સ્પેશિયલ મીઠાઈ માવા ના ગુજીયા બનાવવાની રીત | મીઠા ઘૂઘરા બનાવવાની રીત

માવા ના ગુજીયા બનાવવાની રીત - મીઠા ઘૂઘરા બનાવવાની રીત - mawa gujiya recipe in gujarati
Image – Youtube/FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  FOOD COUTURE by Chetna Patel YouTube channel on YouTube આજે આપણે શીખીશું માવા ના ગુજીયા બનાવવાની રીત તેને મીઠા ઘૂઘરા તરીકે પણ ઓળખવામાં આવે છે , તો ચાલો જોઈએ મીઠા ઘૂઘરા બનાવવાની રીત , mitha ghughra recipe in Gujarati

માવા ના ગુજિયા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • મેંદો ૧ કપ
  • ખાંડ ૨ કપ
  • કાજુ ના જીના કટકા પા કપ
  • બદામ ના જીના કટકા પા કપ
  • પિસ્તા ના જીના કટકા પા કપ
  • કીસમીસ ના કટકા ૩-૪ ચમચી
  • મોરો માવો ૧૫૦ ગ્રામ
  • સૂકા નારિયળ નું છીણ ૧ કપ
  • કેસર ના તાતણા ૧૦-૧૫(ઓપ્શનલ)
  • એલચી નો ભૂકો ૧ ચમચી(ઓપ્શનલ)
  • ઘી ૪-૫ ચમચી
  • તરવા માટે તેલ / ઘી
  • જરૂર મુજબ પાણી

મીઠા ઘૂઘરા બનાવવાની રીત | માવા ના ગુજીયા બનાવવાની રીત

માવા ગુજિયા બનાવવા સૌ પ્રથમ એક વાસણ માં મેંદો લઇ તેમાં ૨ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ પર ભીનું કરી નીચવેલું કપડું ઢાંકી એક બાજુ મૂકી દયો

હવે ચાસણી બનાવવા ગેસ પર એક કડાઈ માં દોઢ કપ ખાંડ લ્યો તેમાં દોઢ કપ પાણી નાખી ખાંડ ઓગાળો ખાંડ ઓગળી જાય એટલે તેને મીડીયમ તાપે એક તાર જેટલી થાય ત્યાં સુંધી ઉકાળો,

Advertisement

છેલ્લે એમાં કેસર ના તાંતણા ને અડધી ચમચી એલચી નો ભૂકો નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ચાસણી થોડી ઠંડી થવા દયો

હવે ગેસ પર બીજી કડાઈ માં ૧-૨ ચમચી ઘી નાખો તેમાં સુધારેલ કાજુ ના કટકા, બાદમ ના કટકા, પિસ્તા ના કટકા નાખી ને ૨-૩ મિનિટ ધીમા તાપે સેકો ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે એમાં થી ૨-૩ ચમચી ડ્રાય ફ્રુટ કાઢી અલગ મૂકી દયો,

કડાઈ માં બચેલા ડ્રાય ફ્રુટ માં સૂકા નારિયળ નું છીણ નાખી ધીમા તાપે ૪-૫ મિનિટ એટલે કે નારિયળ નો રંગ સેજ ગોલ્ડન થાય ત્યાં સુંધી સેકી લ્યો ત્યાર બાદ એને બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દયો

હવે એજ કડાઈ માં મોરો માવો લઇ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી સેકી લ્યો ને શેકાઈ જાય એટલે બીજા વાસણ માં કાઢી ઠંડો કરો

બીજી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં અડધો કપ ખાંડ ને પીસી ને પાવડર તૈયાર કરી લ્યો

બધી જ સામગ્રી બિલકુલ ઠંડી થાય એટલે એક વાસણ માં શેકેલ ડ્રાય ફ્રુટ મિશ્રણ, કીસમીસ ના કટકા, શેકેલ માવો ,ખાંડ, ૧-૨ ચમચી પાણી માં ઓગળેલા કેસર, અડધી ચમચી એલચી ભૂકો, ને પીસેલી ખાંડ નાખી

(માવા ના મિશ્રણ ની મીઠાસ ઓછી વધુ તમારા સ્વાદ મુજબ કરી સકો છો) બધું નરમ હાથ વડે મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લ્યો

હવે બાંધેલા મેંદા ના લોટ ને ફરી ૨-૩ મિનિટ મસળી લ્યો ને તેના ગમતી સાઇઝ ના લુવા બનાવી લ્યો ને ભીના કપડાં થી ઢાંકી ને રાખી હવે એક લુયો લઇ તેને રોટલી જેમ વણી ને ગુજિયા મોલ્ડમાં કે સમોસા આકાર માં કે તમને મનગમતા આકાર માં બનાવો

વચ્ચે તૈયાર કરેલ મિશ્રણ ની એક થી દોઢ ચમચી નાખી ને બધી જ કિનારી પર પાણી વાળી આંગળી કરી પાણી લાગવી લ્યો ને બીજી બાજુ થી બરોબર પેક કરી ને ગુજિયા બનવી લયો બનેલા ગુજિયા ને ભીના કપડાં નીચે મૂકવા જેથી તે સુકાઈ ના જાય

હવે ગેસ પર એક કડાઈ તેલ ગરમ મૂકો તેલ થોડું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એક પછી એક એમ થોડા થોડા કરી ગુજીયા ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી ધીમે તાપે બધા જ ગુજિયા તરી લ્યો

હવે એક એક કરી ને તૈયાર ગુજિયાં ને ખાંડ ની ચાસણી માં નાખી ને ૩૦-૪૦ સેકન્ડ રેવા દયો ને ત્યાર બાદ તેને ચાસણી માંથી કાઢી લ્યો,

આમ બધા જ ગુજિય ને ચાસણી માં બોડી ને કાઢી લ્યો ને ઉપર જે પેલા શેકેલા કાજુ બદામ પિસ્તા થોડા એક બાજુ મૂકેલા હતા તે છાંટી દયો તો તૈયાર છે માવા ના ગુજિયા.

Mitha ghughra recipe in Gujarati | Mawa gujiya recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

આશા છે અમારા દ્વારા જણાવવામાં આવેલ માવા ના ગુજીયા બનાવવાની રીત,મીઠા ઘૂઘરા બનાવવાની રીત , mitha ghughra recipe in Gujarati પસંદ આવી હશે.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સ્વાદિષ્ટ રસમલાઈ બનાવવાની રીત | Rasmalai Recipe in Gujarati

સ્વાદિષ્ટ બાલુશાહી મીઠાઈ રેસીપી | Balushahi Recipe in Gujarati

રાજસ્થાની લાલ મરચા નું મસાલા અથાણું બનાવવાની ખુબજ સરળ રીત | Bharela lal marcha banavani rit

ફણગાવેલા કઠોળ નું સલાડ બનાવવાની રીત | Fangavela kathol nu salad

હોળી સ્પેશિયલ ઇન્સ્ટન્ટ માલપુઆ બનાવવાની રીત | malpua recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement