નમસ્તે મિત્રો આજે આપણે પાન કોબી ની પેટીસ બનાવવાની રીત – pan kobi ni petis banavani rit શીખીશું. do subscribe N’Oven – Cake & Cookies YouTube channel on YouTube If you like the recipe તમે બરોબર વાંચ્યું પાનકોબી ની પેટીસ. પાનકોબી ઘણા ને પસંદ નથી હોતી ને ઘર માં શાક કે સલાડ માં બને તો ઘણા ખાતા પણ નથી તો એવા બધા ને પાનકોબી ખુશ થઈ થઈ ને ખાય એ માટે આજ આપણે પાનકોબી ની પેટીસ લઈ આવ્યા છીએ આશા છે એમને ભાવશે ને એ પણ પાનકોબી ખાતા થઈ જસે તો ચાલો પાનકોબી ની પેટીસ બનાવવાની રીત – pan kobi ni petis in gujarati શીખીએ.
પાન કોબી ની પેટીસ બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા નો લોટ 1 કપ
- બેસન ½ કપ
- પાનકોબી 1 મિડીયમ સાઇઝ
- ઝીણી સુધારેલી ડુંગળી 2-3 ચમચી
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા ઝીણા સમારેલા 1-2
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- જરૂર મુજબ પાણી તરવા માટે/ શેકવા માટે તેલ
પાન કોબી ની પેટીસ બનાવવાની રીત | pan kobi ni petis in gujarati
પાનકોબી ની પેટીસ બનાવવા માટે સૌ પાનકોબી ને ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી એમાં એક ચમચી મીઠું નાંખી મિક્સ કરી એમાં સુધારેલી પાનકોબી નાખી ને હલાવી ને ઢાંકી રાખો દસ મિનિટ. દસ મિનિટ પછી એનું બધું પાણી કાઢી બીજું પાણી નાખી ધોઇ ને નીતરી નાખો
પાણી બિલકુલ નિતારી લીધા બાદ એક વાસણમાં નાખો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા ઝીણા સમારેલા, ચીલી ફ્લેક્સ, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરો
હવે એમાં ચાળી રાખેલ ચોખા નો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે હાથ સાફ કરી તૈયાર મિશ્રણ માંથી પેટીસ બનાવી લ્યો હવે ગેસ પર તવી કે પેન માં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ. ગરમ થાય એટલે એમાં તૈયાર પેટીસ નાખી શેકો
એક બાજુ ધીમા તાપે ગોલ્ડન શેકો એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે હળવેકથી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો અને ત્યાર બાદ પ્લેટ માં કાઢી લ્યો ને બીજી પેટીસ ને શેકી લ્યો ને બધી પેટીસ તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે પાનકોબી ની પેટીસ
pan kobi ni petis banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven – Cake & Cookies ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
અફલાતુન મીઠાઈ બનાવવાની રીત | aflatoon mithai banavani rit | aflatoon recipe in gujarati
બાજરી ના લોટ ના ઢોસા બનાવવાની રીત | Bajri na lot na dhosa banavani rit
મિક્સ ફ્રુટ જામ બનાવવાની રીત | mix fruit jam banavani rit | mix fruit jam recipe in gujarati
દાળિયા ના લાડવા બનાવવાની રીત | dalia na ladoo banavani rit | dalia na ladoo recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે