મિલ્ક પાવડર ના પેંડા બનાવવાની રીત | milk powder na penda banavani rit | milk powder na penda recipe in gujarati

મિલ્ક પાવડર ના પેંડા બનાવવાની રીત - મિલ્ક પાવડર ના પેંડા રેસીપી - milk powder na penda - milk powder na penda banavani rit - milk powder na penda recipe in gujarati
Image credit – Youtube/Svadaniya
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Svadaniya YouTube channel on YouTube આજે આપણે મિલ્ક પાવડર ના પેંડા બનાવવાની રીત – milk powder na penda banavani rit શીખીશું. મીઠાઈ તો દરેક ને ખૂબ પસંદ આવતી હોય છે પણ આજકલ ખૂબ ભેળસેળ જોવા મળે છે તો ઘરે તહેવાર માં ઘરે બનાવેલ મીઠાઈ જ ખાઈએ અને મહેમાન ને પણ ખવરાવી શકાય છે ને આ પેંડા કોઈ પણ પ્રકારની મિલાવટ વગર ઘરે ખૂબ ઓછી મહેનતે તૈયાર કરી શકાય છે તો ચાલો જાણીએ milk powder na penda recipe in gujarati – મિલ્ક પાવડર ના પેંડા રેસીપી બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

મિલ્ક પાવડર ના પેંડા બનાવવા જરૂરી સામગ્રી | milk powder penda ingredients

  • મિલ્ક પાવડર 2 કપ
  • દૂધ ½ કપ
  • ઘી 3-4 ચમચી
  • ખાંડ ½ કપ
  • પિસ્તા ની કતરણ જરૂર મુજબ

મિલ્ક પાવડર ના પેંડા બનાવવાની રીત | milk powder na penda recipe in gujarati

પેંડા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં દૂધ અને ખાંડ નાખી ને મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો (અહી તમે પહેલેથી દૂધ ને મિલ્ક પાઉડર ને તપેલી માં મિક્સ કરી ને પણ નાખી શકો છો)

હવે ગેસ બંધ કરી નાખો ને કડાઈમાં થોડો થોડો મિલ્ક પાઉડર નાખતા જઈ હલાવતા રહો ધ્યાન રહે કે ગાંઠા ના પડે આમ બધો મિલ્ક પાઉડર દૂધ સાથે બરોબર ગાંઠા વગર મિક્સ કરી લ્યો ( અહી જો તમને એલચી નો સ્વાદ પસંદ હોય તો પા ચમચી એલચી પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો)

Advertisement

હવે ગેસ ફરીથી ચાલુ કરો ને દૂધ નું મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ છોડવા લાગે ત્યાં સુંધી ધીમા તાપે હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થઈ જાય ને કડાઈ મૂકે એટલે ગેસ બંધ કરી નાખો ને તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ માં ઘી લગાવી ને નાના નાના ગોળા વાળી ને ગોળ કરો હથેળી થી થોડું દબાવી લ્યો ને વચ્ચે પિસ્તા ની કતરણ મૂકી પ્લેટ માં મૂકતા જાઓ આમ બધા પેંડા તૈયાર કરી લ્યો ને સાવ ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી લ્યો યો તૈયાર છે મિલ્ક પેંડા

મિલ્ક પાવડર ના પેંડા રેસીપી  વિડીયો| milk powder na penda banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Svadaniya ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement