
ઘણા લોકો ના ઘરમાં પનીર બજાર માંથી જ આવતું હોય છે બજાર માંથી આવતા પનીર માં બઉ બધા કેમિકલ્સ મિલાવેલા હોય છે જે સ્વાથ્ય માટે ખૂબ જ નુકસાન કારક હોય છે . તો આજે આપડે બઉજ સરળ રીતે ઘરે પનીર બનાવતા શીખીશું જે ખુબજ હેલ્થી અને ચોખ્ખું Paneer banavani rit – પનીર બનાવવાની રીત શીખીશું.
Ingredients
- દૂધ ફૂલ ફેટ વાળું 2 લીટર
- વિનેગર 2-3 ચમચી
- પાણી અડધું કપ
Paneer banavani rit
પનીર બનાવવા માટે સૌ પ્રથમ એક ગેસ પર મોટી તપેલી માં આપડે ફૂલ ફેટ વાળું દૂધ ગરમ કરવા મૂકીશું . પણ ઈયા ખાસ એક વાત નું ધ્યાન રાખવું કે આપડે દૂધ ને ખાલી ગરમ કરશું . તેમાં ઉભરો નઈ આવા દઈએ ઉભરો આવે એના પેલાજ આપડે ગેસ બંધ કરી નાખશું. ચમચી માં થોડું દૂધ લઈ અને આંગળી નાખી અને ચેક કરશું આંગળી માં દૂધ બઉ ગરમ ના લાગે એટલું જ દૂધ ગરમ કરીશું . જો તમારથી દૂધ વધારે ગરમ થઈ જાય તો 4-5 મિનિટ સુધી ઠંડું કરી લેવું .
ત્યાર બાદ આપડે એક વાટકી માં અડધું વિનેગર અને અડધું પાણી લઈ અને વિનેગર ને થોડું ડાયલ્યુટ કરી ¼ કપ જેટલું માપ રાખશું . ત્યાર બાદ આપડે દૂધ માં 2-3 ચમચી જેવું વિનેગર ને ચારે ફેલાવી ને નાખતા જશું . વિનેગર નાખી દીધા બાદ દૂધ ને તરત ગરમ નઈ કરીએ 5-10 સેકન્ડ સુધી આપડે રાહ જોશું 5-10 સેકન્ડ રાહ જોઈ લીધા બાદ આપડે હલકા હાથે દૂધ માં ચમચો નાખી અને ધીમા હાથે હલાવતા જશું પણ આપડે ગેસ ચાલુ નઈ કરીએ ત્યાર બાદ ફરીથી વિનેગર વાળા મિશ્રણ ને દૂધ માં નાખશું જયાર સુધી આપડું દૂધ પૂરે પૂરું ના ફાટી જાય મતલબ કે દૂધ માંથી પાણી અલગ ના થાય ત્યાર સુધી આપડે વિનેગર નાખી અને ધીમે ધીમે હલાવતા જઇશું અંદાજે 10-15 મિનિટ જેવો ટાઈમ લાગશે .
હવે નીચે એક ચારણી રાખશું અને તેના પર પાતળું કપડું રાખશું જેમાં તમે આસાનીથી પનીર વાળુ પાણી નાખી અને પનીર ને ધીમે ધીમે ચમચા વડે હલાવી ને બધું પાણી નિતારી લેશું . અને ત્યાર બાદ તેના ઉપર ઠંડુ પાણી નાખશું તેનાથી આપડે જે વિનેગર નાખ્યું હતું તેનો ફ્લેવર નીકળી જશે. ત્યાર બાદ પોટલી વાડી અને હાથેથી 5 મિનિટ જેટલું ધીમા હાથે દબાવી અને બધું પાણી નિતારી લેશું .
ત્યાર બાદ બધું પાણી નિતારી લીધા બાદ કોઈ પણ ચારણી વાળુ વાસણ લેશું જેમાં આપડું પનીર બરાબર સેટ થઈ સકે . પનીર વાળા કપડા સાથે આપડે વાસણ માં મૂકી દેશું અને ઉપર થી ઢાંકણ ઢાંકી અને તેના પર વજન વાડી કોઈ પણ વસ્તુ મૂકી અને અડધો કલાક જેવું ફ્રીઝ મૂકી દેશું જેનાથી આપણું પનીર એકદમ સારી રીતે સેટ થઈ જશે . જો તમેને લાગે કે તમારું પનીર બરાબર સેટ નથી થયું તો તમે તેને આખી રાત માટે પણ ફ્રીઝ માં મૂકી શકો છો . ત્યાર બાદ સાવજ હળવા હાથે થી કપડાં માંથી અને પનીર ને કાઢી અને તમને ગમે ઈ સાઇઝ માં તમે કટકા કરી શકો છો .
તો તૈયાર છે આપડું મસ્ત એક દમ ઘરનું બનેલું હેલ્થી પનીર જેને તમે શાક , પરોઠા , કે પછી ઘી માં સેકી ને આમજ પણ ખાઈ સકો છો.
નીચે પણ આવીજ સ્વાદિષ્ટ રેસીપી આપી છે તે પણ જુઓ
Lasan nu athanu banavani rit | લસણ નું અથાણું બનાવવાની રીત
Tiffin mate parotha banavani rit | ટીફીન માટે પરોઠા બનાવવાની રીત
Farali aalu tikki ane farali chila banavani rit | ફરાળી આલું ટિકી અને ફરાળી ચિલા બનાવવાની રીત
Gulkand penda banavani rit | ગુલકંદ પેંડા બનાવવાની રીત
Gulkand shake banavani rit | ગુલકંદ શેક બનાવવાની રીત