નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Priya’s Lovely Kitchen YouTube channel on YouTube આજે આપણે પાલક ના ભજીયા બનાવવાની રીત – palak na bhajiya banavani rit શીખીશું. આ ભજીયા ખૂબ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો ચાલો જાણીએ palak na bhajiya recipe in gujarati – પાલક ભજીયા બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
પાલક ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | palak na bhajiya recipe ingredients
- બેસન 1 કપ
- પાલક ની જુડી 1
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી ( લસણ ઓપ્શનલ છે)
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- અજમો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તેલ તળવા માટે
પાલક ના ભજીયા બનાવવાની રીત | palak na bhajiya recipe in gujarati
પાલક ભજીયા બનાવવા સૌપ્રથમ પાલક ના નાના નાના ને સારા હોય એ પાન ને કાપી ને ધોઇ લ્યો ત્યાર બાદ નિતારી લ્યો ને કપડાં થી હળવા હાથે દબાવી ને કોરા કરી લ્યો
એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં હળદર, આદુ લસણ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ પાતળું મિશ્રણ તૈયાર કરો ( મિશ્રણ આપણે બટેકા ની વેફર ના ભજીયા માટે નું બેસન નું મિશ્રણ બનાવો એવું જ બેસન નું મિશ્રણ તૈયાર કરવું)
જો ભજીયા ક્રિસ્પી બનાવવા હોય તો બેસન નું મિશ્રણ થોડુ પાતળું રાખવું ને જો ભજીયા સોફ્ટ બનાવવા હોય તો બેસન નું મિશ્રણ થોડુ ઘટ્ટ રાખવું
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એક બે ચમચી ગરમ તેલ બેસન ના મિશ્રણ માં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે પાલક ના પાન ને બેસન ના મિશ્રણ માં બોળી ને તેલમાં નાખતા જાઓ જેટલા પાન કડાઈમાં સમાય એટલા પાન ને બેસન ના મિશ્રણ માં બોળી ને નાખતા જાઓ એક મિનિટ પછી ઝારા ની મદદથી ભજીયા ને ઉથલાવી નાખો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો
આમ બધા ભજીયા ને તરી લ્યો ને તૈયાર ભજીયા પર ચાર્ટ મસાલો છાંટી ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો પાલક ભજીયા.
palak na bhajiya banavani recipe | palak na bhajiya banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Priya’s Lovely Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati
કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે