મસૂરની દાળ બનાવવાની રીત | masur ni dal banavani rit recipe

મસૂરની દાળ બનાવવાની રીત - masur ni dal banavani rit - masur ni dal recipe in gujarati
Image credit – Youtube/Rasoi Express
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Rasoi Express YouTube channel on YouTube આજે આપણે મસૂરની દાળ બનાવવાની રીત – masur ni dal banavani rit શીખીશું. મસૂરદાળ માં સારી માત્રામાં પ્રોટીન યુક્ત ને પોષક તત્વો યુક્ત  છે ને સ્વસ્થ્ય માટે ખૂબ સારી માનવામાં આવે છે ને બાળકો માટે આ દાળ ખુબજ લાભકારી છે તો ચાલો જાણીએ મસુર દાળ બનાવવાની રીત – masur ni dal recipe in gujarati શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે

મસૂરની દાળ બનાવવા જરૂરી સામગ્રી | masur ni dal banava jaruri samgri

  • મસુર દાળ 1 કપ
  • ઘી /તેલ 3-4 ચમચી
  • ટમેટા 1 સુધારેલ
  • ડુંગળી 1 સુધારેલ
  • લીલું મરચું 1 સુધારેલ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • પાણી 2 ગ્લાસ /જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

મસૂરની દાળ બનાવવાની રીત | masur ni dal recipe in gujarati

મસૂર દાળ બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં મસૂર દાળ ને સાફ કરી લ્યો ને બે ત્રણ વાર પાણી નાખી ધોઇ લ્યો ને ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળો ( કોઈ પણ દાળ ને અડધો કલાક કે કલાક પાણી માં પલાળવા માં આવે તો તે જપાતે ચડી જાય છે)

દાળ પલળી જાય એટલે ગેસ પર એક કૂકરમાં બે ગ્લાસ પાણી નાખો એમાં પલાળેલી દાળ નું પાણી નિતારી ને દાળ ને કૂકરમાં નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું ને એક ટમેટા ના કટકા કરી એમાં નાખો અને લાલ મરચાનો પાઉડર ધાણા જીરું પાઉડર હળદર નાખી મિક્સ કરો

Advertisement

કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે થાય પછી ગેસ ધીમો કરીને બીજી સીટી ધીમે તાપે થાય એટલે ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો (ઘી નો વઘાર સારો લાગે છે બાકી તમે તેલ માં પણ વઘારી શકો છો)

હવે એક કડાઈમાં ઘી અથવા તેલ ને ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખો ને જીરું તતડે એટલે એમાં મીઠા લીમડાના પાન,લીલા મરચા ને ડુંગરી નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ નાખો ને ચમચાથી મિક્સ કરી બધી સામગ્રી ને મિડીયમ તાપે બરોબર ચડાવી લ્યો

કુકર નું ઢાંકણ ખોલી દાળ ને જેણી વડે  દાળ ને મિક્સ કરો ને હવે દાળ ને તૈયાર કરેલ વઘારમાં નાખી હલાવો દાળને ધીમે તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો

ત્યાર બાદ એમાં ગરમ મસાલો ને લીલા ધાણા નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવો તો તૈયાર છે મસૂર દાળ જે રોટલી ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે (આ દાળ થોડી ઘટ્ટ સારી લાગે છે ને તમને જો દાળ થોડી ઘટ્ટ લાગતી હોય તો જરૂર પ્રમાણે પાણી નાખી શકો છો )

masur ni dal banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Express ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati

ફુદીનાનું શરબત બનાવવાની રીત | fudina nu sharbat banavani rit gujarati ma | fudina sharbat recipe in gujarati

દેશી ચણા નુ શાક બનાવવાની રીત | કાળા ચણા નું શાક બનાવવાની રીત |desi chana nu shaak banavani rit | kala chana nu shaak banavani rit

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement