નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું હેલ્ધી મેક્સિકન સલાડ રેસીપી જે તમે ખુબજ સરળતા થી ઘરે બનાવી શકો છો, Mexican salad recipe in Gujarati.
મેક્સિકન સલાડ રેસીપી
મેક્સિકન સલાડ બનાવવા માટે નીચે મુજબ ની સામગ્રી જોઈશે.
- એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ ૨-૩ ચમચી
- જીનુ સુધારેલ ૪-૫ કણી લસણ
- ઓરેગાનો ૨ ચમચી
- સેકેલ જીરું નો અડધી ચમચી ભૂકો
- ચીલી ફ્લેક્સ પા ચમચી
- લીલા ધાણા ૨-૩ ચમચી સુધારેલા
- લીંબુ નો રસ ૨-૩ ચમચી
- અડધો કપ રાજમાં
- ટામેટા ૨
- મકાઈ ના દાણા ૧ કપ
- પાન કોબી/lettuce(સલાડ ની કોબી) ૨-૩ કપ
- એવોકાડો ૧
- લીલી ડુંગળી ૧ કપ
- સ્વાદ મુજબ મીઠું
Mexican salad recipe in Gujarati
મેક્સિકન સલાડ રેસીપી બનાવવા સૌ પ્રથમ એક વાટકી માં એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ ,લસણ ની કણી, લીલા ધાણા સુધારેલા,ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, જીરું નો પાવડર, લીંબુ નો રસ ને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
હવે એક વાસણમાં પાણી થી બરોબર સાફ કરી સુધારેલ પાન કોબી/lettuce(સલાડ ની કોબી) નાખો ત્યાર બાદ તેમાં એક રાત પલાળી ને જરૂર મુજબ પાણી ને મીઠું નાંખી બાફી રાખેલ રાજમાં, સુધારેલા ટામેટા, એવોકાડો ના કટકા નાખો ને તેમાં થોડું થોડું ઓલિવ ઓઇલ વાળુ મિશ્રણ નાખતા જઈ ને મિક્સ કરતાં રહો,
બધું બરોબર મિક્સ થાય પછી તેનો આનંદ માણો હેલ્ધી મેક્સિકન સલાડ રેસીપી Mexican salad recipe in Gujarati.
હેલ્ધી સલાડ રેસીપી વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi muthiya recipe in gujarati
કઢાઈ પનીર બનવાની રીત | kadhai paneer banavani rit | kadhai paneer recipe in gujarati
મેંદુ વડા બનાવવાની રીત | મેંદુ વડા રેસીપી | mendu vada banavani rit | mendu vada recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે