લાઈવ મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit

લાઈવ મોહનથાળ બનાવવાની રીત - mohanthal banavani rit - mohanthal recipe Gujarati
Image – Youtube/Kitchen kraft
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું લગ્ન પ્રસંગે બનતો લાઈવ મોહનથાળ બનાવવાની રીત, mohanthal banavani rit, mohanthal recipe Gujarati.

મોહનથાળ બનાવવાની રીત

  • કરકરો ચણાનો લોટ ૨ કપ
  • ઘી ૧ કપ
  • ખાંડ ૧ કપ
  • દૂધ પા કપ
  • એલચી પાવડર ૧ ચમચી
  • મિક્સ ડ્રાય ફ્રુટ પા કપ

Mohanthal recipe Gujarati

મોહનથાળ બનાવવા સૌ પ્રથમ ધાબો આપવા એક વાસણમાં ચણા નો કરકરો લોટ( ચણા નોલોટ / બેસન) લયો ,હવે એમાં ૨-૩ ચમચી પિગડેલું ઘી નાખો ને સાથે સાથે ૨-૩ ચમચી દૂધ નાખી બને હાથ વડે બરોબર મિક્સ કરો ને મિક્સ કરેલા લોટ ને ૧૫-૨૦ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દયો

ત્યારબાદ ૧૫-૨૦ મિનિટ પછી ધાબો આપેલ લોટ ને કા તો મિક્સર જાર માં પીસી લયો કા તો લોટ ચારવા ની ચારણી વડે ચારી લ્યો,હવે ગેસ પર ધીમા તાપે એક જાડા તરીયા વાળી મોટી કડાઈ લ્યો એમાં એક કપ ઘી નાખો ત્યાર બાદ એમાં પીસેલી ધાબા વાળો લોટ નાખો ને ધીમે તાપે હલાવતા રહો ને ગોલ્ડન થાય ત્યાં સુંધી સેકો,

Advertisement

ત્યાં બાદ એમાં ૧-૨ ચમચી દૂધ છાંટી ને મિક્સ કરો ને હલાવતા રહો મિશ્રણ માં ઉભરો આવેલ બેસી જાય ,ત્યાર બાદ બીજી વાર ૧-૨ ચમચી દૂધ છાંટો ને ફરી બરોબર હલાવો ને ઉભરો આવે એ બેસી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને હલાવતા રહો જ્યાં સુંધી થોડું ઠંડું થાય ત્યાં સુંધી અથવા બીજા વાસણમાં કાઢી લ્યો

હવે ચાસણી બનાવવા ગેસ પર બીજા વાસણમાં એક કપ ખાંડ ને એક કપ પાણી નાખી મિક્સ કરી ફૂલ તાપે હલાવી ચાસણી બનાવવા મૂકો, તેમાં એલચી નો ભૂકો ને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી જો લાઇવ મોહનથાળ બનાવવો હોય તો ચાસણી સેજ ઘટ્ટ થાય ને હાથ પર ચિકાસ વાળી લાગે એટલે ગેસ બંધ કરી દયો

જો મોહનથાળ ના પીસ કરવા હોય તો એક તાર ની ચાસણી બનાવવી ને તૈયાર કરો ,હવે શેકેલા લોટ નો ફરી ધીમો ગેસ ચાલુ કરી તેમાં તૈયાર કરેલી ચાસણી નાખી ૩-૪ મિનિટ હલાવતા રહો,

તેમાં ૫-૭ ચમચી મિક્સ ડ્રાય ફ્રુટ નાખી ને મિક્સ કરો ને હલાવતા રહો તે થોડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો ઉપર થી મિક્સ ડ્રાય ફ્રુટ છાંટી ગાર્નિશ કરો ,જો તમારો મોહનથાળ ના કટકા કરવા હોય તો એક તાર ની ચાસણી કરેલી મિશ્રણ માં મિક્સ કરો,

તેમાં થોડા ડ્રાય ફ્રુટ નાખો ને ૪-૫ મિનિટ ધીમા તાપે હલાવતા રહો ને તૈયાર મિશ્રણ ને એક થાળી માં પાથરી નાખો ઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ગાર્નિશ કરો, મનગમતા આકાર માં ચાકુ વડે કટકા કરી ઠંડા ૪-૫ કલાક થવા દયો બિલકુલ ઠંડા થઇ જાય પછી તેના કટકા કાપી મજા માણો મોહનથાળ.

Mohanthal banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen kraft ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement