મેથી મકાઈ ના લોટ ના પરોઠા | Methi makai na lot na parotha banavani rit

મેથી મકાઈ ના લોટ ના પરોઠા બનાવવાની રીત - Methi makai na lot na parotha banavani rit
Image credit – Youtube/Rasoi Ghar
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મેથી મકાઈ ના લોટ ના પરોઠા બનાવવાની રીત – Methi makai na lot na parotha banavani rit  શીખીશું. do subscribe Rasoi Ghar YouTube channel on YouTube  If you like the recipe રોજ રોજ એક ટાઈપની રોટલી કે પરોઠા ખાઈ કંટાળી ગયા છો તો આજ એક અલગ રીતના પરોઠા બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ મકાઈના લોટના પરોઠા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મેથી મકાઈ ના લોટ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | Methi makai na lot na parotha ingredients

  • મકાઈ નો લોટ 2 કપ
  • સફેદ તલ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • ઝીણી સુધારેલ મેથી 1 કપ
  • ઝીણા સુધારેલા લીલા ધાણા ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 1 કપ

મેથી મકાઈ ના લોટ ના પરોઠા બનાવવાની રીત

મકાઈના લોટના પરોઠા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી માં સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, સફેદ તલ, હિંગ નાખી ઉકાળી લ્યો પાણી ઉકળવા દયો

પાણી ઉકળે એટલે ગેસ ધીમો કરી એમાં સાફ કરી ઝીણી સુધારેલ અને ધોઇ ને નિતારી રાખેલ લીલા ધાણા અને મેથી નાખો ત્યાર બાદ એમાં ચાળી ને મકાઈ નો લોટ નાખો ને ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો

Advertisement

પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને લોટ ને ફરી ચમચા વડે મિક્સ કરો ને બીજી દસ પંદર મિનિટ ઢાંકી ને મૂકી રાખો પંદર મિનિટ પછી લોટ ને બીજા વાસણમાં કાઢી લ્યો ને હાથ લાગવી શકાય એટલો ઠંડો થવા દયો ત્યાર બાદ હાથ થી બરોબર મસળી ને સોફ્ટ લોટ બાંધી લ્યો (જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાંખવું)

હવે જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ નો લુવો લ્યો એને કોરા લોટ સાથે લઈ પરોઠા ને વણી લ્યો હવે બીજી બાજુ ગેસ પર એક તવી ગરમ કરો તવી થોડી ગરમ થાય એટલે એમાં વણેલ પરોઠા ને નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો

બને બાજુ થોડા ચડી જાય એટલે એક બાજુ મૂકો ને બીજા પરોઠા ને પણ થોડા ચડવી લ્યો ને ઉતરી લ્યો આમ બધા પરોઠા થોડા ચડાવી  ઘી કે તેલ માં તરી લ્યો અથવા તેલ કે ઘી લગાવી ને શેકી લ્યો આમ બધા પરોઠા તૈયાર કરી લ્યો ને દહી ચા કે અથાણાં સાથે સર્વ કરો મકાઈ મેથીના પરોઠા.

Methi makai na lot na parotha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચુરમુર બનાવવાની રીત | churmur banavani rit | churmur recipe in gujarati

પાલક મકાઈની સેન્ડવીચ બનાવવાની રીત | palak makai ni sandwich banavani rit | palak makai ni sandwich recipe in gujarati

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

કઠીયાવાડી થાબડી પેંડા બનાવવાની રીત | થાબડી પેંડા બનાવવાની રીત | thabdi penda banavani rit

ખારા શક્કરપારા બનાવવાની રીત | khara shakarpara recipe in gujarati

વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત | vada pav ni suki chatni banavani rit | vada pav chutney recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement