આજે આપણે એક મહારાષ્ટ્ર ની ખુબજ પ્રચલિત વાનગી મિસળ પાવ બનાવતા શીખીશું જે ખુબજ સરળતા થી તમારા ઘરે બની શકે છે તો ચાલો જોઈએ, મિસળ પાવ રેસેપી, Misal Pav Recipe in Gujarati.
Misal Pav Recipe in Gujarati
મિસળ પાવ બનાવવા જરૂરી સામાન
- અડધો કપ છીણેલું નારિયેળ
- એક કપ મઠ
- ૨ ચમચી આખા ધાણા
- ૭-૮ લાલ મરચા
- ૩-૪ ડુગરી સુધારેલી
- ૧ નાનો ટુકડો આદુ
- ૮-૧૦ લસણ ની કની
- ૫-૬ ચમચી તેલ
- ટમેટા સુધારેલા ૧-૨
- પા ચમચી હળદર
- રાઈ જીરું ૧ -૨ ચમચી
- મીઠો લીમડો ૧ ડાળી
- લાલ મરચા નો ભૂકો ૧ ચમચી
- ગરમ મસાલો ૧ ચમચી
- ગોળ ૧ ચમચી
- મીઠું સ્વાદાનુસાર
- પાણી જરૂર પ્રમાણે
- મિક્સ ફરસાણ
Misal Pav Recipe in Gujarati – મિસળ પાવ રેસેપી
સૌપ્રથમ મઠ ને બરોબર ધોઇ સાથી આઠ કલાક પાણીમાં પલાળી રાખો ત્યારબાદ પાણી નિતારી એક કપડામાં ટાઈટ બાંધી ને ગરમ જગ્યાએ એક રાત રાખી મૂકો જેથી મઠ ફણગી જાય પછી
ગેસ પર ધીમા તાપે એક કડાઈ મૂકી તેમાં છીણેલું નાળિયેર નાખી શેકો નારિયેળ બરોબર છે કઈ જાય ત્યારબાદ તેને અલગ વાડકામાં કાઢી તેજ કડાઈમાં આખા મરચા અને આખા ધાણા નાખી સેકી ને કાઢી લ્યો
તે કડાઈમાં જ એકથી બે ચમચી તેલ લઈ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલી નગરી અને આદું-લસણની કડી નાખી દેવી ત્યારબાદ ડુંગરી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં ટામેટા નાખી ફરી ટામેટાં ચઢી જાય ત્યાં સુધી શેકી લો,
હવે મિક્સર જારમાં ઠંડુ થયેલો ડુંગળી ટામેટા નું મિશ્રણ તેમજ શેકેલ નારીયલ તથા આખા મરચા અને ધાણા નાખી બરોબર પીસી સ્મુથ પેસ્ટ બનાવી લો.
ત્યાર પછી એક કૂકરમાં ફણગાવેલા મઠ લઈ તેમાં જરૂર મુજબનું પાણી નાખી હળદર તથા મીઠું નખી કુકર બંધ કરી ફુલ તાપે ૧ સીટી કરી ગેસ બંધ કરી નાખો અને કુકરમાંથી બધી જવા નીકળી જાય ત્યારબાદ કુકર ખોલી ને ચેક કરી લ્યો,
એક કડાઈમાં ચાર-પાંચ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખ્યા બાદ તેમાં મીઠો લીમડો નાખી તૈયાર કરેલો ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખો અને બરોબર તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવવું ત્યારબાદ તેમાં લાલ મરચાંનો ભૂકો ગરમ મસાલો નાખી શેકો.
પછી તેમાં બાફેલા મઠ નાખી ને જરૂર મુજબ પાણી ને મીઠું નખી ૧૦-૧૫ મિનિટ ઉભરો આવે ત્યાં સુધી ચડાવો તૈયાર મિસળ ને ગરમા ગરમ ફરસાણ ને ડુંગરી પાઉં સાથે પીરસો. તૈયાર છે, મિસળ પાવ રેસીપી – Misal Pav Recipe in gujarati.
રેસીપી વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મસાલા પાવ સાથે પાવભાજી રેસેપી | Pav Bhaji
વિડીયો: ઘરે બનાવો વડપાવ ક્વેસાડીલા(Vada pav Quesadilla)
પંજાબી સ્ટાઈલ નું પાલક પનીર રેસેપી – Palak Paneer Recipe
ઘરે બનાવો પંજાબી વેજ કોલ્હાપુરી(Veg Kolhapuri Recipe).
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે