ઘરે આ રીતે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા – Muda na muthiya

muda na muthiya recipe in Gujarati - મૂળા ના મુઠીયા રેસીપી - muda na muthiya ingredients
Image - Youtube - FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા જે ઘર ની દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ આવશે, મૂળા ના મુઠીયા રેસીપી – Muda na muthiya recipe in Gujarati

મૂળા ના મુઠીયા રેસીપી

મુઠીયા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે 

  • ૧-૨ મૂળા પાંદડા સાથે
  • પા કપ લીલુ લસણ ઝીણું સુધારેલું
  • ૨  ચમચી આદુ છીણેલું
  • ૧-૨ લીલા મરચાં સુધારેલ
  • પા કપ લીલા ધાણા સુધારેલ
  • પા કપ ચણા નો લોટ
  • પા કપ ચોખા નો લોટ
  • પા કપ કરકરો ઘઉં નો લોટ
  • ૧ કપ ઘઉં નો લોટ
  • ૨ ચમચી ખાંડ
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચાનો પાવડર
  • અડધી ચમચી હિંગ
  • ૩-૪ ચમચી તલ
  • ૪-૫ ચમચી તેલ
  • ૧ લીંબુ નો રસ
  • ૧ ચમચી બેકિંગ પાવડર
  • ૧ ચમચી રાઈ જીરું
  • ૧ દાડી મીઠો લીમડો

Muda na muthiya recipe in Gujarati

muthiya બનાવવા સૌપ્રથમ મૂળને પાણીમાં બરોબર ધોરી સાફ કરી લો તેના પાનને પણ બરોબર ધોઇ સાફ કરી લો ત્યારબાદ મૂળાને છીણી વડે છીણી લો તેમજ તેના પાન ને ઝીણા સમારી લો ત્યાર બાદ એક વાસણમાં સુધારેલ સુધારેલ મૂળા ના પાન ને છીણેલું મૂળા ને નાખો

હવે તેમાં આદુની પેસ્ટ ,ચણાનો લોટ ,ચોખાનો લોટ ,ઘઉંનો લોટ, ને લાલ મરચાંનો ભૂકો,ધાણા જીરું નો ભૂકો, હળદર, છીણેલું આદુ, સ્વાદ પ્રમાણે મીઠું એક મરચું સુધારેલું, ૧ લીંબુ નો જ્યુસ, ૧ ચમચી તલ, અડધી ચમચી હિંગ, ૨ ચમચી ખાંડ નાખી છેલ્લે તેમાં એક ચમચી બેકિંગ પાવડર નાખી બરોબર મિક્સ કરો

Advertisement

મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો બાંધેલા લોટને એક બાજુ મૂકી દયો

મૂળા ના મુઠીયા બનાવવા હવે ગેસ પર એક મોટું વાસણ મૂકી તેમાં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી કાંઠો રાખી ઢાંકણ ઢાંકી પાણીને ઊકળવા દો પાણી ઉકળી જાય એટલે તેમાં ચારણીમાં તે લગાડી બાંધેલા લોટમાંથી નાના નાના લાંબા રોલ બનાવી ચારણી માં મૂકવા

ચારણી ને ઉકળતા પાણી માં રાખેલ કાંઠા પર મૂકી ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ ચડવા દો મુઠીયા બરોબર ચડી જાય એટલે તેની ગેસ પરથી ઉતારી ઠંડા થવા એક્સાઇડ મૂકી દો મુઠીયા ઠંડા થાય એટલે તેના નાના ટુકડા કરી નાખો

ત્યાર પછી ગેસ માથે એક કડાઈ મૂકી તેમાં ત્રણ ચાર ચમચી તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું ઉમેરો રાઈ જીરુ તતડે એટલે તેમાં હિંગ નાખી તેમાં લીલો લીમડો નાખો ને ત્યાર બાદ  ૧-૨  સુધરે લીલા મરચા ને તલ નાખી વઘાર તૈયાર કરો

 ત્યાર બાદ તેમાં તૈયાર મૂળા ના મુઠીયા ના કટકા ને નાખો ને બરોબર મિક્સ કરો ને ત્યાર બાદ ૧-૨ ચમચી ખાંડ નાખી બરોબર મિક્સ કરી ૨-૩ મિનિટ ચડવા દાઈ છેલ્લે તેને લીલા ધાણા થી સજાવી ગરમ ગરમ લીલી ચટણી સાથે પીરસવા.

Muda na muthiya Video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બાજરી ગુંદર ની રાબ બનાવવાની રીત | bajri gundar ni rab banavani rit

ગાજર નો હલવો બનાવવાની રીત | gajar no halvo banavani rit | gajar halva recipe in gujarati

ટર્કીસ બ્રેડ બનાવવાની રીત

પનીર ટીક્કા રૂમાલી રોલ બનાવવાની રીત | paneer tika rumali rol recipe in gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement