નમસ્તે મિત્રો આજે આપણે તંદૂરી શાક કે પંજાબી શાક માટે કલર બનાવવાની રીત – Panjabi shaak mate colour banavani rit શીખીશું. do subscribe Cooking With Chef Ashok YouTube channel on YouTube If you like the recipe આપણે બધા ને હમેશા એક પ્રશ્ન હોય કે હોટલ રેસ્ટોરન્ટ કે ઢાબા માં જે શાક કે તંદૂરી શાક હોય એમાં ક્યાં ફૂડ કલર નાખતા હસે અથવા એમાં શાક આટલા કલર વાળા કેમ બનતા હોય છે તો એજ સવાલો નો આજ અમે જવાબ લઈ આવ્યા છીએ કે હોટલ, રેસ્ટોરન્ટ કે ઢાબા માં તંદૂરી શાક કે પંજાબી શાક માં કલર કેવી રીતે આટલો સારો આવતો હોય છે તો ચાલો જાણીએ તંદૂરી શાક કે પંજાબી શાક માટે કલર બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
તંદૂરી શાક માટે બેસન શેકવા માટેની સામગ્રી
- રાઈ નું તેલ / તેલ 100 એમ. એલ.
- ઝીણું સમારેલું લસણ 2 ચમચી
- બેસન 100 ગ્રામ
- સ્ટાર ફૂલ 1
- તમાલપત્ર 2-3
- એલચી 1-2
- મોટી એલચી 1
લાલ કલર બનાવવા માટેની સામગ્રી
- રાઈ નું તેલ / તેલ 100 એમ.એલ.
- કાશ્મીરી મરચા પાઉડર / દેગી મરચા પાઉડર 2-3 ચમચી
પીળો કલર બનાવવા માટેની સામગ્રી
- રાઈ નું તેલ / તેલ 100 એમ. એલ.
- હળદર 2-3 ચમચી
તંદૂરી શાક કે પંજાબી શાક માટે કલર બનાવવાની રીત
સૌપ્રથમ તંદૂરી શાક માટે બેસન શેકવા ની રીત શીખીશું ત્યારબાદ લાલ કલર બનાવવાની રીત અને પીળો કલર બનાવવાની રીત
શીખીશું
તંદૂરી શાક માટે બેસન શેકવા ની રીત
બેસન શેકવા માટે સૌ પ્રથમ કડાઈ માં રાઈ નું તેલ / તેલ ગરમ કરો જો રાઈ નું તેલ વાપરો તો એક વખત ફૂલ ગરમ કરી એમાંથી ધુમાડા નીકળે પચ્છી ગેસ બંધ કરી થોડું ઠંડું થવા દયો તેલ ઠંડુ થાય એટલે એમાં સ્ટાર ફૂલ, તમાલપત્ર, એલચી, મોટી એલચી નાખી શેકો ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરી લ્યો
લસણ શેકાઈ જાય એટલે એમાં બેસન નાખી ધીમા તાપે શેકી લ્યો પાંચ સાત મિનિટ સાવ ધીમા તાપે બેસન શેકાઈ કલર બદલવા લાગે એટલે ગેસ બંધ કરી હલાવતા રહી ઠંડુ થાય ત્યાં સુધી હલાવો અથવા બીજા વાસણમાં કાઢી લ્યો યો તૈયાર છે તંદૂરી શાક કે ગ્રેવી ને ઘટ્ટ કરવા માટે નો શેકેલ બેસન.
લાલ કલર બનાવવાની રીત
ગેસ પર એક એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો જો રાઈ નું તેલ વાપરો તો પહેલા ફૂલ તાપે ગરમ કરી એમાંથી ધુમાડા નીકળે એટલું ગરમ કરો ત્યાર બાદ ગેસ બંધ કરી નવશેકું રહે ત્યાં સુધી ઠંડુ કરો.
ત્યાર બાદ એમાં દેગી મરચા નો પાઉડર અથવા કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી ઠંડુ થાય ત્યાં સુધી હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ કાંચ ની બોટલમાં ભરી ને ગમે ત્યારે વાપરી શકો છો ( તેલ માં મરચા નો પાઉડર નાખો ત્યારે તેલ ઘણું ગરમ ના હોય તેનું ધ્યાન રાખવું ) તો તૈયાર છે લાલ કલર.
પીળો કલર બનાવવાની રીત
ગેસ પર એક એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો જો રાઈ નું તેલ વાપરો તો પહેલા ફૂલ તાપે ગરમ કરી એમાંથી ધુમાડા નીકળે એટલું ગરમ કરો.
ત્યાર બાદ ગેસ બંધ કરી નવશેકું રહે ત્યાં સુધી ઠંડુ કરો ત્યાર બાદ એમાં હળદર નાખી મિક્સ કરી ઠંડુ થાય ત્યાં સુધી હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ કાંચ ની બોટલમાં ભરી ને ગમે ત્યારે વાપરી શકો છો તો તૈયાર છે પીળો કલર
Panjabi shaak mate colour banavani rit | Panjabi shaak mate colour recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાણી ના પકોડા બનાવવાની રીત | pani na pakoda banavani rit
અફલાતુન મીઠાઈ બનાવવાની રીત | aflatoon mithai banavani rit | aflatoon recipe in gujarati
પરફેક્ટ ચાસણી વડે અડદિયા બનાવવાની રીત| Chasni vade aadiya banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે