મેથી દાળ બનાવવાની રીત | methi dal banavani rit | methi dal recipe in gujarati

મેથી દાળ બનાવવાની રીત - methi dal recipe - methi dal recipe in gujarati - methi dal banavani rit - મેથી દાળ
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મેથી દાળ બનાવવાની રીત – methi dal banavani rit શીખીશું. do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube  If you like the recipe આ એક ખૂબ જ ટેસ્ટી ને હેલ્થી દાળ ક્યો કે શાક છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ methi dal recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મેથી દાળ બનાવવા જરૂરી સામગ્રી | methi dal ingredients in gujarati

  • બાફેલી તુવેર દાળ 2 કપ
  • મેથી ઝીણી સુધારેલી 1 કપ
  • તેલ / ઘી 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • લસણ ની કણી 4-5
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણું સમારેલ ટમેટું 1
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

મેથી દાળ બનાવવાની રીત | methi dal recipe in gujarati

મેથી દાળ બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો અને કુકર માં તુવેર દાળ ને બાફી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ ઘી ગરમ કરવા મુકો ( ઘી માં મેથી ને ચડવામાં આવે તો મેથી ની કડવાશ ઓછી થઈ જાય છે તો બને તો ઘી માં બનાવી) ઘી / તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું અને હિંગ નાખી તતડાવો

Advertisement

ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, મીઠા લીમડા પાન અને લસણ ની કણી નાખી એક મિનિટ શેકી લ્યો

હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં લાલ મરચું, હળદર નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં ઝીણી સુધારેલી મેથી નાખી મેથી ને બરોબર ચડાવી લ્યો મેથી ચડી જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ઉકાળી લ્યો દાળ બરોબર ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી સર્વ કરો મેથી દાળ

methi dal banavani rit | methi dal recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement