નમસ્તે મિત્રો આજે આપણે પાલક મકાઈની સેન્ડવીચ બનાવવાની રીત – palak makai ni sandwich banavani rit શીખીશું. do subscribe Yum YouTube channel on YouTube If you like the recipe આ સેન્ડવીચ ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને જો બ્રાઉન બ્રેડ કે ઘઉંની બ્રેડ માં બનાવી એ તો ખૂબ હેલ્થી પણ બને છે તો ચાલો જાણીએ palak makai ni sandwich recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
પાલક મકાઈની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલ મકાઈ ના દાણા 200 ગ્રામ
- પાલક ઝીણી સુધારેલી 400 ગ્રામ
- માખણ 40 ગ્રામ / 5-6 ચમચી
- ઝીણું સમારેલું લસણ 1 ચમચી
- મેંદા નો લોટ / ઘઉંનો લોટ 2 ચમચી
- દૂધ 200 એમ. એલ.
- મીઠું સ્વાદ મુજબ
- મરી પાઉડર ½ ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- મોઝારેલા ચીઝ 30 ગ્રામ
- બ્રેડ સ્લાઈસ
- ચીઝ સ્લાઈસ
palak makai ni sandwich recipe in gujarati
પાલક મકાઈ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી ધોઈ નિતારી ને ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં છ ચમચી માખણ ગરમ કરો માખણ ઓગળવા લાગે એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં બાફેલ મકાઈના દાણા નાખો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો
હવે એમાં ઝીણી સુધારેલી પાલક નાખી મિક્સ કરો ને પાલક ગરી જાય ત્યાં સુધી ચડાવી લ્યો પાલક ગરી જાય એટલે એમાં મેંદા નો લોટ / ઘઉંનો લોટ નાખી મિક્સ કરી લોટ ને બે ત્રણ મિનિટ શેકો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં દૂધ નાખો ને દૂધ ને બરોબર મિક્સ કરી લ્યો
મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે એમાં ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી અને મોઝરેલા ચીઝ નાખી બરોબરમિક્સ કરી ગેસ બંધ કરી મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો
મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે એક બ્રેડની સ્લાઈસ પર ચીઝ સ્લાઈસ મૂકી એના પર તૈયાર કરેલ મિશ્રણ ની બે ત્રણ ચમચી નાખી એક સરખી ફેલાવી ઉપર બીજી સ્લાઈસ મૂકી તવી પર કે સેન્ડવીચ મશીન માં મૂકી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધી સેન્ડવીચ તૈયાર કરી ગરમ ગરમ સર્વ કરો પાલક મકાઈ સેન્ડવીચ
પાલક મકાઈની સેન્ડવીચ બનાવવાની રીત | palak makai ni sandwich banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મિક્સ ફ્રુટ જામ બનાવવાની રીત | mix fruit jam banavani rit | mix fruit jam recipe in gujarati
મીની ડ્રાય સમોસા બનાવવાની રીત | mini dry samosa banavani rit | mini dry samosa recipe in gujarati
પાલક ના પરોઠા બનાવવાની રીત | palak na paratha banavani rit | palak paratha recipe in gujarati
નારિયલ બરફી બનાવવાની રીત | nariyal barfi banavani rit | nariyal barfi recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે