પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવાની રીત - પાણીપુરી પાણી બનાવવાની રીત - panipuri nu pani recipe in gujarati - panipuri pani recipe in gujarati - pani puri nu pani banavani rit
Image credit – Youtube/Kanak's Kitchen Hindi
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kanak’s Kitchen Hindi  YouTube channel on YouTube આજે આપણે પાણીપુરી નું પાણી બનાવવાની રીત – પાણીપુરી પાણી બનાવવાની રીત શીખીશું. પાણીપુરી નું નામ આવતાં જ મોઢામાં પાણી આવી જાય છે તો આજ આપણે બહાર જેવું જ પાણીપુરી નું પાણી – panipuri nu pani recipe in gujarati , panipuri pani recipe in gujarati , pani puri nu pani banavani rit ઘરે બનાવવાની રીત શીખીશું જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

pani puri nu pani ingredients

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન ½ કપ
  • આદુ 1 નાનો ટુકડો
  • તીખા લીલા મરચાં 2-3
  • સંચળ 1 ચમચી
  • શેકેલા જીરું નો પાવડર ½ ચમચી
  • મરી પાઉડર 1 ચપટી
  • હિંગ 1 ચપટી
  • પાણી પૂરી મસાલો 2 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લીંબુ નો રસ 1-2 ચમચી
  • ખારી બુંદી 3-4 ચમચી
  • મીઠુ સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા 3-4

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati | panipuri pani recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવા સૌપ્રથમ ધાણા ને બરોબર સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી માં ધોઇ ને ધૂળ માટી કાઢી નાખો ને ત્યાર બાદ એને ચાકુ થી સુધારી લ્યો

ફુદીના ના પાન ને પણ સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો

Advertisement

હવે એક મિક્સર જારમાં સાફ કરેલા લીલા ધાણા, ફુદીનો, તીખા લીલા મરચાને આદુનો ટુકડો નાખી એક વાર એક મિનિટ માટે પીસી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી પીસી ને સમૂથ પેસ્ટ તૈયાર કરી લ્યો (તીખા લીલા મરચા તમને જેટલું તિખું પાણી જોઈએ એ પ્રમાણે એક બે કે પછી ત્રણ નાખી શકો છો જો પાણી તીખું ના જોઈએ તો મોરા મરચા એક બે નાખી શકો છો)

હવે એક મોટી તપેલી માં તૈયાર કરેલ પેસ્ટ નાખો ને એમાં એક થી દોઢ લીટર પાણી નાખી ચમચા થી મિક્સ કરો

ત્યાર બાદ એમાં મરી પાઉડર, સંચળ, શેકેલા જીરું નો પાવડર,હિંગ ને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરો

હવે એમાં આમચૂર પાઉડર, પાણીપુરી નો તૈયાર મસાલો ને એક થી દોઢ લીંબુ નો રસ નાખી મિક્સ કરો ને એક વાર ટેસ્ટ કરી જુવો જો મીઠું કે ખટાસ ઓછી લાગે તો જરૂર પ્રમાણે મીઠું ને લીંબુનો રસ નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો (અહી તમે પાણીપુરીના તૈયાર મસાલા ની જગ્યાએ એક ચમચી ચાર્ટ મસાલો પણ નાખી શકો છો)

પંદર મિનિટ પછી જો તમે તૈયાર પાણી ને એમજ મસાલા સાથે ફાવે તો મસાલા વાળુ અથવા તો ગરણી થી ગાળી ને ઉપયોગમાં લઇ શકો છો

તૈયાર પાણી ને ઉપયોગમાં લેવાના દસ મિનિટ પહેલા એમાં બરફ ના ટુકડા ને ખારી બુંદી નાખી મિક્સ કરો ને ઠંડુ ચિલ પાણી તૈયાર છે પાણીપુરી માટે નું પાણી

પાણીપુરી પાણી બનાવવાની રીત | pani puri nu pani banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen Hindi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement