નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Vinastar Channel YouTube channel on YouTube આજે આપણે ઓરેન્જ જેલી કેન્ડી બનાવવાની રીત – orange jelly candy banavani rit શીખીશું. બાળકોને જેલી કેન્ડી ખૂબ પસંદ આવતી હોય છે પણ બહારની જેલી કેન્ડી આપતા થોડી ડર લાગે તો આજ આપણે ઘરે જ બહાર જેવી કેન્ડી બનાવવાની રીત – Orange jelly candy recipe in gujarati શીખીએ એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.
ઓરેન્જ કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી | orange candy recipe ingredient
- ઓરેન્જ જ્યૂસ 200 ગ્રામ
- ખાંડ 200 ગ્રામ
- વેજ અગર અગર 7 ગ્રામ
- પીસેલી ખાંડ
ઓરેન્જ કેન્ડી બનાવવાની રીત | Orange jelly candy recipe in gujarati
સૌ પ્રથમ ઓરેંજ માંથી બસો ગ્રામ જેટલો જ્યુસ કાઢી લ્યો કાઢેલા જ્યુસ ને એક કડાઈમાં લ્યો એમાં ખાંડ નાખી મિક્સ કરી ઓગળી લેવી
ખાંડ ઓગળી જાય એટલે એમાં વેજ અગર અગર નાખી મિક્સ કરી બરોબર ઓગળી લ્યો
હવે કડાઈને ગેસ પર મૂકો ને ધીમા તાપે હલાવતા રહો ને ઘટ્ટ કરો મિશ્રણ ના સાવ પાતળું કે ના ઘણું ઘટ્ટ રહે ત્યાં સુધી ચડાવો મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો
તૈયાર મિશ્રણ ને થાળી માં કે કેક ટીન માં મિડીયમ જાડું પડ થાય એ રીતે ફેલાવી દેવું જો એક વાસણમાં ના સમાય તો ને વાસણમાં ફેલાવી દેવું ને બે ત્રણ કલાક ઠંડુ થવા દેવું
બે કલાક પછી એક બાજુ પાતળી બટર પેપર પટી મૂકો ને આખામાં ચારણી થી ચારી ને પાતળું પડ બને એમ પીસેલી ખાંડ છાંટો
હવે જે બટર પેપર પટ્ટી ને કાઢી લ્યો ને વચ્ચે થી બે ભાગ થાય એમ ચાકુ થી કાપા કરી લ્યો ને એક બાજુથી રોલ વારતા જાઓ ને છેલ્લે જ્યાં બટર પેપર મૂક્યું ત્યાં રોલ પુરો કરો જેથી જેલી એક બીજા સાથે ચીપકી ને ચોંટી જાય ને રોલ ખુલી ના જાય
ત્યાર બાદ રોલ પર ચાકુ થી જે સાઇઝ ની કેન્ડી બનાવવી હોય એ સાઇઝ ના કાપા કરો
તૈયાર છે ઓરેંજ કેન્ડી જેને તમે તરત જ ખાઈ શકો છો અથવા 24 કલાક તડકા માં કે ઘરમાં ખુલી મૂકી સૂકવી ડબ્બામાં ભરી ત્રણ ચાર મહિના સુંધી ખાઈ શકાય છે
orange jelly candy banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Vinastar Channel ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દાળ પાલક બનાવવાની રીત | dal palak recipe in gujarati | dal palak banavani rit
શિકંજી બનાવવાની રીત | shikanji banavani rit | shikanji recipe in gujarati
ગુલકંદ બનાવવાની રીત | gulkand recipe in gujarati | gulkand banavani rit
કેરી ની ચટણી બનાવવાની રીત | Keri ni chatni banavani rit | Keri ni chatni recipe in gujarati
બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu recipe in gujarati | bundi nu raitu banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે