નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું મસાલા થી ભરપુર ચટાકેદાર મસાલા સેવ બનાવવાની રીત,જે ઘરમાં તમે નાસ્તામાં ઉપયોગ કરી શકશો અને ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે, Masala sev recipe in Gujarati.
મસાલા સેવ બનાવવાની રીત
મસાલા સેવ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે
- બેસન ૨૫૦ ગ્રામ
- લાલ મરચા નો ભૂકો ૨-૩ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- હળદર પા ચમચી
- પાણી ૧ કપ
- સંચળ ૧ ચમચી
- તરવા માટે તેલ
Masala sev recipe in Gujarati
મસાલા સેવ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચારની વડે ચારી લ્યો,
ત્યાર બાદ એમાં પા ચમચી હળદર , ૨ ચમચી લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું( મીઠું થોડું ઓછું નાખવું કેમ કે છેલ્લે ઉપર થી એક મસાલો છાટીશું એટલે) બધું જ બરોબર હાથ વડે મિક્સ કરી લેવું.
ત્યાર બાદ તેમાં થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખી મિક્સ કરતા જવું ને પાણી નાખી લીધા પછી મિશ્રણ ને હલાવતા રહેવું જેથી મિશ્રણ માં બરોબર ફ્લપી બને
મસાલા સેવ બનાવવા હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં સેવ બનાવવા ના સંચા માં સેવ બનવા ની જારી મૂકી તેલ લગાવો,
ત્યાર બાદ તેમાં તૈયાર કરેલ બેસન નું મિશ્રણ નાખી સંચો બંધ કરી નાખો
તેલ ગરમ થાય એટલે સંચો હલાવી સેવ પાડો ને સેવ પડ્યા પછી ગેસ ધીમો કરી સેવ ને બને બાજુ ગોલ્ડન તરી કાઢી લેવી,
હવે તારેલ સેવ પર ૧ ચમચી લાલ મરચા નો પાવડર ને ૧ ચમચી સંચળ માંથી બનાવેલ મસાલો છાટો ને આમ મિશ્રણ માંથી બધી સેવ બનતા જાઓ ને મસાલો છાંટો ને તૈયાર કરી લ્યો મસાલા સેવ
ચટાકેદાર મસાલા સેવ બનાવવાની રીત
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ખમણ ઢોકળા બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati
ઇન્સ્ટન્ટ ગુલાબ જામુન રેસિપી | ગુલાબ જાંબુ બનાવવાની રીત | Gulab jamun recipe
ભાજી કોન બનાવવાની રીત રેસીપી | Bhaji cone recipe Gujarati
ચીઝ મસાલા પાઉં રેસીપી|ચીઝી મસાલા પાવ|Cheese Masala Pav Recipe Gujrati
ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા | Instant Rava Masala Dhosa
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે