મોદક બનાવવાની રીત | modak banavani rit | modak recipe in gujarati

મોદક બનાવવાની રીત - modak banavani rit - modak recipe in gujarati
Image credit – Youtube/Let's Cook
Advertisement

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Let’s Cook YouTube channel on YouTube આજે આપણે મોદ મોદક બનાવવાની રીત – modak banavani rit શીખીશું. મોદક ગણપતિ ને અતિપ્રિય છે ગણેશ ચતુર્થી આવી રહી છે તો આ વખતે ગણપતિ ને ઘરે તૈયાર કરેલ મોદક નો પ્રસાદ તૈયાર કરી ચાલો Modak ladu banavani rit – modak recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મોદક બનાવવા જરૂરી સામગ્રી | modak ingredients

  • છીણેલું નારિયેળ 2 કપ
  • છીણેલો ગોળ 1 કપ
  • એલચી પાઉડર 1 ચમચી
  • પાણી 1 કપ અથવા જરૂર મુજબ
  • દૂધ 1 કપ
  • ચોખાનો લોટ 2 કપ
  • ઘી 2-3 ચમચી
  • કેસરના તાંતણા 10-12

મોદક બનાવવાની રીત | modak recipe in gujarati

મોદક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં છીણેલું નારિયેળ નાખી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં છીણેલ ગોળ નાખી ને મિક્સ કરી ધીમા તાપે હલાવી ને મિક્સ કરી લ્યો અને એલચી પાઉડર નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ એક વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

હવે ગેસ પર એક કડાઈમાં પાણી અને દૂધ ગરમ કરવા મૂકો અને ઉકળે ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો અને એમાં ચાળી ને ઉકળતા દૂધમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાવ ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો ને બે મિનિટ પછી ઢાંકી ને આઠ દસ મિનિટ રહેવા દયો

Advertisement

દસ મિનિટ પછી એક મોટા વાસણમાં કાઢી હાથ ભીના કરીને લોટ બાંધો ને જરૂર લાગે તો બે ચમચી પાણી નાખી સમૂથ લોટ બાંધો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ને ભીના કપડા ને નીચોવી ને એના પર ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો

હવે ફરી એક ચમચી ઘી નાખી લોટ ને મસળી લ્યો ને એના નાના નાના લુવા કરી લ્યો અને વેલણ વડે વણી લ્યો ને એમાં એક ચમચી નારિયળ નું પૂરણ ભરી લ્યો ને હાથ થી કે મોદક ના સંચા થી મોદક નો આકાર આપી દયો આમ બધા જ મોદક ને વણી ને પૂરણ ભરી મોદક બનાવી તૈયાર કરી લ્યો

હવે ઢોકરીયા બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો વચ્ચે કાંઠો મૂકી દયો ને તૈયાર કરેલ મોદક ચારણી માં મૂકી એના પર  એક બે કેસર ના તાંતણા મૂકી દસ પંદર મિનિટ બાફી લ્યો પંદર  મિનિટ પછી ઢાંકણ ખોલી મોદક કાઢો ને ઉપર પિગડેલું ઘી નાખી ને ગણપતિ ને પ્રસાદ ધરાવી દયો તો તૈયાર છે મોદક.

modak banavani rit | Modak ladu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Let’s Cook ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement