નાસપતી ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Naspati na fayda

નાસપતી ના ફાયદા - નાસપતી ના ઘરેલું ઉપચાર - નાસપતી ના જ્યુસ ના ફાયદા - naspati na fayda in gujarati - Pear fruit benefits in Gujarati
Advertisement

સ્વસ્થ રહેવા માટે આપણે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. ડોક્ટર્સ આપણને વિવિધ શાકભાજી અને ફળો ખાવાની સલાહ આપતા હોય છે. કુદરતે આપણને અનેક એવા ફળો આપ્યા છે જે આપણા સ્વસ્થ માટે લાભદાયક હોય છે. એવું જ એક ફળ છે નાસપતી,આજ ના આ આર્ટીકલ ની અંદર જાણીશું , નાસપતી ના ફાયદા, Naspati na fayda in Gujarati, Pear fruit benefits in Gujarati.

નાસપતી

નાસપતી અનેક પૌષ્ટિક ગુણો થી ભરપૂર ફળ છે. ત્વચા સબંધિત અનેક સમસ્યાઓ થી લઇ ને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓના નિવારણ માટે નાસપતી નો ઉપયોગ વર્ષો થી થતો આવ્યો છે. નાસપતી એક મૌસમી ફળ છે, જે ઉનાળા અને ચોમાસા ની સીઝન માં મળે છે અને તેના અમુક પ્રકાર વર્ષ આખું મળી રહે છે. તેનું વૈજ્ઞાનિક નામ pyrus  છે અને તેને અંગ્રેજીમાં Pear ના નામ થી ઓળખવામાં આવે છે. નાસપતી ના અમુક પ્રકારો છે.

યુરોપીય નાસપતી

આ નાસપતી નરમ, રસદાર અને મીઠી હોય છે.

Advertisement

ચાઇનીઝ નાસપતી

આ નાસપતી થોડીક ખાટી અને કઠણ હોય છે. તેનો મુરબ્બો પણ બનાવી શકાય છે. આ નાસપતી નું ઉત્પાદન વધારે પ્રમાણ માં થાય છે.

નાસપતી નું સેવન કરવાથી ભરપૂર માત્રામાં રેશા અને ફાઈબર મળી રહે છે. એક મધ્યમ આકાર ની નાસપતી માં લગભગ ૬ ગ્રામ જેટલું ફાઈબર મળી રહે છે. જે આપણની દૈનિક આવશ્યકતા ના ૨૫% બરાબર હોય છે. તેની છાલમાં પણ તેના ગર્ભ જેટલું જ ફાઈબર મળી રહે છે માટે તેનું સેવન હમેશા છાલ સાથે જ કરવું જોઈએ. નાસપતી આતરડા ની સફાઈ કરીને કબજિયાત દૂર કરે છે.

નાસપતી ના ફાયદા અને ઘરેલું ઉપચાર

નાસપતી ખાવાથી વાત્ત-પિત્ત અને કફ ને દૂર કરી શકાય છે.

નાસપતી નું સેવન કરવાથી બાળકોની યાદશક્તિ વધે છે ને તેમનો શારીરિક વિકાસ પણ સારો થાયછે.

ખોરાક ને પચાવવા માટે નાસપતી નું સેવન કરવું હિતાવહ માનવામાં આવે છે. પથરી ને દૂર કરવા માટે પણ નાસપતી નું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે.

નાસપતી હૃદય, મગજ અને લીવર માટે ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે.

નાસપતી રસમાં બીલા ના ફળ નું ચૂર્ણ(બેલગીરી ચૂર્ણ) મિક્ષ કરીને પીવાથી ઝાડા બંધ થઇ જાય છે.

હરસ અને મસા થાય હોય તો નાસપતીનો મુરબ્બો બનાવીને તેમાં નાગકેસર મિલાવીને ખાવાથી ધીમે ધીમે હરસ મટી જાય છે.

એક નાનો ક્પ નાસપતી નો જ્યુસ દરરોજ પીવાથી પેશાબ સબંધિત દરેક સમસ્યા દૂર થઇ જાય છે.

નાસપતીના રસમાં થોડીક સાકર ઉમેરીને પીવાથી માથના દુખાવામાં રાહત મળે છે.

લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય તેના માટે પણ નાસપતી નું અથવા તેના જ્યુસ નું સેવન કરવું જોઈએ.

જે વ્યક્તિઓને ખોરાક પ્રત્યે અરુચિ થતી હોય તેઓએ નાસપતી ને શેકીને તેના કટકા કરીને તે ગરમ કટકામાં જ કાળા મરી, જીરું અને  સિંધા નમક નાખીને ખાવું જોઈએ, તેનાથી ખાવા પત્યે રૂચી પણ વધે છે.

નાસપતી ના ઝાડ માંથી નીકળતો ગુંદ આપના શરીર ના કોઈપણ ભાગ પર જો સોજા થઇ ગયા હોય ત્યાં લગાવવાથી તે સોજા માં રાહત મળે છે.

Naspati na fayda in Gujarati | Pear fruit benefits in Gujarati

નાસપતી નો મુરબ્બો બનાવીને ખાવાથી હૃદય અને મગજ ની શક્તિ વધે છે.

પથરી ની બીમારી થી પીડાતી વ્યક્તિઓએ નાસપતી નું સેવન ખાસ કરવું જોઈએ, દરરોજ એક ગ્લાસ નાસપતી નું જ્યુસ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે. લગભગ ૨ થી ૩ અઠવાડીયા સુધી આ પ્રયોગ કરવો જોઈએ.

નાસપતી નું સેવન કરવાથી જૂની કબજીયાત પણ ઠીક થઇ જાય છે. જૂની કબજિયાત માં નાસપતી નું સેવન નિયમિત કરતા રહેવું જોઈએ.

Naspati na fayda – નાસપતી ના કટકા કરીને તેના પર સિંધા નમક અને કાળા મરી નો ભુક્કો છાંટી ને ખાવાથી ભૂખ વધે છે.

ત્વચા પર કરચલીઓ દૂર કરવા માટે નાસપતી ના ગર્ભ ને ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે અને તેનો રસ પણ નિયમિત પીવાથી ફાયદો થાય છે.

નાસપતી ના રસ નું નિયમિત સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

નાસપતી નું સેવન કરવાથી હિમોગ્લોબીન પણ વધે છે અને એનીમિયા જેવી બીમારી થતી નથી.

આંખો માં થતી બળતરા, અથવા ડાર્ક સર્કલ્સ થઇ ગયા હોય તો નાસપતી ને છીણી ને તેનો ગર્ભ આંખોની આજુ બાજુ લગાવવાથી ઠંડક મળે છે.

Naspati na fayda – નાસપતી માં ફાઈબર ની માત્ર સારા એવા પ્રમાણ માં હોવાથી ડાયાબીટીશ ના દર્દીઓ માટે તેનું સેવન ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

નાસપતી નું સેવન નિયમિત કરવાથી હાડકા પણ મજબૂત બને છે.

ત્વચા માટે નાસપતી નો ઉપયોગ

નાસપતી માં વિટામીન સી ભરપૂર માત્રા માં હોય છે. જો તમારી ત્વચા તૈલીય છે તો નાસપતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. તે ત્વચા પર કરચલી પાડવા દેતી નથી.

નાસપતી માં આહાર્યુક ફાઈબર ની માત્ર પણ હોય છે જે ત્વચા ને મુલાયમ અને ચીકણી બનાવામાં મદદ કરે છે.

નાસપતી માં લેક્ટિક એસીડ હોવાથી તે હોઠ માટે સારી માનવામાં આવે છે,Pear fruit benefits in Gujarati.

વાળ માટે નાસપતી ના ફાયદા

Naspati na fayda – નાસપતી વાળ ને સ્વસ્થ અને લાંબા બનાવવામાં મદદ કરે છે.

વાળ શુષ્ક થઇ જતા હોય છે ત્યારે નાસપતી નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. તે વાળ ને કુદરતી રીતે કન્ડીશનીંગ કરે છે.

નાસપતી ના જ્યુસ ના ફાયદા

નાસપતી નું જ્યુસ પીવાથી કુદરતી ઉર્જા મળે છે તેમાં ગ્લુકોઝ ની માત્રા સારા એવા પ્રાણ માં હોય છે.

નાસપતી નું જ્યુસ ઠંડુ અન્વામાં આવે છે, માટે તાવ માં નાસપતી નું જ્યુસ પીવું ફાયદાકારક છે.

નાસપતી નું જ્યુસ શરદી, તાવ અને ગળા માં ખારાશ દૂર કરવા માટે શ્રેષ્ટ ઉપાય માનવામાં આવે છે,Pear fruit benefits in Gujarati.

નાસપતી નો ફેસપેક બનાવવાની રીત

નાસપતી નો ફેસપેક બનાવવા અડધી નાસપતી અને ૧/૪ ટમેટું જોઇશે

નાસપતી ને ટામેટા નો ગર્ભ નીકાળીને બન્ને ને સારી રીતે મિક્ષ કરી લો, ત્યારબાદ આ પેક ને ચહેરા પર ૧૫થી ૨૦ મિનીટ સુધી લગાવી રાખો, પછી નવસેકા પાણી વડે ધોઈ લો. આ ફેસપેક લગાવવાથી ત્વચા માં ચમક કાયમ રહે છે અને ત્વચા મોશ્ચ્યુંરાઈઝ્ર રહે છે.

નાસપતી નો હૈરપેક બનાવવાની રીત

નાસપતી નો હૈરપેક બનાવવા એક મધ્યમ સાઈઝની નાસપતી, એક ચમચી મધ, એક ચમચી શિયા બટર, એક ચમચી નારિયેળ તેલ જોઇશે.

નાસપતી ને સારી રીતે ધોઈ ને તેને છીણી લો અથવા મીક્ષર માં પીસી લો, ત્યારબાદ તેમાં નારિયેળ તેલ, શિયા બટર અને મધ નાખીને સારી રીતે મિક્ષ કરીને વાળમાં લગાવી લો, આશરે અડધા કલાક સુધી રાખ્યા બાદ કોઈપણ માઈલ્ડ શેમ્પૂ ની મદદથી વાળ ને ધોઈ લો, આ પેક વાળ ને કુદરતી ચમક આપે છે. વાળ ને સ્વસ્થ બનાવે છે.

નાસપતી ના નુકસાન

આપણે જાણીએ જ છીએ કે નાસપતી ને છાલ સાથે જ ખાવી જોઈએ, પરંતુ જો તેની છાલ ને સરખી રીતે ચાવી ને ખાવામાં ના આવે તો પેટ ની લગતી સમસ્યાઓ થઇ શકે છે.

જે વ્યક્તિને ઝાડા થઇ ગયા હોય તેઓએ નાસપતી નું સેવન કરવું જોઈએ નહિ.

નાસપતી નું સેવન તેના કટકા કર્યા પછી તરત જ કરવું જોઈએ, વધારે સમય રહી ગયા પછી તેનો રંગ બદલાઈ જાય છે અને તેના પોષક તત્વો પણ ઉડી જાય છે.

નાસપતી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

Pear fruit in Gujarati | Pear fruit name in Gujarati | નાસપતી ને અંગ્રેજી માં શું કહેવાય છે?

નાસપતી ને અંગ્રેજી માં pear fruit  કહેવામાં આવે છે.

નાશપતી માં કયા કયા વિટામિન્સ હોય છે?

નાસપતી માં વિટામીન-સી, કે, અને પોટેશિયમ, ફાઈબર વિટામીન- બી કોમ્પ્લેક્ષ ભરપૂર માત્રા માં હોય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

જવારા નો રસ પીવાના ફાયદા | ઘઉં ના જવારા નો જ્યુસ | Ghau na javara juice na fayda in Gujarati

દુધી ના ફાયદા | દુધી નો જ્યુસ બનાવવાની રીત | દુધી ના ઘરેલું ઉપચાર વિશે માહિતી | dudhi na fayda | dudhi benefits in Gujarati

તાંદળજાની ભાજી ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Tandalja ni bhaji na fayda | Tandalja ni bhaji benefits in Gujarati

રામફળ ના ફાયદા | રામફળ ના નુકશાન | રામફળ ના પાંદ નો ઉપયોગ દવા તરીકે | Ramfal na fayda in Gujarati

કોફી પીવાના ફાયદા | કોફી ના ફાયદા | કોફી ના નુકશાન | કોફી ના નુશખા | coffee na fayda | Coffee benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement