જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પનીર ચમન શાક બનાવવાની રીત – Paneer Chaman shaak banavani rit શીખીશું, do subscribe Foods and Flavors YouTube channel on YouTube If you like the recipe , પનીર ના શાક આપણે ઘણી વાર ઘરે બનાવતા હોય છીએ અને રેસ્ટોરન્ટ માં પણ ખાતા હોય છીએ. પણ આજે આપણે એકદમ નવી રીતે પનીર નું શાક બનાવતા શીખીશું. આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Paneer Chaman shaak recipe in gujarati શીખીએ.
પનીર ચમન બનાવવાની સામગ્રી
- તેલ 1 ચમચી
- બટર 2 ચમચી
- જીરું ½ ચમચી
- વરિયાળી ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- દહી ½ કપ
- મલાઈ 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- પનીર ના ટુકડા 1 કપ
- ગરમ પાણી 1 કપ
- ખાંડ ½ ચમચી
- બટર 2 ચમચી
- મેથી 2 કપ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- ડુંગળી ની સ્લાઈસ 1 કપ
- લસણ ની કડી 8-10
- આદુ ½ ઇંચ
- બદામ 10-12
- કાજુ 10-12
- લવિંગ 2
- મરી 8-10
- લીલું મરચું 1
- આખા લાલ મરચાં 1
- તેજપતા 1
- પાણી 1 કપ
પનીર ચમન શાક બનાવવાની રીત | Paneer Chaman shaak recipe in gujarati
પનીર ચમન બનાવવા માટે સૌથી પેહલા ફ્રેશ મેથી ના પાન લઈ લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બટર નાખો. બટર મેલ્ટ થાય એટલે તેમાં મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મેથી ને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. જેથી તે સોફ્ટ થઈ જાય. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને થોડું ઠંડું થવા દયો.
ત્યાર બાદ તેને એક મિક્સર જાર માં નાખી ને દર દરૂ પીસી લ્યો અને એક પ્લેટ માં કાઢી લ્યો.
ગ્રેવી બનાવવા માટેની રીત
ગ્રેવી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ડુંગળી ની સ્લાઈસ, લસણ ની કડી, આદુ, બદામ, કાજુ, લવિંગ, મરી, લીલું મરચું, આખા લાલ મરચાં, તેજપત્તા અને એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી ચડાવી લ્યો.
હવે ડુંગળી સરસ થી ચડી ગઈ હશે. હવે ગેસ બંધ કરી દયો. અને તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે જાર માં થોડું પાણી નાખી ને સરસ થી હલાવી ને પાણી ને તે જ પ્લેટ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી પનીર ચમન માટેની ગ્રેવી.
પનીર ચમન બનાવવા માટેની રીત
પનીર ચમન બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. હવે તેમાં બટર નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં વરિયાળી નાખો.
ત્યાર બાદ તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેમાં ગ્રેવી બનાવી ને રાખી હતી તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગ્રેવી માંથી સરસ થી તેલ છૂટું થાય ત્યાં સુધી ગ્રેવી ને સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં મેથી ને પીસી ને રાખી હતી તેની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ધાણા પાવડર નાખો. હવે તેમાં દહી નાખી. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં મલાઈ, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ગરમ પાણી નાખો. હવે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે શાક ને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેની ઉપર એક ચમચી જેટલું બટર અને મલાઈ નાખો.
તૈયાર છે આપણું પનીર ચમન નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ પનીર ચમન નું શાક ખાવાનો આનંદ માણો.
Recipe notes
- બટર ની જગ્યાએ તમે ઘી નો પણ ઉપયોગ કરી શકો છો.
Paneer Chaman shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મેક્સિકન બુરીટો બનાવવાની રીત | Mexican Burrito banavani rit
ઝુણકા બનાવવાની રીત | Zunka banavani rit
ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit
ચોકો ચિપ્સ કુકી બનાવવાની રીત | Choco Chip Cookies banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે