
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube આજે આપણે મસાલા ખીચડી સાથે રાયતું બનાવવાની રીત શીખીશું. જ્યારે કોઈજ રસોઈ બનાવી ના હોય કે કોઈ જટ પટ બનાવી ને તૈયાર થાય એવું વાનગી બનાવી ને તૈયાર કરી શકાય એવી વાનગી બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ મસાલા ખીચડી સાથે રાયતું બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મસાલા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | masala khichdi ingredients
- ખીચડી ના ચોખા 1 કપ
- મગ ની દાળ ¼ કપ
- મગ ની ફોતરા વાળી દાળ ¼ કપ
- ઘી 1 ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 4 કપ
ખીચડી ના વઘાર માટેની સામગ્રી
- ઘી 3-4 ચમચી
- લવિંગ 1-2
- જીરું 1 ચમચી
- સુકા લાલ મરચા 2-3
- હિંગ ¼ ચમચી
- મરી 2-3
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- વટાણા ¼ કપ
- ગાજર સુધારેલ ¼ કપ
- ફણસી ¼ કપ
- ટમેટા સુધારેલ 1-2
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ પાણી 1 ½ કપ
રાયતા માટેની સામગ્રી
- દહીં 1 કપ
- ખારી બુંદી ½ કપ
- સંચળ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- ખાંડ ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi recipe in gujarati
સૌ પ્રતાહમ આપણે રાયતું બનાવતા શીખીશું ત્યારબાદ ખીચડી બનાવતા શીખીશી અને છેલે તેનો વઘાર કરતા શીખીશું.
રાયતું બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં દહીં ને ઝેની વડે જેરી ને લ્યો ત્યાર બાદ એમા ખારી બુંદી, સંચળ,લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, ખાંડ, સ્વાદ મુજબ મીઠુ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી ફ્રીઝ માં ઠંડુ થવા મૂકો
ખીચડી બનાવવાની રીત
સૌ પ્રથમ એક કુકર માં મગ દાળ અને ચોખા લ્યો બને ને બે ત્રણ પાણી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી એમાં પાણી, સ્વાદ મુજબ મીઠું, હળદર અને ઘી નાખી ને મિક્સ કરી કુકર બંધ કરી મિડીયમ તાપે ત્રણ ચાર સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો
(અહી તમે ચોખા જો ખી ના ન હોય તો બાસમતી નાખી શકો અને દાળ ગેમ તે એક કે બને નાખી શકો છો અને શાક ને બાફતી વખતે કે વઘાર વખતે નાખી શકો છો)
ખીચડી નો વઘાર કરવાની રીત
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, મરી અને લવિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા નાખી મિક્સ કરો હવે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી અને વટાણા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં ફણસી અને ગાજર નાખી એમાં સ્વાદ મુજબ મીઠુ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ મિડીયમ તાપે ચડવા દયો ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ટમેટા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો
બે મિનિટ પછી ટમેટા ગરી જાય એટલે એમાં ખીચડી નાખી ને દોઢ કપ ગરમ પાણી નાખી મિક્સ કરી મીડીયમ તાપે ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો રાયતા સાથે મસાલા ખીચડી
મસાલા ખીચડી ની રીત | masala khichdi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
જુવાર ની નુડલ્સ બનાવવાની રીત | juvar ni noodles banavani rit | jowar noodles recipe in gujarati
તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver na thotha banavani rit | tuver na thotha recipe in gujarati
ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladva banavani rit | churma na ladva recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે