નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે મિલ્ક કેક બનાવવાની રીત શીખીશું. આમ તો મિલ્ક કેક હલવાઈ પાસે થી જ ખરીદતા હોઈએ છીએ પણ આજ આપણે ઘરે મિલ્ક કેક બનાવવાની રીત, milk cake banavani rit , milk cake recipe in gujarati, શીખીએ જે એકદમ સરળ છે જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.
મિલ્ક કેક બનાવવા જરૂરી સામગ્રી | milk cake banava jaruri samgri
- ફૂલ ક્રીમ દૂધ 2 કિલો
- ખાંડ 200 ગ્રામ
- લીંબુ નો રસ ¼ ચમચી
- ઘી 2-3 ચમચી
- કાજુ બદામ પિસ્તા ની કતરણ 2-3 ચમચી
મિલ્ક કેક બનાવવાની રીત | milk cake recipe in gujarati
મિલ્ક કેક બનાવવા સૌપ્રથમ એક જાડા તરીયા વાળી કડાઈ અથવા નોન સ્ટીક પેન માં દૂધ ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો (દૂધ તરીયા માં ચોંટે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું)
દૂધ ઉકળી ને અડધું થાય ત્યાં સુધી હલાવતા રહો ને દૂધ ને ઉકળતા રહો (ગેસ ને તમે સાંભળી શકો એમ ધીમા કે ફૂલ તાપે રાખવું )
જયારે દૂધ ઉકળી ને અડધું થાય એટલે એમાં લીંબુ નો રસ નાખો ને બરોબર હલવો (દૂધ માં લીંબુ નો રસ વધુ ના નાખવો નહિતર દૂધ ફાટી જસે ને પનીર બની જસે )
દૂધ માં લીંબુ નાખ્યા પછી હલાવતા રહો ને પા ભાગનું દૂધ રહે ત્યારે એમાં પચાસ ગ્રામ જેટલી ખાંડ નાખી હલાવો ને ખાંડ ને ઓગળી લ્યો
ત્યાર બાદ ફરી પચાસ ગ્રામ ખાંડ નાખો ને હલાવતા થી ઓગાળો ખાંડ ઓગળી જાય એટલે ફરી પચાસ ગ્રામ ખાંડ નાખી હલાવો ને ઓગાળો છે બાકી રહેલી ખાંડ નાંખી ને ઓગળી લ્યો (અહી એક સાથે બધી ખાંડ નથી નાખવા ની નહિતર મિલ્ક કેક માં બનતી દાણી નહિ બને )
બધી ખાંડ નાખી દીધા બાદ બે ત્રણ મિનિટ હલાવી ને મિશ્રણ થોડું ઘટ્ટ થવા દયો મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં ઘી નાખી મિક્સ કરો
હવે કેક ટીન કે કોઈ વાસણ ને ઘી થી બરોબર ગ્રીસ કરવો જેથી કેક ડી મોલ્ડ કરવા સમયે તકલીફ ના પડે
હવે મિલ્ક કેક ઘટ્ટ થઈ ને કડાઈ માંથી અલગ થવા લાગે અથવા ઘી છૂટું થાય એટલે ઘી થી ગ્રીસ કરેલ વાસણમાં નાખો ને ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટો ને ઢાંકી ને બિલકુલ ઠંડુ થવા દયો
ત્રણ ચાર કલાક પછી મિલ્ક કેક બિલકુલ ઠંડો થઈ જાય એટલે એને વાસણમાંથી કાઢી ને એના કટકા કરી લ્યો તો તૈયાર છે મિલ્ક કેક
મિલ્ક કેક બનાવતી વખતે દૂધ હલાવતા રહેવું ને લીંબુ નાખ્યા પછી હલાવતા રહેવું જરૂરી છે નહિતર એ ચોંટી જસે ને બરી જસે જેનો સ્વાદ સારો નહિ આવે
મિલ્ક કેક તૈયાર થઈ જાય ને એને ગ્રીસ કરેલ વાસણમાં નાખી ઢાંકી ને વાસણ ને કોઈ નેપકીન કે ટુવાલ માં વિટી દેશો ને બે કલાક પછી કઢસો તો બજાર જેમ જ બે અલગ અલગ રંગનો દેખાશે
milk cake banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દૂધીના ઢોસા બનાવવાની રીત સાથે ચટણી | dudhi na dosa banavani rit | dudhi dosa recipe in gujarati
વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | vej kolhapuri banavani rit | Vej kolhapuri recipe in gujarati
અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halva recipe in gujarati
દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે