મખાના ચીક્કી બનાવવાની રીત | Makhana ni chikki banavani rit

મખાના ચીક્કી બનાવવાની રીત - Makhana ni chikki banavani rit - caramel makhana recipe in gujarati
Image credit – Youtube/Slurrp Farm
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મખાના ચીક્કી બનાવવાની રીત – Makhana ni chikki banavani rit શીખીશું. મખાના ચીક્કી ને ગુડ મખાના કે ગોળ મખાના કે કેરેમલ મખાના પણ કહેવાય છે, do subscribe Slurrp Farm YouTube channel on YouTube If you like the recipe  અને ચીક્કી તો તમે ઘણી પ્રકારની બનાવી હસે અને ઘણા પ્રકારના આકાર વાળી પણ બનાવી હસે  પણ આજ આપણે મખાના માંથી ચીક્કી બનાવશું જે નાના બાળકો ને પણ ખાવા ની મજા આવશે અને બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો તો ચાલો જાણીએ caramel makhana recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મખાના ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી 2 ચમચી
  • મખાના 2 કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • પાણી ¼ કપ
  • સફેદ તલ 1-2 ચમચી

મખાના ચીક્કી બનાવવાની રીત | caramel makhana recipe in gujarati

મખાના ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મખાના નાખી હલાવતા રહી શેકો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આશરે પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો

હવે ગેસ પર એજ કડાઈ માં છીણેલો ગોળ અને પાણી નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો અને ગોળ નો ચીક્કી માટે કરીએ એવી પાક બનાવો એટલે કે ગોળ નો રંગ બદલે એટલે ગેસ ધીમો કરી વાટકા માં પાણી લઈ એક બે ટીપાં નાખી તોડી જોવો જો આરામ થી ગોળ તૂટી જાય એટલે ગેસ બંધ કરી એમાં મખાના નાખી મિક્સ કરો

Advertisement

મખાના સાથે શેકેલ સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો ને હલાવતા રહો જેથી એક બીજા સાથે ચોંટે નહિ અને મખાના ઉપર ગોળ ની એક પાતળી લેયર બની જાય,

ત્યાર બાદ ઠંડા થાય એટલે જો એક બીજા માં ચોંટેલા હોય તો અલગ અલગ કરી નાખો ને એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો મખાના ચીક્કી

Makhana ni chikki banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Slurrp Farm ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રાગી સોજી ની ઈડલી બનાવવાની રીત | Ragi soji ni idli banavani rit

ખમણ ઢોકળા બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

મિક્સ વેજીટેબલ સૂપ બનાવવાની રીત | mix vegetable soup banavani rit | mix vegetable soup recipe in gujarati

વઢવાણી મરચા આથવાની રીત | vadhvani marcha banavani recipe | vadhvani marcha aathvani rit

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement