સ્વાદિષ્ટ મૂળા ના પરોઠા રેસીપી

muda na paratha recipe in Gujarati - mooli paratha recipe in Gujarati - મૂળા ના પરોઠા
Image - Youtube/ Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મૂળા ના પરાઠા, મૂળા ના પરોઠા , muda na paratha recipe in Gujarati, Mooli paratha recipe in Gujarati.

મૂળા ના પરાઠા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • ૨ કપ ઘઉં નો લોટ
  • ૧-૨ મૂળા
  • ૧-૨ મરચા
  • ૧ નાનો ટુકડો આદુ
  • ૧ ચમચી લાલ મરચા નો પાવડર
  • ૧ ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર પ્રમાણે તેલ/ઘી

Mooli paratha recipe in Gujarati

સૌ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લેવો ને છેલ્લે થોડું તેલ લગાડી ઢાંકી ને એક બાજુ મૂકી દયો

હવે મૂળા ને પાણી મા બરોબર ધોઈ ને છાલ ઉતરી લ્યો ને છીણી વડે છીણી લ્યો ને મૂળા ના  કાચા કાચા પાંદ લઈ ને જીના જીના સુધારી લેવા હવે છીણેલા મૂળા ને પાંદ માં જરૂર પ્રમાણે મીઠું ,અજમો,લાલ મરચા નો ભૂકો, આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી ૧૦-૧૫ મિનિટ એક બાજુ મૂકી દેવા

Advertisement

૧૫ મિનિટ  પછી હાથ વડે અથવા મલમલ ના કપડા વડે મૂળા નું બધું જ પાણી નીચોવી લઈ એક વાસણ માં લઇ ફરી સ્વાદ મુજબ જરૂરી લાગે એટલું મીઠું ને ૨-૩ ચમચી ઘઉં નો લોટ નાખી મિક્સ કરી તૈયાર કરી લ્યો તો તૈયાર છે મૂળા નું પૂરણ.

હવે મૂળા ના પરોઠા બનાવવા લોટ માંથી જરૂર મુજબ ના લુવા બનાવી લ્યો ને જેમ આલુ પરોઠા માં આપણે પૂરણ ભરીએ તેમ લુવા માં મૂળા નું પૂરણ ફૂલ ભરી હલકા હાથે કોરો લોટ લઈ થોડો મોટો મોટો વની લ્યો ને ગેસ પ્ર તવી ગરમ કરી તેમાં તૈયાર પરોઠો બને બાજુ થોડો થોડો સેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાડી ને  સેકી લ્યો

આમ બધા જ પરાઠા બનાવી તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ મૂળા ના પરોઠા નો સ્વાદ માણો,મૂળા ના પરાઠા , muda na paratha recipe in Gujarati,Mooli paratha recipe in Gujarati.

મૂળા ના પરાઠા રેસીપી વિડીયો

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement