નમસ્તે મિત્રો આજે આપણે મેંગો સોજી હલવો બનાવવાની રીત – Mango soji halvo banavani rit શીખીશું. મેંગો ની સીઝન હોય ને મેંગો ને મેંગો માંથી બનતી વાનગીઓ ના બનાવીએ ઘરે એ કેમ બને? , do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube If you like the recipe ,આજ આપણે મેંગો માંથી હલવો બનાવવાની રીત શીખીશું જે ખાવા માં ખુબ ટેસ્ટી અને બનાવવા માં ખુબ સરળ છે તો ચાલો જાણીએ Mango soji halva recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મેંગો સોજી હલવો બનાવવા જરૂરી સામગ્રી
- સોજી 1 કપ
- મેંગો પલ્પ 1 કપ
- ઘી 5-7 ચમચી
- પાણી 1 કપ
- દૂધ 1 ½ કપ
- ખાંડ 1 કપ
- એલચી પાઉડર ½ ચમચી
- બદામ પિસ્તા ની કતરણ 5-7 ચમચી
મેંગો સોજી હલવો બનાવવાની રીત | Mango soji halva recipe in gujarati
મેંગો સોજી હલવા બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો ને મેંગો નો પલ્પ તૈયાર કરી લ્યો ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સોજી નાખી ધીમા તાપે હલાવતા રહો ને સોજી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો સોજી ગોલ્ડન થાય એટલે એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
સોજી માં પાણી નાખી મિક્સ કરી ને બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મેંગો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા બનેલ હોય એને તોડી ને મિક્સ કરી ને ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ફરી હલાવતા રહો ને ફરીથી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવો ( ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી ).
હલવો ઘટ્ટ થઈ ને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને બદામ પિસ્તા ની કતરણ છાંટી ને મજા લ્યો મેંગો સોજી હલવા.
Mango soji halvo banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મીઠા પૌવા બનાવવાની રીત | Mitha pauva banavani rit | Mitha pauva recipe in gujarati
ગોંદ કતીરા પુડિંગ બનાવવાની રીત | Gond Katira Pudding banavani rit
માવા મિશ્રી બનાવવાની રીત | Mava mishri banavani rit | Mava mishri recipe in gujarati
ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે