નમસ્તે મિત્રો If you like the recipe do subscribe sohan Sharma kitchen king YouTube channel on YouTube આજે મીઠી મઠરી બનાવવાની રીત – meethi mathri banavani rit શીખીશું. આ મઠરી તમે નાસ્તામાં , મહેમાન ને કે પછી પ્રવાસમાં તૈયાર કરી લઈ જઈ શકો છો ને પંદર વીસ દિવસ સાચવી શકો છો તો ચાલો જાણીએ meethi mathri recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
મઠરી નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- સફેદ તલ 1 ચમચી
- તેલ / ઘી 6-7 ચમચી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
મીઠી મઠરીની ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 1 કપ
- પાણી ½ કપ
- કેસરના તાંતણા 15-20
- એલચી પાઉડર ¼ ચમચી
મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri recipe in gujarati
મઠરી ની પૂરી નો લોટ બાંધવા અને પુરી બનાવવાની રીત
મીઠી મઠરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં તેલ / ઘી નું મોણ નાખીને હાથથી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ મે ઢાંકી ને અડધો કલાક રહેવા દયો
અડધો કલાક બાદ ફરી લોટ ને થોડો મસળી લ્યો ને નાના નાના લુવા બનાવી લ્યો હવે એક એક લુવા ને મીડીયમ જાડી પુરી આકારની વણી લેવી વણી ને બધી પુરી તૈયાર કરી લ્યો અને થાળી કે પ્લેટ માં મૂકો
હવે ગેસ પર ઘી / તેલ ગરમ કરવા મૂકવું ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે એમ સમાય એટલી મઠરી પુરી નાખો ને તરવા મૂકો નાખેલ પુરી પોતાની રીતે તેલ પર આવે એટલે ગેસ થોડો ફૂલ કરી બને બાજુ ઝારાથી ફેરવી પુરી ને ગોલ્ડન તરવી પુરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો
હવે ગેસ પાંચ મિનિટ બંધ કરી ઘી / તેલ ઠંડુ થવા દયો ઘી / તેલ નવશેકું થાય એટલે ગેસ ધીમો ચાલુ કરી બીજી પુરી નાખી એને પણ પહેલા જેમ તરી લ્યો આમ બધી પુરી તરી ને તૈયાર કરી ઠંડી થવા મૂકો
મીઠી મઠરી ની ચાસણી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં ખાંડ અને અડધો કપ પાણી નાખી પહેલા હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે પાંચ સાત મિનિટ હલાવતા રહો
સાત મિનિટ પછી ચેક કરવી જો ચાસણી બે આગડી વચ્ચે લઇ ને ચેક કરો જો ચાસણી થોડી ચિકાસ જેવી લાગે તો ચાસણી તૈયાર છે છેલ્લે એમાં એલચી પાઉડર અને કેસરના તાંતણા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને ચાસણી ને ગેસ પરથી નીચે ઉતારી લ્યો
હવે ચાસણીમાં તૈયાર કરેલ મેંદાની પુરી નાખો ને હલકા હાથે બરોબર મિક્સ કરતા રહો બધી જ પુરી પર ચાસણી નું બરોબર કોટીંગ કરી લ્યો ને થોડી થોડી વારે હલાવતા રહો જેથી ચાસણી પુરી ની અંદર સુંધી બરોબર જાય
આમ જ્યાં સુંધી ચાસણી ઠંડી થઇ ને ઘટ્ટ થાય ને બધી પુરી પર બરોબર રીતે કોટીંગ થાય ત્યાં સુધી હલાવી ને મિક્સ કરતા રહો જ્યારે ચાસણી બિલકુલ ના રહે એટલે પુરી ને અલગ અલગ કરી ને કરી ને ફેલાવી એક બે કલાક ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરવી ને મજા લ્યો મીઠી મઠરી
meethi mathri banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર sohan Sharma kitchen king ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni recipe in gujarati
ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread recipe | ghau na lot ni bread banavani rit
સમોસા રોલ બનાવવાની રીત | Samosa roll banavani rit | Samosa roll recipe in gujarati
ડ્રાયફ્રૂટ ફરાળી લાડુ બનાવવાની રીત | Dry fruit faradi ladu recipe in Gujarati
ફરાળી બદામ નો હલાવો બનાવવાની રીત | faradi badam halvo recipe in Gujarati
પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit
ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit
પૌવા ના પરોઠા બનાવવાની રીત | pauva na paratha banavani rit |pauva paratha recipe in gujarati
દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે