
નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મિક્સ વેજ રાયતું જે ઘર ના દરેક સભ્ય ને પસંદ આવશે, હેલ્ધી અને સ્વાદિષ્ટ મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત ,Mix vej raita recipe in Gujarati.
હેલ્ધી અને સ્વાદિષ્ટ મિક્સ વેજ રાયતું
મિક્સ વેજ રાયતું બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે
- દહીં ૩-૪ કપ
- ક્રીમ ૧-૨ ચમચી
- ડુંગરી ૧(ઓપસ્નલ)
- ટામેટા ૧
- કાકડી ૧
- ગાજર ૧
- લીલા ધાણા અડધો કપ
- ચાર્ટ મસાલો ૧ ચમચી
- સંચળ અડધી ચમચી
- લાલ મરચા નો ભૂકો અડધી ચમચી
- લીલા મરચા ૨-૩
- સેકેલા જીરું નો ભૂકો ૧ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Mix vej raita recipe in Gujarati
મિક્સ વેજ રાયતું બનાવવા સૌ પ્રથમ કાકડી, ટમેટા, ગાજર, ડુંગરી,લીલા મરચા, લીલા ધાણા ને બરોબર ધોઈ સાફ કરી જીણા જીણા સુધારી લ્યો ને એક બાજુ મૂકો
ત્યાર બાદ એક વાસણમાં ઠંડુ દહીં લ્યો દહીં ને ફેટી લ્યો ત્યાર બાદ તેમાં ક્રીમ નાખો જેથી રાયતા માં ક્રીમી લાગે ત્યાર બાદ તેમાં જીના સુધારેલા ગાજર , ટમેટા, લીલા મરચા, લીલા ધાણા, ડુંગરી, કાકડી નાખી બરોબર મિક્સ કરો,
ત્યાર બાદ એમાં સેકેલ જીરું નો ભૂકો, સ્વાદ મુજબ મીઠું, સંચળ,ચાર્ટ મસાલો ને લાલ મરચા નો ભૂકો નાખી બરોબર મિક્સ કરો ને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરો ને જમવા સાથે ઠંડુ ઠંડુ પીરસો,
તેમજ જો તમે કંઈ લો ફેટ જમવા માંગતા હો કે ડાયટ કરતા હો તો આ રાયતું ઘણું ઉપયોગી થાય છે મિક્સ વેજ રાયતું.
Mix vej raita recipe video
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
નવી રીતે આલું પરોઠા બનાવવા ની રીત | Allo Paratha With rayta
મિક્સ વેજીટેબલ બટાટા પૌવા બનાવવાની રીત |Mix vegetable batata poha
વેજ પફ બનાવવાની રીત | Vej Puff Recipe in Gujarati
પંજાબી વેજ કોલ્હાપુરી બનાવવા ની રીત | Vej kolhapuri Recipe
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે