આ આર્ટીકલ ની અંદર અમે તમને માહિતી આપીશું મેથી દાણા ના ફાયદા, મેથી દાણા ના ઘરેલું ઉપચાર ની માહિતી , મેથી પાક બનાવવાની રેસીપી, methi na dana na fayda, fenugreek health benefits in gujarati.
Methi na dana na fayda
મેથી દાણા એક પ્રકારની જડીબુટ્ટી છે તેનો ઉપયોગ દરેક પ્રકાર ની બીમારિયો દૂર કરવામાટે થાય છે.
મેથી દાણામાં એવા ઘણા ઔષધીય ગુણો છે જેના કારણે તેનો આયુર્વેદમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે.
આમ તો મેથી દાણા એક પ્રકારનો મસાલો છે જેનો ઉપયોગ દરેક રસોડામાં કરવામાં આવતો હોય છે. મેથી દાણા આપણા ચહેરાની સુંદરતા ને પણ વધારે છે.
methi – મેથી માં એક પ્રકારનું તેલ અને ફોસ્ફરિક એસીડ હોય છે. ચહેરાની સુદરતા થી લઈને આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ઉપયોગી થતી એવી મેથી ના અનેક ફાયદાઓ છે
મેથી દાણા ના ફાયદા સંધી વા માટે
મેથી સંધી વા માટે શ્રેઠ ગણાય છે. મેથી ને ઘીમાં શેકીને, દળી ને તેનો લોટ બનાવવો. પછી ગોળ-ઘીનો પાક કરીને સુખડીની માફક હલાવી, તેના નાના નાના લાડુ બનાવવા.
રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડિયામાં વા થી જકડાઈ ગયેલા અંગો છુટા થાય છે અને હાથ-પગે થતી વા ની કળતર મટે છે.
પ્રસુતા સ્ત્રીમાંટે મેથી ઉત્તમ ઔષધ છે
એક નાની વાટકી મેથી ના લોટ ને રાત્રે દૂધમાં પલાળી રાખવો.
પછી સવારે એક વાસણ માં ઘી ગરમ કરીને તેમાં દૂધ માં ભીન્જ્વેલો લોટ નાખીને હલાવી એકરસ કરીને વાસણ નીચે ઉતારી લેવું.
પછી તેમાં ગોળ મેળવીને પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટ થી આવે છે.
મેથી દાણા ના ફાયદા ડાયાબીટીશ માટે
રોજ રાત્રે બે ચમચી મેથી પાણીમાં પલાળી રાખી,
સવારે તે મેથી ને ખુબ મસળી પાણી ગાળી લઇ એક મહિના સુધી આ રીતે ગાળેલું પાણી રોજ સવારે પીવાથી પેશાબ માં જતી શુગર ઓછી થઇ જાય છે.
મેથી કડવી હોઈ ડાયાબીટીસમાં પેશાબ માર્ગે જતી શુગર ઓછી કરવાનો તેમાં ખાસ ગુણ છે.
મેથી દાણા ના ફાયદા ખરતા વાળ રોકવા માટે
ખરતા વાળ ને રોકવા માટે મેથી નો ઉપયોગ કરવો ખુબ જ લાભકારી નીવડે છે.
એક બે મોટી ચમચી મેથી ને રાત્રે પાણીમાં પલાળી ને સવારે તેને મીક્ષરમાં પીસી લો હવે આ પેસ્ટમાં થોડું દહીં અને ઓલીવ ઓઈલ નાખીને પેસ્ટ ને માથામાં ૩૦ મિનીટ સુધી નાખીને રહેવા દો.
ત્યારબાદ વાળ ને શેમ્પૂ વડે ધોઈ લો. અઠવાડિયા માં એક વખત આ પ્રયોગ કરવાથી અચૂક ફાયદો થાય છે.
ધ્યાન રાખવું. જે લોકોને દહીં માફક ના આવતું હોય તો દહીં નાખવું નહિ.
હૃદય રોગ માટે મેથી
મેથીમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ને કારણે હૃદયરોગ માટે ખુબ જ ફાયદેમંદ છે.
તે લોહીના પરિભ્રમણ ને લેવલ માં રાખે છે. મેથીમાં ફાઈબર હોય છે જે હૃદયરોગ ના હુમલા ને આવતો અટકાવે છે.
મેથી નો ઉકાળો મધ સાથે લેવાથી ખુબ જ ફાયદો થાય છે. કોલેસ્ટ્રોલ ને પણ મેથી દ્વારા ઘટાડી શકાય છે.
દરરોજ મેથીના દાણા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ઓછું થતું જાય છે.
માસિકધર્મ સંબંધિત સમસ્યાઓમાં
આજ મોટા ભાગ ની મહિલાઓ માસિકધર્મ સંબંધિત સમસ્યા થી પરેશાન છે.
માસિકધર્મ ને એસ્ટ્રોઝેન નામનું એક હોર્મોન નિયંત્રિત રાખે છે, મેથી માં એસ્ટ્રોઝેન ના ગુણ હોય છે માટે જ માસિકધર્મ દરમિયાન મેથી ખાવું યોગ્ય માનવામાં આવે છે.
આ સમસ્યાને દૂર કરવા માટે દરરોજ ૧ થી ૨ ગ્રામ જેટલા મેથીના દાણા દરરોજ સવારે નેણેકોઠે ખાવાથી ફાયદો થાય છે.
મેથી દાણા ના ફાયદા તવ્ચા રોગ માટે
ત્વચા સંબંધિત સમસ્યા માટે તમે મેથીનો ઉપયોગ કરી શકો છો.
પલાળેલી મેથી નો લેપ બનાવીને લગાવો. તેનાથી દાદર, ખંજવાળ આવવી વગેરે જેવી સમસ્યામાંથી છુટકારો મળે છે.
બ્લ્ડપ્રેશેર ને કન્ટ્રોલમાં રાખે છે મેથી – Methi na dana na fayda
જો તમેં બ્લડપ્રેશર ની સમસ્યા થી પરેશાન છો તો મેથી નો ઉપયોગ અવશ્ય કરો.
મેથીમાં એન્ટીહાઈપરટેન્સીવ નો ગુન્હોય છે જે બ્લડપ્રેશેર ને કન્ટ્રોલ માં રાખે છે.
તમે દરરોજ ૧થી ૨ ગ્રામ મેથીના દાણા ચાવીને ઉપર પાણી પી જવાનું રાખો થોડાક જ દિવસ માં ફાયદો જણાશે.
ટોનસીલ( કાકડા) નો ઇલાઝ મેથી દ્વારા
૬ થી ૭ ગ્રામ મેથી ના દાણા ને એક લીટર પાણી માં નાખીને ગરમ કરો.
આ નવસેકા પાણીના કોગળા દિવસમાં ત્રણ વાર કરવાથી કાકડા માં રાહત થાય છે.
શરદી-ઉધરસ માટે મેથી નો ઉપયોગ
મેથીના દાણામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે શરદી થી શરીર ને બચાવે છે.
તાવ માટે પણ મેથી નું સેવન કરવું સારું માનવામાં આવ્યું છે.
એક ચમચી મેથી ના ભુક્કા ને લીંબુના રસ અને મધ સાથે મિલાવીને દિવસમાં બે વાર ખાવાથી શરદી ઉધરસ અને તાવ માં રાહત મળે છે.
મેથી દાણા ના ઘરેલું ઉપચાર ની માહિતી
વાયુને શાંત કરનારી, કફને મટાડનાર મેથી છે. પેટમાં કીડા થઇ ગયા હોય, ચૂંક આવતી હોય, સંધિવા, કમરનો દુખાવો, કળતર વગેરે માટે રામબાણ ઇલાઝ છે.
મેથીમાં પિત્તને દૂર કરવાનો, ગેસ ને મટાડવાનો, અને લોહીને સુધારવાનો ગુણ રહેલો છે.
બે ચમચી મેથી અને બે ચમચી સોવા લઈને તવી પર થોડા શેકી, અધકચરા ખાંડી, તેમાંથી થોડો થોડો આ મિશ્રણ દરરોજ ખાવાથી વાયુ, આફરો, ઉબકા, ખાટા ઓડકાર મટે છે.
Methi na dana na fayda
મેથી અને સુઠનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ માં મિલાવીને ખાવથી જીર્ણ આમવાત મટે છે.
મેથીનું ચૂર્ણ દરરોજ સવાર-સાંજ ગોળ અથવા પાણીમાં નાખીને પીવાથી મળાવરોધ-કબજિયાત દૂર થાય છે અને લીવર બળવાન બને છે.
પિત્ત પ્રકૃતિ વાળા પણ કબજિયાતમાં મેથી ના દાણા નું શાક ખાય તો મળ સાફ આવે છે,fenugreek benefits in Gujarati.
Fenugreek health benefits in Gujarati.
મેથીના કુમળા પાન નું શાક બનાવીને ખાવાથી કબજિયાત દૂર થાય છે. લોહીનો સુધારો થઇ શક્તિ વધે છે.
મેથીની સુકી ભાજી ઠંડા પાણીમાં પલાળી રાખી પછી મસળીને ગાળી લઈને એ પાણીમાં થોડું મધ નાખીને પીવાથી લૂ લાગી હોય તો તે મટે છે.
methi na dana – મેથી દાણા માં એન્ટી બેકટેરીયલ પ્રોટીન રહેલા હોવાથી વાયરલ ઇન્ફેકશન થી રક્ષણ મળે છે.
મેથી દાણા માં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોવાથી તે આપણા શરીર માં જમા થયેલો વધારાનો કચરો બહાર કાઢી અને પાચનક્રિયા સુધારે છે.
મેથી પાક બનાવવાની રેસીપી
સુંઠ અને મેથી ને સરખે ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ બનાવવું. પછી આ ચૂર્ણ માં દૂધ અને ઘી નાખીને ઘાટું થાય ત્યાં સુધી ગરમ કરવું.
પછી તેમાં ખાંડ કે સાકર નાખીને ધીમી આંચ પર હલાવવું. પાક થાય એટલે નીચે ઉતારી લેવું.
તેમાં મરી, પીપીળ, સુંઠ, ગંઠોડા, અજમો, જીરું, ધાણા,, કાળા જીરું, વરીયાળી, જાયફળ, તજ, તમાલપત્ર અને નાગરમોથ આ બધું સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને નાખવું.
મેથી પાક તૈયાર છે.
પાચનશક્તિ પ્રમાણે કે એક ચમચી જેટલો આ પાક દરરોજ સવારે ખાવાથી, સંધિવા, આમવાત, પાંડુરોગ, કમળો, માથાના રોગ વગેરે મટી જાય છે.
મેથી દાણા ના નુકસાન
એક કહેવત છે કે કોઈપણ વસ્તુ નો વધારે પડતો ઉપયોગ સારો નહિ. એવું જ મેથી ના ઉપયોગ વિષે પણ છે.
વધારે પડતી મેથીનું સેવન કરવું નહિ મેથી ની કડવાશને લીધે ઉબકા આવી શકે છે અને ઝાડા પણ થઇ શકે છે.
ત્વચા પર તેનો ઉપયોગ કરતા પહેલા તમારી ત્વચા નો પ્રકાર જાણી લો. પછી જ ઉપયોગ કરવો.
ગર્ભાવસ્થા દરમિયાન મેથીનો ઉપયોગ કરવો નહિ.
લોકો ને મુજાવતા પ્રશ્નો
અંગ્રેજી મા મેથી ને ફેનુગ્રિક ( Fenugreek ) કહેવાય છે
મેથી ની તાસીર ગરમ હોય છે માટેજ મેથી ના દાણા નું સેવન કરવાની શરૂઆત ખુબજ ઓછી માત્રા થી કરવી જોઈએ
હા મેથી ના દાણા નું સેવન રોજ કરી શકાય પરંતુ દરેક વ્યક્તિ ની તાસીર અને શરીરક ક્ષમતા મુજબ જ તેનું સેવન કરવું જોઈએ
હા , રાત્રે પલાડેલ મેથી ને દરરોજ સવારે ખાલી પેટે સેવન કરવું ખુબજ સારું છે
મેથી ની તાસીર ગરમ છે તેથીજ મેથી ને રાત્રે પલાળી સવારે મેથી અને તે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે જેથી તે નુકશાન કરતી નથી
અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી fenugreek benefits in gujarati,મેથી ના દાણા ના ફાયદા,મેથી પાક બનાવવાની રેસીપી વિશે તમારો અભિપ્રાય અચૂક જણાવશો.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ધાણા ના ફાયદા | ખાલી પેટે ધાણા નું પાણી પીવાના ફાયદા |dhana na fayda in gujarati
જીરું ના ફાયદા | જીરું ના ઘરેલું ઉપચાર | જીરું નો ઉપયોગ | jeeru na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે