નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Tanvi’s Kitchen YouTube channel on YouTube આજે આપણે મેગી નો મસાલા એ મેજિક બનાવવાની રીત – મેગી નો મસાલો બનાવવાની રીત – megi no masalo banavani rit gujarati ma, maggi masala recipe in gujarati શીખીશું. આજ કાલ બધા જ લોકો ઘરમાં બનતા શાક માં આ મસાલા નો ઉપયોગ કરતા હોય છે જેનાથી સ્વાદ ખૂબ સારો આવે છે તો ચાલો જોઈએ મેગી નો મસાલા એ મેજિક બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
મેગી નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | maggi masala ingredients
- આખા સૂકા ધાણા 2 મોટી ચમચી
- જીરું 1 મોટી ચમચી
- વરિયાળી 1 મોટી ચમચી
- લવિંગ 3-4
- એલચી 1-2
- તજ નો ટુકડો 1 ઇંચ નો
- તમાલપત્ર 1-2
- મરી 10-15
- મેથી દાણા ¼ ચમચી
- સૂકા લાલ મરચા 2-3
- હળદર ¼ ચમચી
- સૂંઠ 1 ચમચી
- આમચૂર પાઉડર ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- કોર્ન ફ્લોર 1 ચમચી
- લસણ પાઉડર 1 ચમચી
- ડુંગરી પાઉડર 1 ચમચી
મેગી નો મસાલો બનાવવાની રીત | maggi masala recipe in gujarati
મેગી નો મસાલા એ મેજિક બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં બધા ખડા મસાલા જેવા કે સુકા લાલ મરચા, તજનો ટુકડો, તમાલપત્ર, લવિંગ, મરી, સૂકા આખા ધાણા, જીરું, એલચી, મેથી દાણા, વરિયાળી લ્યો ને ગેસ પર મૂકી ધીમા તાપે પાંચ મિનિટ શેકો જેથી એમાં રહેલ ભેજ દૂર થાય ને મસાલા શેકાઈ એટલે એમાં રહેલ તેલ નીકળે ને સુગંધ ને સ્વાદમાં વધારો કરે
બધા ખડા મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને શેકેલ મસાલા ને બીજા વાસણમાં નાખી બિલકુલ ઠંડા થવા દયો મસાલા બધા સાવ ઠંડા થાય એટલે એક મિક્સર જારમાં નાખો
હવે મિક્સર જારમાં બીજા પીસેલા મસાલા જેમ કે હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ખાંડ, કોર્ન ફ્લોર (આ નાખવાથી ગ્રેવી કે મસાલા ઘટ્ટ બને છે), સૂંઠ પાઉડર, મીઠું, લસણ પાઉડર ને ડુંગરી પાઉડર( જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા) નાખો
હવે બધા મસાલા ને પીસી ને પાઉડર બનાવી લ્યો ને તૈયાર મસાલા ને એક એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને આ મસાલો બહાર છ મહિના સુંધી ને ફ્રીઝ માં બાર મહિના સુધી સાચવી શકાય છે તો તૈયાર છે મેગી નો મસાલા એ મેજિક
megi no masalo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Tanvi’s Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દુધનો માવો બનાવવાની રીત | dudh no mavo banavani rit | dudh no mavo recipe in gujarati
મિષ્ટી દોઈ બનાવવાની રીત | mishti doi banavani rit | mishti doi recipe in gujarati
ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | Dry fruit chikki recipe in Gujarati
ક્રીમી દાલ મખની બનાવવાની રીત | Dal makhani recipe in Gujarati
બાજરી ગુંદર ની રાબ બનાવવાની રીત | Bajri Gundar ni raab banavani rit
દુધી ના મુઠીયા બનવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi na muthiya recipe in gujarati
બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit | bread pakoda recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે