ઘરે એકદમ નવી રીતે પાલક નું શાક બનાવવાની રીત – Palak nu shaak banavani rit શીખીશું. પાલક અને બેસન ની ટીકી બનાવી ને શાક બનાવીશું, do subscribe homemade recipe YouTube channel on YouTube If you like the recipe , અને ઉપર ઘી નો વઘાર કરીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બે ની જગ્યા એ ચાર રોટલી ખવાઈ જાય તેવું ટેસ્ટી લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી પાલક નું શાક બનાવતા શીખીએ.
પાલક ની ટીકી બનાવવા માટેની સામગ્રી
- પાલક 250 ગ્રામ
- મીઠું ½ ચમચી
- ધાણા પાવડર ½ ચમચી
- મરચું પાવડર ½ ચમચી
- અજમો ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- જીરું પાવડર ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- બેસન 4 ચમચી
શાક નો વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- જીરું ½ ચમચી
- તજ 1 ટુકડો
- લવિંગ 2
- મરી 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- ટામેટા 2
- લસણ ની કડી 7-8
- આદુ 2 ઇંચ
- લીલાં મરચાં 2
- કાશ્મીરી લાલ મરચું પાવડર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ધાણા પાવડર 1 ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- પાણી 1 કપ
- પાણી 1 ગ્લાસ
- કસૂરી મેથી ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
ઘી નો વઘાર કરવા માટેની સામગ્રી
- ઘી 1 ચમચી
- લસણ ની કડી 5-6
- આખા લાલ મરચાં 2-3
- કાશ્મીરી લાલ મરચું પાવડર ¼ ચમચી
પાલક ની ટીકી બનાવવા માટેની રીત
પાલક ની ટીકી બનાવવા માટે સૌથી પહેલાં પાલક ના પાન ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેને દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દયો. ત્યાર બાદ ચમચા ની મદદ થી પાલક ને દબાવી ને પાલક નું એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. ત્યાર બાદ પાલક ને એક બાઉલમાં કાઢી લ્યો.
તેમાં ધાણા પાવડર, મરચું પાવડર, હળદર, જીરું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેના નાના નાના બોલ બનાવી લ્યો.
ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં એક થી બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં બનાવી ને રાખેલી પાલક ના બોલ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
પાલક નું શાક બનાવવાની રીત
પાલક નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં તજ, લવિંગ અને મરી નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ડુંગળી સેકાય ત્યાં સુધી ટામેટા ની ગ્રેવી બનાવી લઈએ. ગ્રેવી બનાવવા માટે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા નાખો. હવે તેમાં લસણ, આદુ અને મરચાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રેવી.
ડુંગળી ને ફરી થી સરસ થી એકવાર હલાવી લ્યો. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલી ટામેટા ની ગ્રેવી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે મસાલા ને ચડવા દયો.
ત્યાર બાદ તેમાં ફરી થી એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી એક વાર ઉકાળી લ્યો. ત્યાર બાદ તેમાં કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં બનાવી ને રાખેલી પાલક ની ટીકી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
શાક પર ઘી નો વઘાર કરવા માટેની રીત
શાક પર ઘી નો વઘાર કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં લસણ ની કડી નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ વઘાર ને શાક ઉપર રેડી દયો.
હવે તૈયાર છે આપણું ટેસ્ટી પાલક નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક નું શાક ખાવાનો આનંદ માણો.
Palak shaak recipe notes
- પાલક નું પાણી જે આપણે અલગ કર્યું હતું તેને તમે શાક માં કે પરાઠા ના લોટ બાંધવા માં ઉપયોગ કરી શકો છો.
Palak nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર homemade recipe ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચીઝ મેગી બનાવવાની રીત | cheese maggi banavani rit
આદુ લસણની પેસ્ટ બનાવવાની રીત | aadu lasan ni paste banavani rit
ફુદીના ના પરોઠા બનાવવાની રીત | pudina paratha banavani rit | pudina paratha recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે