Masaledar aloo fry banavani rit | મસાલેદાર આલુ ફ્રાય બનાવવાની રીત

Masaledar aloo fry - મસાલેદાર આલુ ફ્રાય
Image credit – Youtube/HomeCookingShow
Advertisement

બટેકા એ શાક ભાજી નો રાજા ગણાય છે . જે કોઈ પણ શાક સાથે આપડે બટેકા ને લઈ શકીએ છીએ . એમાં પણ નાના થી લઈ અને મોટા સુધી બધા ને બટેકા ભાવતા જ હોય છે . તો આજે આપડે બટેકા માંથી એક મસ્ત ચટ્ટ પટું Masaledar aloo fry – મસાલેદાર આલુ ફ્રાય ની રેસીપી બનાવતા શીખીશું .

લસણ નો મસાલા પાવડર બનાવવા માટે ની સામગ્રી

  • સૂકા ધાણા ના બીજ 2 ચમચી
  • જીરું  1 ચમચી
  • લસણ 6 કણી
  • લવિંગ 6 નંગ
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • મીઠા લીમડાનાં પાન 

બટેકા તળવા માટે ની સામગ્રી

  • બટેકા 3 નંગ
  • તેલ 1 ચમચી
  • ચણા ની દાળ 1 ચમચી
  • અડદ ની દાળ  1 ચમચી
  • રાઈ  1/2 ચમચી
  • જીરું  1/2 ચમચી
  • સૂકા લાલ મરચા 3 નંગ
  • મીઠા લીમડાનાં પાન
  • હિંગ  1/2 ચમચી
  • હળદર પાવડર 1/2 ચમચી
  • મીઠું 1/2  ચમચી
  • પાણી 3 ચમચી જેવું

Masaledar aloo fry banavani rit

મસાલેદાર આલુ ફ્રાય બનાવવા માટે સૌ પ્રથમ બધા બટેકા ને સારી રીતે પાણી માં ધોઈ અને તેની છાલ કાઢી અને મિડયમ સાઇઝ ના કટકા કરી અને એક વાટકા માં પાણી નાખી બધા સુધારેલા બટેકા ને પાણી માં નાખી દેશું જેથી બટેકા કાળા ના પડી જાય .

ત્યાર બાદ એક મસ્ત અને ફ્લેવર ફુલ લસણ નો મસાલા પાવડર તૈયાર કરીશું જેના માટે એક મિક્ષ્ચર જાર માં આખા ધાણા 2 ચમચી , જીરું 1 ચમચી , લસણ ની 6 કણી બધી વસ્તુ ને એક વખત બરાબર પીસી લેશું ત્યાર બાદ તેમાં ફરીથી તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર , સ્વાદ મુજબ મીઠું અને મીઠા લીમડાનાં પાન નાખી અને બધું ફરીથી પીસી લેશું તો તૈયાર છે આપડો લસણ નો પાવડર.

Advertisement

ત્યાર બાદ ફરીથી એક કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકીશું પછી  તેમાં 1 ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળ 1 ચમચી , અડદ ની દાળ 1 ચમચી , રાઈ ½ ચમચી , જીરું ½ ચમચી જેટલી નાખી બધી વસ્તુ ને 2 મિનિટ જેવું સેકી લેશું ત્યાર બાદ તેમાં સૂકા લાલ મરચા 3 નંગ , થોડા મીઠા લીમડા ના પાન અને હિંગ ½ ચમચી નાખી બધું મિક્સ કરી લેશું હવે તેમાં સુધારેલા બટેકા નાખી દીધા બાદ ½ ચમચી હળદર , ½ ચમચી મીઠું નાખી અને બધું બરાબર મિક્સ કરી લેશું.

હવે તેમાં સાવ જ થોડું પાણી કે પછી 3 ચમચી જેવું પાણી નાખશું જેનાથી બટેકા ઝડપથી ચડી જશે જ્યારે બધા બટેકા ચડી જાય ત્યાર બાદ આપડે લસણ વાળો જે મસાલો તૈયાર કર્યો હતો તે મસાલો નાખી અને બરાબર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ને 10 મિનિટ સુધી બરાબર ચડાવી લેશું 10 મિનિટ પછી બટેકા પર મસ્ત કોટિંગ થઈ ગયું હશે .

તો તૈયાર છે આપડા મસ્ત મસાલેદાર આલુ ફ્રાય જેને તમે ગરમ ગરમ રોટલી , પૂરી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો.

Advertisement