નગોડ ના ફાયદા | નગોડ નો ઉપયોગ | Nagod na fayda ane Nagod no upyog

નગોડ ના ફાયદા - નગોડ નો ઉપયોગ - Nagod na fayda - Nagod no upyog - nagod tree benefits in gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ નગોડ વિશે માહિતી જેમાં નગોડ ના ફાયદા અને નગોડ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવામાં રીત , nagod na fayda, nagod tree benefits in gujarati, nagod no upyog upchar ma karvani rit.

નગોડ | Nagod

કુદરતે આપણને અનેક જડીબુટ્ટી આશીર્વાદ સ્વરૂપે આપેલી છે. બસ આપણે તેનો સાચી રીતે ઉપયોગ કરતા ભૂલી ગયા છીએ અને આપણને તે આશીર્વાદ રૂપી ઔષધિઓની જાણકારી નથી હોતી. આજે આપને એક એવી ઔષધી વિષે વાત કરવાના છીએ જે વાયુના વિકારો, માથાના દુખાવામાં, સંધના દુખાવામાં, વગરે અનેક રોગોમાં કરી શકાય છે. તે જડીબુટ્ટી છે “નગોડ”.

નગોડ નો ઉપયોગ અનેક શારીરિક સમસ્યાઓના નિવારણ માટે કરવામાં આવે છે. નગોડનું ઝાડ બધે જાણીતું છે. તેનું ઝાડ ૧૫ થી ૨૦ ફૂટ ઉચું થાય છે. તેના ઝાડ પર આખું વર્ષ ફૂલ તેમજ ફળ આવે છે. તેના ફૂલ સફેદ ભૂરા રંગના હોય છે, તેના પાંદ લાંબા આગળથી અણીદાર ઉપરથી લીલા પણ પાછળથી સફેદ હોય છે. તે વાયુના વિકારો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

Advertisement

પ્રસુતા સ્ત્રીઓને તેના ઉકાળેલા પાણીના સ્નાન કરવામાં આવે તો તેનું શરીર સ્ફૂર્તિ વાળું બને છે. માથાના દુખાવા પર તેના બાફેલા પાનની લુગદી બાંધી શકાય છે. તેથી ફાયદો થાય છે. જો સાંધાનો દુખાવો થયો હોય કે વા થી હાથ પગ પકડાઈ ગયા હોય તો નાગોળના પાન, અરડૂસીના પાન, અને નીલગીરીના પાનની વરાળ અથવા સ્ટીમ બાથ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

નગોડ ની સેવન ની માત્રા :-

નગોડના પાન નો રસ ૧૦ થી ૨૦ મિલીલીટર, મૂળ ના છાલનું ચૂર્ણ ૧ થી ૩ ગ્રામ, બી અને ફળનો ચૂર્ણ ૩ થી ૬ ગ્રામ લઇ શકાય છે. નગોડ ની તાસીર ગરમ હોય છે.

નગોડ ને કઈ રીતે ઓળખવી :-

નગોડ સફેદ,લીલા અને કાળા એમ અલગ અલગ રંગ ના ફૂલો વાળી થાય છે. તેની ઘણી બધી પ્રજાતિઓ ઉપલબ્ધ્ધ છે, પરંતુ નીલો અને સફેદ તેના બે મુખ્ય પ્રકાર છે. પાંદડા ના આધારે નગોડ ની બે પ્રજાતિઓ છે. Vitex negundo linn.  નામની જાતમાં પાંચ પાંદડા અને ત્રણ પાંદડા જોવા મળે છે. Vitez trifolia linn. નામની પ્રજાતિમાં ફક્ત ત્રણ જ પાંદડા હોય છે.

માથાના દુખાવામાં નગોડ ના ફાયદા | Nagod na fayda mathana dukhavama :-

માથાના દરેક પ્રકારના દુખાવામાં નગોડ નો ઉપયોગ કરવામાં આવે છે. નગોડના ફળના ૨-૪ગ્રામ ચૂર્ણને દિવસમાં ૨-૩ વાર મધ સાથે ચાટવાથી ફાયદો થાય છે.

માથું ખુબ જ દુખતું હોય ત્યારે નગોડના પાંદડા ને પીસીને તેનો લેપ કાપડ પર કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

નગોડ, સિંધા નમક, સુંઠ, દેવદારુ, સરસીયા, આકડાના બીજ આ બધું લઇ તેને જરૂરીયાત મુજબ નું ઠંડુ પાણી નાખીને પીસી લો અને નાની નાની ગોળી બનાવી લો. આ ગોળીને ઘસીને કાપડ પર લેપ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

મોઢાના ચાંદા માં નગોડ નો ઉપયોગ | Nagod no upyog modha na chandama:-

નગોડના પાંદડા ને પાણીમાં ઉકાળીને તે પાણીથી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદામાં ત્વરિત ફાયદો થાય છે.

નગોડ નું તેલ લઈને તેને મોઢા, જીભ, તથા હોઠ પર લગાવવાથી અને તે તેલ ને નવશેકા પાણીમાં નાખીને તેના કોગળા કરવાથી મોઢાના છાલા અને હોઠ ફાટ્યા હોય તો તેમાં પણ ખુબ જ રાહત મળે છે.

પેટના રોગોમાં નગોડ નો ઉપયોગ | Nagod no upyog pet na rogoma:-

પેટના દરેક પ્રકારના દર્દમાં નગોડ નો ઉપયોગ કરવામાં આવે છે. ૧૦ મિલી નગોડ ના પાંદડા ના રસમાં ૨-૩ કાળા મરી અને અજમો નાખીને સવાર સાંજ સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. પેટના દર્દો ઠીક થઇ જાય છે અને પેટમાં ભરેલો ગેસ છૂટો થઇ જાય છે.

લીવરના રોગોમાં નગોડ ના ફાયદા | Nagod na fayda liver na rogoma :-

ટાઈફોઈડના તાવમાં, લીવર માં સોજા આવી ગયા છે તો બે ગ્રામ નગોડના પાંદડા ને સુકવીને તેનો ભુક્કો બનાવીને તે ભૂકામાં ૧ ગ્રામ હરડે તથા ૧૦ મિલી ગૌમૂત્ર મિલાવીને લેવાથી ફાયદો થાય છે.

૨ ગ્રામ નગોડ ના ચૂર્ણમાં કાળી કુટકી તથા ૫ ગ્રામ રસોત મિલાવીને સવાર સાંજ લેવાથી ખુબ જ ફાયદો થાય છે.

સુજાકમાં નગોડ નો ઉપયોગ | Nagod no upyog :-

સુજાક ના શરૂઆતમાં જ નગોડના પાંદડા નો ઉકાળો બનાવીને પીવાથી ખુબ જ લાભ થાય છે.

પેશાબ બંધ થઇ ગયો હોય તેવા દર્દીઓએ ૨૦ ગ્રામ નગોડ ને ૪૦૦મિલી પાણીમાં ઉકાળીને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. આ ઉકાળો ૧૦-૨૦ મિલીની માત્રામાં દિવસમાં ત્રણ વખત પીવાથી પેશાબ ની આ સમસ્યા મટી જાય છે.

સાઈટીકા અને સંધી-વા માં નગોડ ના ફાયદા :-

નગોડ ના મુળિયા ને ૧૦-૨૦ મોળી જેટલા લઈને તેમાં તલ નું તેલ મિલાવી સેવન કરવાથી દરેક પ્રકારના સંધના રોગોમાં રાહત મળી જાય છે. નગોડ નો ૫-૧૦મિલી રસ લઈને તેના જેટલું  એરંડિયું તેલ નાખીને સેવન કરવાથી પણ લાભ થાય છે.

ચામડીના રોગોમાં નગોડ નો ઉપયોગ :-

શરીર પર ફોડલા થયા હોય તો ૧૦-૨૦ મિલી નગોડના પાંદડા નો રસ કાઢીને તે પીવાથી અને તેના પાંદડા નો સેક ફોડલા પર કરવાથી નારં રોગ મટી જાય છે.

નગોડ ના મુળિયા અને તેના પાંદડાનું બનેલું તેલ લગાવવાથી જુના ઘાવ, ખંજવાળ, એક્ઝીમાં, વગેરે ચામડીના દર્દોમાં રાહત મળે છે.

દાદર થઇ હોય ત્યાં નગોડ ના પાંદડા ને ઘસીને તેનો લેપ લગાવવાથી તરત જ લાભ થાય છે.

નગોડ ના પાંદડા અને મૂળીયા ને તલ ના તેલમાં પકવીને એ તેલ ની માલીશ શરીર પર કરવાથી કોઢ મટી જાય છે, નાસૂર માં ફાયદો થાય છે, ગઠીયા વા માં લાભ થાય છે.

તાવમાં નગોડ નો ઉપયોગ  :-

નગોડ ના ૨૦ ગ્રામ પાંદડા ને ૪૦૦મિલી પાણીમાં ઉકાળીને તેમાં પીપરી મૂળ નું ચૂર્ણ નાખીને ઉકાળો પીવાથી નીમોનીયા તાવમાં મટે છે.

તાવ આવ્યો હોય ત્યારે ૧૦ ગ્રામ નગોડ ના પાંદડા ને ૧૦૦ મિલી પાણીમાં ઉકાળીને લેવાથી તાવ મટી જાય છે.

મેલેરિયા તાવ માં અને ઠંડીને કારણે આવી જતા તાવ માં શરીર ઝકડાઈ જાય છે તો નગોડના તેલ ની માલીશ છાતી પર કરવાથી ફાયદો થાય છે.

ગળાના રોગમાં નગોડ નો ઉપયોગ | Nagod no upyog gala na rogma:-

નગોડના પાંદડાનો બનાવેલો ઉકાળો પીવાથી અને તેના કોગળા કરવાથી ગળાનો દુઃખાવામાં રાહત મળે છે.

નગોડ ના તેલ ને નવશેકા પાણીમાં નાખીને તે પાણીના કોગળા કરવાથી ગળાના દુખાવા, કાકડા(ટોન્સિલ) થયા હોય તો તેમાંઝાડપ થી રાહત મળી જાય છે.

નગોડ ના મુળિયા ને પાણી સાથે પીસીને તેના ૧-૨ ટીપાં નાકમાં નાખવાથી ગળામાં થયેલી ગાઠનો રોગ મટી જાય છે.

શરીર પરના સોજામાં નગોડ નો ઉપયોગ | Nagod no upyog soja ma:-

અંડકોષો માં થએલા સોજા, સાંધા માં આવેલા સોજા આમવાત, વગેરેમાં નગોડ ના પાંદડા ને પીસીને ગરમ કરીને તેનો લેપ કરવાથી સોજા ધીમે ધીમે ઓછા થઇ ને મટી જાય છે અને તેના દ્વારા થતી પીડા પણ શાંત થઇ જાય છે.

વાત્ત રોગમાં નગોડ ના ફાયદા | Nagod na fayda vat na rogma:-

શ્વાસ ચડવો, ઉધરસ થઇ જવી અને ઠંડી માં વાત રોગ થયો હોય ત્યારે ૧૦ ગ્રામ નગોડ પીસીને તેમાં ગૌમૂત્ર નાખીને સેવન કરવાથી લાભ થાય છે.

નગોડ અને મીઠા તેલ વડે બનાવેલું તેલ ની માંલીશ્કાર્વાથી દરેક પ્રકારના વાત્ત રોગોમાં ફાયદો થાય છે.

હાઈ બ્લડ પ્રેશર માં નગોડ ના ફાયદા | Nagod na fayda hai blood presurema :-

૧૦ ગ્રામ લસણ, ૧૦ ગ્રામ નગોડ, ૧૦ ગ્રામ સુંઠ લઈને તેને ૪૦૦મિલીલીટર પાણીમાં ઉકાળીને તેનો કાઢો બનાવી લો. આ ઉકાળો ૫૦-૬૦ મિલીલીટર જેટલી માત્રામાં પીવાથી હાઈ બ્લડ પ્રેશર માં ખુબ જ રાહત મળે છે.

જલોધર ની સમસ્યામાં નગોડ નો ઉપયોગ | Nagod no upyog jalodharma :-

નગોડના પાંદડાનો રસ સવાર-સાંજ પીવાથી જલોધ્રની સમસ્યામાં લાભ થાય છે.

સીનુંઆર, કરંજ, લીમડો અને ધતુરા ના પાંદડાને પીસીને તેને ઠંડુ ઠંડુ જ પેટ પર લગાવવાથી પેટ પર ના સોજા ઓછા થઇ જાય છે.

નગોડ ના અન્ય લાભો/ફાયદાઓ/ઘરેલું નુસખા | Nagod na fayda :-

કાળી નગોડના તાજા પાંદડાના રસ ને થોડુક ગરમ કરીને તેના ૨-૨ ટીપાં કાનમાં નાખવાથી આધાશીશી નો દુખાવો મટે છે.

નગોડના તેલના ૨-૨ ટીપાં કાનમાં નાખવાથી કાનમાં જામી ગયેલો મેલ ઢીલો થઈને સરળતાથી નીકળી જાય છે. અને કાનમાંથી પાણી નીકળતું પણ બંધ થઇ જાય છે.

નગોડ ના તેલ ની માલીશ કરવાથી કમજોરી દૂર થાય છે.

નગોડના બીજના ચૂર્ણ ને સવાર-સાંજ પાણી સાથે લેવાથી માસિકધર્મ ની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

નગોડના મૂળિયાને નાના નાના કટકા કરીને તેની માળા બનાવીને બાળક ને પહેરાવવાથી તેમના દાત સરળતાથી આવે છે.

શીયાળા ની ઋતુમાં, પાણીમાં વધારે સમય રહેવાથી હાથ અને પગમાં ચીરા પડી જાય છે તો નગોડ નું તેલ લગાવવાથી ફાયદો થાય છે.

પગ મચકોડાઈ જાય છે તો નગોડના પાંદડા ને અધકચરા પીસીને તેનો પાટો બાંધવાથી મચકોડાયેલા પગ અને તેનાથી થાઓ દુખાવો મટી જાય છે.

હાથ અને પગ ના તળિયામાં બળતરા થતી હોય તો નગોડ નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. નગોડમાં એન્ટી ઈમ્ફ્લા મેન્ટ્રી અને એનાલ્ઝેસિક ગુણ પ્રાપ્ત થાય છે. જે હાથ-પગ ની બળતરા ની સાથે સાથે તેના દુખાવો પણ મટાડે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ફટકડી ના ફાયદા | ફટકડી ના નુકશાન | ફટકડી નો ઉપયોગ | Fatakdi na fayda | Fatakdi no upyog gujarati ma

ગોખરુ ના ફાયદા | ગોખરુ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | gokhru na fayda | gokhru benefits in gujarati

મહેંદી ના ફાયદા | મહેંદી નો ઉપયોગ | mehndi na fayda | mehndi no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement