જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે માવા વગર ની ટેસ્ટી અને ખસ્તા મીઠાઈ બનાવવાની રીત – Mava vagar ni testi ane khasta mithai banavani rit શીખીશું , do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube If you like the recipe ,બજાર માં મળતી મોંઘી મીઠાઈ કરતા પણ ટેસ્ટી અને ઘર ની સામગ્રી થી ઓછા સમય માં આ મીઠાઈ બની ને તૈયાર થઈ જાય છે. ઘેવર, ચોંગા અને ખાજા ની જેમ આ મીઠાઈ બનાવવા માં આવે છે. કોઈ પણ ત્યોહાર પર એક વાર આ મીઠાઈ જરૂર બનાવજો.દરેક ને ભાવશે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી માવા વગર ની ટેસ્ટી મીઠાઈ બનાવતા શીખીએ.
લોટ બાંધવા માટે ની સામગ્રી
- મેંદો 1 કપ
- મીઠું 2 ચપટી
- ઘી 4 ચમચી
રબડી બનાવવા માટેની સામગ્રી
- દૂધ 1 ગ્લાસ
- મિલ્ક પાવડર 2 ચમચી
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 1 કપ
- પાણી 1 કપ
- એલચી પાવડર ½ ચમચી
સાટા બનાવવા માટેની સામગ્રી
- મેંદો 2 ચમચી
- ઘી 2 ચમચી
- કાજુ બદામ ની કતરણ
માવા વગર ની ટેસ્ટી અને ખસ્તા મીઠાઈ બનાવવાની રીત
ખસ્તા મીઠાઈ બનાવવા માટે સૌથી પેહલા આપણે લોટ ગુંથી લેશું.
લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદા નો લોટ લ્યો. હવે તેમાં મીઠું અને ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને સેટ થવા દયો.
રબડી બનાવવા માટે ની રીત
રબડી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે દૂધ અડધું થઇ જાય ત્યાં સુધી તેને ઉકાળી લ્યો. સાથે હલાવતા રહેવું જેથી દૂધ નીચે ચીપકે નહીં.
દૂધ ઉકળી ને અડધું થઇ જાય ત્યાર બાદ તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી રબડી.
ચાસણી બનાવવા માટેની રીત
ચાસણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે ખાંડ સરસ થી મેલ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળી લ્યો.
અહી ચાસણી માં તાર ની જરૂર નથી જલેબી કે ગુલાબ જામુ ની ચાસણી જેવી ચાસણી રાખવી. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી ચાસણી.
સાટા બનાવવા માટેની રીત
સાટા બનાવવા માટે સૌથી પહેલાં એક કટોરી માં મેંદા નો લોટ લ્યો. હવે તેમાં ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણા સાટા.
ખસ્તા મીઠાઈ બનાવવાની રીત
ખસ્તા મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલો લોટ લ્યો. હવે તેને થોડો મસળી લ્યો. હવે તેમાં થી એક લોઇ લ્યો. અને પાતળી રોટલી વણી લ્યો.
હવે તેની ઉપર સાટા ને સરસ થી લગાવી લ્યો. હવે ચાકુ ની મદદ થી રોટલી ની કિનારી ને છોડી ને સીધા કટ લગાવી લ્યો. હવે તેને એક તરફ થી ફોલ્ડ કરતા જાવ અને એક રોલ બનાવી લ્યો. હવે તે રોલ ને એક તરફ થી પકડી ને ગોળ ઘુમાવી લ્યો. હવે રોલ ની એક તરફ થી વારી ને એક રાઉન્ડ બનાવી લ્યો. એટલે એક લોઇ બની ને તૈયાર થઈ જશે.
હવે તેને હલ્કા હાથે પૂરી ની સાઈઝ માં વણી લ્યો. આવી રીતે બધી પૂરી વણી ને તૈયાર કરી લ્યો.
ત્યારબાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પૂરી નાખો. હવે તેને બને તરફ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પૂરી તળી ને તૈયાર કરી લ્યો.
હવે આ ખસ્તા પૂરી ને ચાસણી માં પાંચ મિનિટ માટે ડૂબવી દયો. પાંચ મિનિટ પછી તેને કાઢી લ્યો. હવે તેની ઉપર બે ચમચી જેટલી રબડી નાખો. હવે તેની ઉપર કાજુ બદામ ની કતરણ નાખો.
હવે તૈયાર છે આપણી ટેસ્ટી, ખસ્તા અને રસીલી મીઠાઈ. હવે તેને સર્વ કરો અને ખાવા નો આનંદ માણો.
Mava vagar ni testi ane khasta mithai notes
- ખસ્તા પૂરી ને ચાસણી માં દુબાવ્યા વગર ચાય સાથે ખાઈ શકો છો અને સ્ટોર પણ કરી શકો છો.
Mava vagar ni testi ane khasta mithai banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દૂધી માંથી પનીર બનાવવાની રીત | Dudhi mathi paneer banavani rit
ભરેલા શાક નો મસાલો બનાવવાની રીત | Bharela shaak no masalo banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે