Masala tadka chaas banavani recipe | મસાલા તડકા છાશ બનાવવાની રેસીપી

Masala tadka chaas - મસાલા તડકા છાશ
Image credit – Youtube/Tasty Appetite
Advertisement

ઉનાળા ની શરુઆત થઈ ગઈ છે આજે આપણે Masala tadka chaas – મસાલા તડકા છાશ બનાવવાની રીત શીખીશું. ઉનાળામાં બધાને ઠંડા પીણા ખૂબ જ પસંદ આવતા હોય છે. પણ એ ઠંડા પીણામાં અલગ અલગ પ્રકારના પ્રિજરવેટિવ નાખવામાં આવતા હોય છે . જે સ્વાથ્ય માટે નુકશાનકારક થાય છે પણ એક એવું પીણું છે જે પીવાથી ઠંડક તો મળે છે સાથે સાથે સ્વાથ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. એ છે મસાલા છાશ જો ખાલી છાશ ના ભાવે તો આજે આપણે છાશ ને એક અલગ જ રીતે બનાવીશું જે છાશના સ્વાદમાં તો વધારો કરશે પરંતુ સાથે સ્વાથ્ય અને પાચન માટે પણ ખૂબ ફાયદા ફાયદાકારક છે.

Ingredients

  • દહીં જરૂર મુજબ
  • લીલા મરચા 2 નંગ
  • આદુ ના 3 કટકા
  • ફુદીના ના પાંદ જરૂર મુજબ
  • ધાણા ના પાંદ જરૂર મુજબ
  • હિંગ ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • શેકેલું જીરું 2 ચમચી
  • મીઠા લીમડાનાં પાંદ 8- 10નંગ
  • પાણી જરૂર મુજબ
  • ઘી 1 ચમચી

Masala tadka chaas banavani recipe | મસાલા તડકા છાશ બનાવવાની રેસીપી

મસાલા તડકા છાશ બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર માં દહીં નાખીશું દહીં તમે બજાર વાળુ અથવા ઘરમાંથી પણ લઈ શકો છો . ત્યાર બાદ તેમાં લીલા મરચા 2 નંગ , આદુ ના 3 કટકા નાના-નાના, ફુદીના ના પાંદ જરૂર મુજબ , ધાણા ના પાંદ જરૂર મુજબ , હિંગ ચપટી , મીઠું સ્વાદ મુજબ , શેકેલું જીરું 1 ચમચી , મીઠા લીમડાનાં પાંદ 3-4 નંગ ત્યાર બાદ થોડું પાણી નાખી અને ચમચી વડે બરાબર મિક્સ કરી લેશું અને મિક્ષ્ચર નું ઢાંકણ બંધ કરીને એક દમ સારી રીતે પીસી લેશું

ત્યાર બાદ એક બાઉલ માં છાશ કાઢી લેશું . હવે એક કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને એક ચમચી જેવું ઘી નાખશું , ત્યાર બાદ તેમાં જીરું 1 ચમચી , મીઠા લીમડાનાં પાંદ 3-4 , બધી વસ્તુ બરાબર તતડી જાય એટલે તૈયાર કરેલા વઘાર ને ઠંડો કરી અને ત્યાર બાદ આપડે જે બાઉલ માં છાશ કાઢી હતી તે બાઉલ માં વઘાર નાખી અને બરાબર મિક્સ કરી લેશું ઉપર થી થોડા લીલા ધાણા ગાર્નિસ માટે નાખીશું ફરીથી બધું મિક્સ કરી લેશું .

Advertisement

તો તૈયાર છે આપડી મસ્ત ઠંડી ઠંડી છાશ જેને ગ્લાસ માં નાખી અને સર્વ કરીશું .

નીચે પણ સ્વાદિષ્ટ રેસીપી આપી છે તે પણ જુઓ

 

Advertisement