પાકેલા કેળા નું ટેસ્ટી પેન કેક બનાવવાની રીત | Pakela kela nu testy pan cake banavani rit

પાકેલા કેળા નું ટેસ્ટી પેન કેક - Pakela kela nu testy pan cake - પાકેલા કેળા નું ટેસ્ટી પેન કેક બનાવવાની રીત - Pakela kela nu testy pan cake banavani rit
Image credit – Youtube/Foods and Flavors
Advertisement

ઘરે પાકેલા કેળા નું ટેસ્ટી પેન કેક બનાવવાની રીત – Pakela kela nu testy pan cake banavani rit શીખીશું, do subscribe Foods and Flavors YouTube channel on YouTube If you like the recipe , બાળકો માટે  સવાર ના નાસ્તા માં એકવાર પાકેલા કેળા નું પેન કેક જરૂર બનાવો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. હસતા હસતા બાળકો ખાઈ લે છે. સાથે હેલ્થી પણ છે. અને પૂરો દિવસ એનર્જી રહે છે. તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી પાકેલા કેળા નું પેન કેક બનાવતા શીખીએ.

પાકેલા કેળા નું ટેસ્ટી પેન કેક બનાવવા જરૂરી સામગ્રી

  • કેળા 2
  • સાકર 2 ચમચી
  • મેંદા નો લોટ ½ કપ
  • દૂધ ½ કપ
  • વેનીલા એશેંશ ½ ચમચી
  • બેકિંગ પાવડર ¼ ચમચી
  • બદામ ની સ્લાઈસ 1 ચમચી
  • પિસ્તા ની સ્લાઈસ 1 ચમચી
  • નારિયલ ની સ્લાઈસ 1 ચમચી
  • ચોકલેટ સીરપ

પાકેલા કેળા નું ટેસ્ટી પેન કેક બનાવવાની રીત

પાકેલા કેળા નું પેન કેક બનાવવા માટે સૌથી પહેલાં બે કેળા ને છોલી ને લઇ લ્યો. હવે તેના ટુકડા કરી ને મિક્સર જારમાં નાખો.

તેમાં સાકર, મેંદા નો લોટ, દૂધ, વેનીલા એશેંશ અને બેકિંગ પાવડર નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે સરસ થી એક બેટર તૈયાર થઇ ગયું હસે.

Advertisement

ગેસ પર એક તવી મૂકો. હવે તેને બટર થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર કડછી ની મદદ થી તેમાં બેટર નાખો. હવે તેને પુડલા ની જેમ ફેલાવી દયો.

તેની ઉપર બદામ ની સ્લાઈસ નાખો. હવે તેની ઉપર પિસ્તા ની સ્લાઈસ અને નારિયલ ની સ્લાઈસ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી બને તરફ સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેની ઉપર ચોકલેટ સીરપ નાખો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી પાકેલા કેળા ની ટેસ્ટી પેન કેક. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ કેળા નું પેન કેક ખાવાનો આનંદ માણો.

Pan cake recipe notes

  • ડ્રાય ફ્રુટ તમે તમારા હિસાબ થી કોઈ પણ નાખી શકો છો.

Pakela kela nu testy pan cake banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Foods and Flavors

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઢાબા સ્ટાઈલ મકાઈ કેપ્સીકમ નું પંજાબી શાક બનાવવાની રીત | Makai capsicum nu Panjabi shaak

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in Gujarati | kothmir vadi banavani rit

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati

આલુ સેન્ડવીચ બનાવવાની રીત | બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | aloo sandwich banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement