નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ પૌવા. આ મિક્સ વેજીટેબલ બટાટા પૌવા બનાવવાની રીત એકદમ સરળ છે અને જટપટ બની જશે, તો ચાલો જોઈએ ,બટાટા પૌવા બનાવવાની રીત, Mix vegetable batata poha recipe in Gujarati.
Mix vegetable batata poha recipe in Gujarati
મિક્સ વેજીટેબલ બટાટા પૌવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.
- પૌવા ૧ કપ
- બટાકા ૧-૨ સુધારેલા
- વટાણા અડધો કપ
- ગાજર ૧ સુધારેલ
- ડુંગળી ૧ (ઓપેશનલ)
- આદુ નો નાનો કટકો
- સીંગદાણા પા કપ
- લીલા મરચા ૨-૩ સુધારેલા
- લીલા ઘણા અડધો કપ
- મીઠા લીમડા ની એક દાડી
- રાઈ જીરું ૧ ચમચી
- તેલ ૨-૩ ચમચી
- પા ચમચી હળદર
- ખાંડ ૧-૨ ચમચી
- અડધા લીંબુ નો રસ
- હિંગ પા ચમચી
વેજીટેબલ બટાટા પૌવા બનાવવાની રીત
બટાટા પૌવા બનાવવા સૌ પ્રથમ પૌવા ને સાફ કરી પાણી થી બરોબર ધોઈ લ્યો ને વધારા નું પાણી કાઢી ને એક બાજુ મૂકો
હવે પૌવા બનવા ગેસ પર એક કડાઈ માં ૨-૩ ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને જીરું નાખો ત્યાર બાદ તેમાં હિંગ નાખો,
ત્યાર બાદ તેમાં મીઠો લીમડો ,સીંગદાણા, આદુ છીણેલું સુધારેલ ડુંગરી,લીલા મરચા નાખી ૩-૪ મિનિટ બરોબર સેકો,
ત્યાર બાદ તેમાં સુધારેલ બટાકા,વટાણા ને ગાજર નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી ૫-૭ મિનિટ ધીમા તાપે ચડવા ડ્યો બધું જ બરોબર ચડી જાય એટલે તેમાં પા ચમચી હળદર,ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
હવે તેમાં પૌવા નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ ને ખાંડ નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી ૪-૫ મિનિટ ધીમા તાપે ચડાવો,
ગેસ બંધ કરી લીલા ઘણા ને સેવ થી ગાર્નિશ કરી ગરમ ગરમ ગરમ પીરસો પૌવા.
મિક્સ વેજીટેબલ બટાટા પૌવા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Khushbu’s Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ક્રિસ્પી વેજીટેબલ કટલેસ બનાવવાની રીત | Vegetable cutlet recipe in Gujarati
કાઠીયાવાડી બટાકા વડા બનાવવાની રીત | Batata Vada Recipe in Gujarati
મસાલા પાવ સાથે પાવભાજી રેસેપી – Pavbhaji recipe in Gujarati(Opens in a new browser tab)
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે