મેક્સિકન બુરીટો બનાવવાની રીત | Mexican Burrito banavani rit

મેક્સિકન બુરીટો - Mexican Burrito - Mexican Burrito banavani rit - મેક્સિકન બુરીટો બનાવવાની રીત - Mexican Burrito Recipe In gujarati
Image credit – Youtube/Rajshri Food
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મેક્સિકન બુરીટો બનાવવાની રીત – Mexican Burrito banavani rit શીખીશું , do subscribe Rajshri Food YouTube channel on YouTube If you like the recipe ,ખુબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ સરળ છે. નાના મોટા દરેક ને ભાવે છે. મેક્સિકન બુરીટો કેટલી જાત ના આવતા હોય છે. મેક્સિકન, રાજમા બુરીટો,પનીર મેક્સિકન બુરીટો પણ આજે આપણે   મેક્સિકન બુરીટો બનાવતા શીખીશું. તેમાં મેંદા ની રોટલી ઉપર પુલાવ રાખી ને તેનો રોલ કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Mexican Burrito Recipe In gujarati શીખીએ.

સાલસા બનાવવા માટેની સામગ્રી

  • 2 ટામેટા ના ટુકડા
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • ઓરેગાનો 1 ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • ખાંડ 3 ચપટી
  • લીલાં ધાણા ¼ કપ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઝીણી સુધારેલી લીલી ડુંગળી ના પાન 2 ચમચી

પુલાવ બનાવવાની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • ઝીણું સમારેલું લસણ 2 ચમચી
  • ડુંગળી ની સ્લાઈસ 1 કપ
  • ગ્રીન કેપ્સીકમ ની સ્લાઈસ ½ કપ
  • રેડ કેપ્સીકમ ની સ્લાઈસ ½ કપ
  • યેલો કેપ્સીકમ ની સ્લાઈસ ½ કપ
  • 2 ટામેટા ની પ્યુરી
  • જીરું પાવડર ½ ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ટાકો સિઝનિગ 1 ચમચી
  • કેચઅપ 3 ચમચી
  • બોઇલ સ્વીટ કોર્ન 1/2 કપ
  • બોઇલ કિડની બીન્સ ¼ કપ
  • બોઇલ બાસમતી ભાત ½ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઝીણી સુધારેલી લીલી ડુંગળી 2 ચમચી

દહી ની ચટણી બનાવવા ની સામગ્રી

  • દહી 1 કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ઝીણી સુધારેલી લીલી ડુંગળી 1 ચમચી
  • લેત્તુસ પાન 1
  • અવેકોડા ની સ્લાઈસ
  • ચીઝ
  • મેંદા ની રોટલી

મેક્સિકન બુરીટો બનાવવાની રીત | Mexican Burrito Recipe In gujarati

મેક્સિકન બુરીટો બનાવવાની રેસીપી મા સૌપ્રથમ આપણે સાલસા બનાવતા શીખીશું ત્યારબાદ પુલાવ બનાવતા શીખીશું અને પછી દહીં ની ચટણી બનવતા શીખીશું છેલ્લે  મેક્સિકન બુરીટો બનાવવા માટેની રીત જાણીશું.

સાલસા બનાવવાની રીત

સાલસા બનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા નાખો. હવે તેને એક થી બે વાર પીસી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઓરેગાનો, જીરું પાવડર, ખાંડ, લીલા ધાણા, લીંબુ નો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને દર દરુ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

Advertisement

હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સાલસા.

પુલાવ બનાવવાની રીત

મેક્સિકન બુરીટોમાટે પુલાવ બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

હવે તેમાં ડુંગળી ની સ્લાઈસ, ગ્રીન, રેડ અને યેલો કેપ્સીકમ ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ત્રીસ સેકન્ડ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને ફરી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં જીરું પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ટાકો સિઝનીગ અને  ટામેટા કેચઅપ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં બોઇલ સ્વીટ કોર્ન, બોઇલ કિડની બીન્સ, બોઇલ બાસમતી ભાત નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી પુલાવ ને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેને ફરીથી સરથી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

દહી ની ચટણી બનાવી લેશું.

દહી ની ચટણી બનાવવા માટે થીક દહી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુ નો રસ અને ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

મેક્સિકન બુરીટો બનાવવા માટેની રીત | Mexican Burrito banavani rit

મેક્સિકન બુરીટો બનાવવા માટે સૌથી પેહલા મેંદા ની રોટલી લ્યો. હવે તેની ઉપર લેત્તુસ નું પાન મૂકો. જે કોબી ના પાન જેવું હોય છે. હવે તેની ઉપર  બનવી ને રાખેલું સાલસા નાખો.

ત્યાર બાદ તેની ઉપર પુલાવ નાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલી દહી ની ચટણી નાખો. હવે તેની ઉપર અવેકાડો ની સ્લાઈસ મૂકો. હવે તેની ઉપર ચીઝ ને ગ્રેટ કરીને નાખો. હવે રોટલી ને રાઉન્ડ ઘુમાવતા એક રોલ બનાવી લ્યો. હવે તૈયાર છે આપણું મેક્સિકન બુરીટો.

હવે તેને વચ્ચે થી ચાકુ ની મદદ થી કટ કરો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. હવે તેને સોસ સાથે સર્વ કરો અને ટેસ્ટી મેક્સિકન બુરીટો ખાવાનો આનંદ માણો.

Mexican Burrito Recipe In gujarati notes

  • મેક્સિકન બુરીટોબનાવવા માટે મેંદા ની રોટલી મેંદા નું ધોલ બનાવી તેના ઢોસા બનાવીએ તે રીતે ઢોસા બનાવી તૈયાર કરવામાં આવે છે.

Mexican Burrito banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement