મીઠા પૌવા બનાવવાની રીત | Mitha pauva banavani rit | Mitha pauva recipe in gujarati

મીઠા પૌવા બનાવવાની રીત - Mitha pauva banavani rit - Mitha pauva recipe in gujarati
Image credit – Youtube/Shruti's Cooking channel
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મીઠા પૌવા બનાવવાની રીત – Mitha pauva banavani rit શીખીશું. આ પૌવા ને તમે પ્રસાદી રૂપે બનાવી ને ભગવાન ને ભોગ ધરાવી શકો છો, do subscribe Shruti’s Cooking channel YouTube channel on YouTube If you like the recipe , અથવા અચાનક આવેલા મહેમાનો માટે એક ખૂબ સરળ, ઝડપી ને  ટેસ્ટી ને મીઠાઈ બનાવી ને ખવડાવી ખુશ કરી શકો છો તો ચાલો જાણીએ Mitha pauva recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મીઠા પૌવા બનાવવા જરૂરી સામગ્રી

  • પૌવા 2 કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • છીણેલો ગોળ 1 કપ
  • કાજુ ના કટકા 2 -3 ચમચી
  • કીસમીસ 2 ચમચી
  • તાજુ છીણેલું નારિયેળ ¾ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ઘી 4-5 ચમચી

મીઠા પૌવા બનાવવાની રીત | Mitha pauva recipe in gujarati

મીઠા પૌવા બનાવવા સૌપ્રથમ પૌવા ને ચારણી થી ચાળી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈ માં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા ને કીસમીસ ને શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ ગરમ ઘી માં પહેલા છીણેલું નારિયળ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ પૌવા નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો પૌવા બરોબર શેકાઈ જાય એટલે એમાં થોડુ થોડુ દૂધ નાખી મિક્સ કરી લ્યો આમ બધું દૂધ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ધીમા તાપે ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.

Advertisement

હવે પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી પૌવા ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો ને ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય ત્યાં સુંધી ધીમા તાપે મિક્સ કરતા રહો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો.

 ત્યાર બાદ એમાં એકાદ ચમચી ઘી, શેકી રાખેલ કાજુ કીસમીસ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ને સર્વ કરો મીઠા પૌવા.

Mitha pauva banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shruti’s Cooking channel ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આઈસક્રીમ કોન બનાવવાની રીત | Ice cream cone banavani rit

કાચા કેળા ની ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત | Kacha kela na french fries banavani rit

ડ્રાયફ્રુટ મઠો બનાવવાની રીત | Dry fruit matho banavani rit

પાનકમ બનાવવાની રીત | Panakam banavani rit | Panakam recipe in gujarati

ટમેટા રાઈસ બનાવવાની રીત | Tomato Rice banavani rit | Tomato Rice recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement