નંગ
  • તજ ૧ નાનો ટુકડો
  • એલચી ૨-૩ નંગ
  • લવિંગ ૨-૩

કોર્ન પુલાવ બનાવવાની રીત

કોર્ન પુલાવ બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કૂકર માં મકાઈ ના દાણા બાફી લ્યો મકાઈ બાફી લીધા પછી એને એક વાસણ માં કાઢી લ્યો

ત્યાર બાદ એજ કૂકર માં ૨-૩ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં તજ , એલચી, બદિયના ફૂલ, લવિંગ ને જીરું નાખો ત્યાર બાદ તેમાં જીની સુધારેલી ડુંગરી નાખો ને ૨-૩ મિનિટ સેકો,

Advertisement

ત્યાર બાદ તેમાં લીલા મરચા ને આદુ લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરો ને ૪-૫ મિનિટ ચડવો ત્યાં બાદ એમાં બાફી રાખેલી મકાઈ નાખો ને બાસમતી ચોખા ધોઈ ને નાખો ને બરોબર મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું નાખો

એમાં જો નારિયળ દૂધ હોય તો એ એક કપ નાખો નહિતર બે કપ પાણી નાખી બરોબર મિક્સ કરી કૂકર બંધ કરી બે સીટી થાય ત્યાં સુધી ચડવો,

ગેસ બંધ કરી નાખો ને કૂકર ની બધી જ હવા નીકળી જાય પછી કૂકર ખોલી ગરમ ગરમ પીરસો હેલ્ધી મકાઈ પુલાવ , હેલ્ધી કોર્ન પુલાવ બનાવવાની રીત , Corn Pulao recipe in Gujarati.

Corn Pulao recipe in Gujarati

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વેજ પુલાવ કુકરમાં | Veg Pulav recipe

સુરત નો ફેમસ કોર્ન મસાલા ચાર્ટ બનાવવાની રીત | Corn masala Chaat

ઘઉં ના લોટ ની ખસ્તા કચોરી | Khasta Kachori Recipe

મકાઈ નું સેવન કરવાના ૧૦ ફાયદા | Makai na fayda

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement