પાલક ના પુડલા બનાવવાની રીત | palak na pudla banavani rit | palak na pudla recipe in gujarati

પાલક ના પુડલા બનાવવાની રીત - palak na pudla banavani rit gujarati ma - palak na pudla recipe in gujarati - પાલક ના પુડલા બનાવવાની રેસીપી - palak na pudla banavani recipe
Image credit – Youtube/NavRang Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe NavRang Kitchen YouTube channel on YouTube આજે પાલક ના પુડલા બનાવવાની રીત – પાલક ના પુડલા બનાવવાની રેસીપી – palak na pudla banavani rit gujarati ma શીખીશું. આ પુડલા તમે આવે ના કે સાંજ ના નાસ્તામાં બનાવી શકો છો અને નાના નાના કે મોટા બનાવી કટ કરી સોસ ચટણી સાથે પીરસો તો ચાલો જાણીએ palak na pudla recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પાલક ના પુડલા બનાવવા જરૂરી સામગ્રી | palak na pudla recipe ingredients

  • પાલક ઝીણી સુધારેલ 1 -2 કપ
  • ડુંગરી 1 નાની ઝીણી સુધારેલી
  • ટમેટું 1 ઝીણું સમારેલું
  • લીલા મરચા ઝીણા સમારેલા 1-2
  • જીરું 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • બેસન ½ કપ
  • ચોખા નો લોટ 2 ચમચી / પીસેલી સોજી 2-3 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

પાલક ના પુડલા બનાવવાની રીત | palak na pudla banavani rit gujarati ma | palak na pudla recipe in gujarati

પાલક ના પુડલા બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ વખત પાણીથી બરોબર ધોઇ લ્યો જેથી એમાં રહેલ ધૂળ કચરો નીકળી જાય સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ લ્યો હવે પાલક ને સાવ ઝીણી સુધારી લ્યો ને લીલા ધાણા ને પણ ઝીણા સુધારી લ્યો

એક મોટા વાસણમાં સુધારેલ પાલક , લીલા ધાણા, લીલા મરચા, આદુની પેસ્ટ, ડુંગરી ઝીણી સુધારેલી, ટમેટું ઝીણું સમારેલું, જીરું, ચીલી ફ્લેક્સ, ચાર્ટ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો

Advertisement

હવે એમાં બેસન અને ચોખા નો લોટ / પીસેલી સોજી, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી ને પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લું (આશરે 5-6 ચમચી જેટલું પાણી જોઈએ કેમ કે પાલક પણ એનું પાણી છોડે છે એટલે પાણી પહેલા થી ઘણું ના નાખવું જરૂર મુજબ નાખવું)

તૈયાર મિશ્રણ ને પાંચ મિનિટ એક બાજુ મૂકો હવે ગેસ પર નોન સ્ટીક પેન કે તવી ને ગરમ કરો એમાં એક બે ચમચી તેલ નાખી ને એમાં એક થી દોઢ કડછી તૈયાર મિશ્રણ નાખી પાતળું ફેલાવી દયો ને ધીમા તાપે ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડવા દયો

ત્રણ મિનિટ પછી ઉપર ની બાજુ એક ચમચી તેલ લગાવી ચમચાથી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બધા પુડલા તૈયાર કરી લ્યો ( અહી તમે એક સાથે નાના નાના ગોળ ગોળ પુડલા કે પછી એક મોટો પૂડલો બનાવી એના કટ કરી ને તૈયાર કરી શકો છો)તો તૈયાર છે પાલક ના પુડલા

પાલક ના પુડલા બનાવવાની રેસીપી | palak na pudla banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NavRang Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement