મિક્સ વેજીટેબલ સૂપ બનાવવાની રીત | mix vegetable soup banavani rit

મિક્સ વેજીટેબલ સૂપ બનાવવાની રીત - mix vegetable soup recipe in gujarati - mix vegetable soup banavani rit
Image credit – Youtube/Skinny Recipes
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Skinny Recipes YouTube channel on YouTube આજે આપણે મિક્સ વેજીટેબલ સૂપ બનાવવાની રીત – mix vegetable soup banavani rit, mix vegetable soup recipe in gujarati  શીખીશું. સૂપ આપણે બહાર હોટલ કે લગ્ન પ્રસંગમાં ખૂબ પીતા હોઈએ છીએ આજ આપણે બહાર જેવો જ વેજીટેબલ સૂપ ઘર ખૂબ સરળ રીત બનાવતા શીખીશું વેજીટેબલ સૂપ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા જરૂરી સામગ્રી | mix vegetable soup banava jaruri samgri

  • લીલા વટાણાના દાણા ¼ કપ
  • પાનકોબી ઝીણી સુધારેલી ¼ કપ
  • ફુલાવર/બ્રોકલી ઝીણી સુધારેલી ¼ કપ
  • બીન્સ ઝીણી સુધારેલી ¼ કપ
  • ગાજર ઝીણા સુધારેલ ¼ કપ
  • કેપ્સીકમ ઝીણા સુધારેલ ¼ કપ(લાલ ,લીલા , પીળા જે કેપ્સીકમ તમારા પાસે હોય તે નાખી સકો)
  • મકાઈ દાણા ¼ કપ
  • લસણ ની કણી સુધારેલ 2 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલું મરચું સુધારેલ 1
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ/ ઘી 1-2 ચમચી

મિક્સ વેજીટેબલ સૂપ બનાવવાની રીત  | mix vegetable soup recipe in gujarati

 વેજીટેબલ સૂપ બનાવવા સૌ પ્રથમ બધાજ શાક ને પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ કપડા થી કોરા કરી લેવા ને અલગ અલગ ઝીણા સુધારી લેવા (શાક તમારી પાસે જે હોય તે લઈ શકો છો)

એક વાટકામાં બે ચમચી કોર્ન ફ્લોર લઈ એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરો

Advertisement

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ મુકો એમાં તેલ /ઘી નાખો ગેસ મીડીયમ તાપ કરી નાખો ત્યાર બાદ એમાં ઝીણું સુધારેલ લસણ નાખો ને ગોલ્ડન જેવું શેકો ત્યાર બાદ એમાં આદુ છીણેલું ને લીલા મરચા નાખી એક બે મિનિટ શેકો

હવે એમાં ઝીણા સુધારેલ ગાજર, બિન્સ, વટાણા દાણા, પાનકોબી, ફુલાવર, મકાઈ ના દાણા,  નાખી મિક્સ કરો ને પાંચ સાત મિનિટ શેકો ત્યાર બાદ એમાં કેપ્સીકમ નાખી મિક્સ કરો હવે એમાં ચાર પાંચ કપ પાણી નાખી મિક્સ કરો ને ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે ઢાંકણ ઢાંકી  પાંચ મિનિટ ઉકળવા દયો

ત્યારબાદ ઢાંકણ ખોલી એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં કોર્ન ફ્લોર ની જે મિશ્રણ તૈયાર કરેલ તે હલાવી ને નાખો ને સૂપ માં બરોબર મિક્સ કરો

છેલ્લે વેજીટેબલ સૂપ માં લીલા ધાણા ને લીંબુ રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો

mix vegetable soup banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુંદ ના લાડુ બનાવવાની રીત રેસીપી| Gund na ladu banavani rit | Gund Ladu recipe in gujarati | Gund na ladoo

તલ નો ગજક બનાવવાની રીત રેસીપી | tal no gajak banavani rit | tal no gajak recipe in gujarati

કુકરમાં પુલાવ બનાવવાની રીત | પુલાવ બનાવવાની રીત | pulao banavani rit | pulav recipe in gujarati

મૂળા ના મુઠીયા બનાવવાની રીત | મૂળા ના મુઠીયા રેસીપી | mula na muthiya banavani rit | mula na muthiya recipe in gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement