નમસ્તે મિત્રો આજે આપણે પનીર ની વાનગી જે આપને બહાર વધુ મંગાવીએ છીએ તેવીજ ક્રીમી પનીર ભુરજી બનાવવાની રીત શીખીશું, paneer bhurji recipe in Gujarati
પનીર ભુરજી બનાવવા માટેની સામગ્રી નીચે મુજબ છે.
- ઘી ૨ ચમચી
- માખણ ૧ ચમચો
- કાપેલું લસણ ૧ ચમચી
- આદુ ૧/૨ ચમચી
- ૧ ડુંગળી સુધારેલી
- ૧ સિમલા મરચાં સુધારેલા
- હળદર પાઉડર ૧/૪ ચમચી
- ધાણા જીરું પાવડર ૨ ચમચી
- કિચન કિંગ મસાલા ૧ ચમચી
- ગરમ મસાલો ૧/૨ ચમચી
- ૨ ટામેટાં સુધારેલા
- મીઠું સ્વાદાનુસાર
- લાલ મરચાનો પાઉડર ૨ ચમચી
- ૧/૪ કપ પાણી
- સમારેલા લીલા ધાણા ૧ ચમચી
- પનીર ૧ કપ ખમણેલું
- ક્રીમ ૨-૩ ચમચા
- કસુરી મેથી ૧ ચમચી
- માખણ ૧ ચમચી
પનીર ભુરજી બનાવવાની રીત | Paneer bhurji recipe in Gujarati
પનીર ભુરજી બનાવવાની રીત મા સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર મૂકી એમાં ૨ ચમચી ઘી અને ૧ ચમચો માખણ ગરમ કરીને તેમાં જીણું સમારેલું લસણ નાખી હલાવી લો.
પછી તેમાં સુધારેલ આદુ નાખી સેકી લો. આદુ લસણ સેજ બ્રાઉન રંગના થાય એટલે તેમાં એક જીની સમારેલ ડુંગળી નાખી ને બરાબર સેકી લો પછી તેમાં સુધારેલ સિમલા મરચું નાખી ચડાવો.
સિમલા મરચું ચડે એટલે તેમાં હળદર પાઉડર, ધાણાજીરું પાવડર, કિચન કિંગ મસાલા, અને ગરમ મસાલો નાખવો.
બધા મસાલા વ્યવસ્થિત સિકાઈ જાય પછી તેમાં ટમેટું ઝીણું સમારેલું નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીને ફૂલ તાપે ચડવા દો.
ટામેટા નું પાણી બરી જાય પછી તેમાં લાલ મરચાનો પાઉડર નાખી હલાવી લો. પછી તેમાં ૧/૪ કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો.પછી તેમાં સુધારેલ ધાણા નાખી હલાવી લો.
હવે તેમાં એક કપ ખમણેલું પનીર નાખી હલાવો પછી તેમાં ૨-૩ ચમચા ક્રીમ નાખી હલાવી લો.
હવે તેમાં કસુરી મેથી નાખી અને ગેસ બંધ કરી દો અને પછી તેમાં ૧ ચમચી માખણ નાખી ને બરાબર હલાવો.
માખણ નાખવા થી પનીર ભુર્જી માં એક અલગ જ સાઈન આવે છે.
જો તમને ચીઝ ભાવતું હોય તો તમે ચીઝ ખમણી ને પણ નાખી શકો છો. ચીઝ થી પણ ભૂરજિ નો સ્વાદ મસ્ત લાગે છે. પનીર ભુરજી રાઈસ કે નાન સાથે ખુબજ સરસ મજાની લાગે છે.
પનીર ભુરજી રેસીપી વિડીયો | Recipe Video
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કુલ્લકી શરબત બનાવવાની રીત | Kuluki Sarbar recipe in Gujarati
ટેસ્ટી પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit
કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવાની રીત | Kesar pista ice cream recipe Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે