નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Littlekitchensusiee YouTube channel on YouTube આજે આપણે પાન કોબી સલાડ બનાવવાની રીત – Pan kobi salad banavani rit શીખીશું. સલાડ ખાવો સૌથી વધુ સ્વાસ્થ્ય વર્ધક હોય છે ને બધા કાકડી ટમેટા ડુંગરી ને ગાજર ના સલાડ તો ખાતા હોય છે પણ આજ Pan kobi salad recipe in gujarati શીખીએ એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.
પાન કોબી સલાડ બનાવવા જરૂરી સામગ્રી | Pan kobi salad ingredients
- પાનકોબી 1 નાની
- લાલ ગાજર 3 -4
- લીલા ધાણા ઝીણા સુધારેલ 4-5 ચમચી
- તેલ 1 ચમચી (ઓલિવ ઓઈલ હોય તો એ વાપરવું) અથવા તલ નું તેલ વાપરવું
- વિનેગર / લીંબુનો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
પાન કોબી સલાડ બનાવવાની રીત | pan kobi salad recipe in gujarati
પાનકોબી સલાડ બનાવવા સૌપ્રથમ પાનકોબી ના ઉપરના ખરાબ પાન દૂર કરો ને પાણી મા પા ચમચી મીઠું નાખી અડધો કલાક બોરી રાખો જેથી જો એમાં કોઈ કીડા હોય તો નીકળી જાય ત્યાર બાદ સાફ પાણી થી બરોબર ધોઇ લ્યો
ગાજર ને પણ બરોબર ધોઇ લ્યો ને છોલી લ્યો ને લીલા ધાણા ને પણ સાફ કરી ને બે ત્રણ વખત પાણીથી ધોઈ લ્યો જેથી એમાં રહેલ માટી દૂર થઈ જાય
હવે પાનકોબી ને સાવ ઝીણી ઝીણી સુધારી લઈ એક વાસણમાં લ્યો ત્યાં બાદ ગાજર ને છીણી થી છીણી લઈ પાનકોબી સાથે નાખી મિક્સ કરી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું ને વિનેગર કે લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો
ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે એમાં ઓલિવ ઓઈલ નાખી મિક્સ કરો ને ફ્રીઝ માં એકાદ કલાક મૂકી ઠંડો કરી સર્વ કરો પાનકોબી સલાડ
Pan kobi salad recipe notes
- જો ઓલિવ ઓઈલ ના હોય તો તલ નું તેલ નાખી શકાય અથવા તમારા ઘરમાં જે તેલ હોય એ નાખવું
- મીઠું ધ્યાન થી નાખવું કેમ કે પાનકોબી ને સાફ કરવા મીઠા વાળા પાણી માં પલાળી રાખેલ હતી તો એમાં થી મીઠા નો સ્વાદ આવી શકે પાનકોબીમાં
- અહી તમે એકાદ લીલું મરચું ઝીણું સમારેલું પણ નાખી શકો છો અથવા પા ચમચી મરી પાઉડર જો તમને પસંદ હોય તો નાખી શકો
pan kobi salad banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Littlekitchensusiee ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati
ભાત ની કટલેસ બનાવવાની રીત | bhat ni cutlet banavani rit | bhat ni cutlet recipe in gujarati
કીસમીસ બનાવવાની રીત | kismis banavani rit | kismis recipe in gujarati
આંબલીની કેન્ડી બનાવવાની રીત | aambli ni kendi banavani rit | aambli kendi recipe in gujarati
લચ્છા ડુંગરી બનાવવાની રીત | lachhca dungri banavani rit | laccha pyaaz recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે