નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Mr Singh Kitchen YouTube channel on YouTube આજે આપણે અડદના પાપડ નું શાક બનાવવાની રીત – પાપડ નું શાક બનાવવાની રીત શીખીશું. ઉનાળામાં લીલા શાક ખૂબ ઓછા મળતા હોય છે તો શાક સુ બનાવવું એ દરેક ને રસોઈ બનાવતી વખતે પ્રશ્ન થાય આજ આપણે જટ પટ બની તૈયાર કરી શકાય ને કઈ ના સુજે ત્યારે એક નવું જ શાક બનાવતા શીખીએ આજ આપણે papad nu shaak banavani rit – papad nu shaak gujarati recipe શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.
પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી | papad nu shaak banava jaruri samgri
- પાપડ 2-3 મોટી સાઇઝ
- દહીં 1 કપ
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- જીરું 1 ચમચી
- કાચી વરિયાળી 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- શેકેલા જીરું નો પાવડર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- કસુરી મેથી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- તેલ 2-3 ચમચી
- પાણી 1 કપ
પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak gujarati recipe
પાપડ નું શાક બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં દહી લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, શેકેલા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો (મીઠું થોડું ઓછું નાખવું કેમ કે પાપડ માં મીઠું હોય જ છે એટલે દહીંના માપ નું જ મીઠું નાખવું)
હવે ગેસ પર એ તવી ગરમ કરો તવી ગરમ થાય એટલે પાપડ ને બને બાજુ શેકી લ્યો. ( પાપડ તીખા , મિડીયમ, કે મોરા તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો પણ જો બાળકો ને આપવાનું હોય તો મોરા પાપડ લેવા ) શેકેલા પાપડ ને ઠંડા થવા દયો ત્યાર બાદ પાપડના નાના મોટા ટુકડા કરી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને કડાઈમાં જીરું ને વરિયાળી નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને મિક્સ કરો હવે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો હવે એમાં જે મસાલા વાળુ દહી તૈયાર કરેલ હતું એ નાખો
દહીં નાખ્યા પછી ચમચા થી બરોબર હલાવતા રાખવું જ્યાં સુંધી દહી બરોબર શેકાઈ જાય ને તેલ અલગ થાય નહિ ત્યાં સુધી હલાવતા રાખવું ખૂબ જરૂરી છે નહિતર દહી ફાટી જસે દહી માંથી તેલ અલગ થાય એટલે એમાં એક કપ પાણી નાખો ને ગેસ ફૂલ તાપે કરી નાખો હવે પાણી ને બરોબર ઉકાળો
પાણી ઉકળવા લાગે એટલે એમાં પાપડ ના ટુકડા નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડાવો ત્યાર બાદ છેલ્લે કસુરી મેથી ને હાથ વડે મસળીને નાખો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાપડનું શાક
અડદના પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mr Singh Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit | Papad chavanu recipe
ગુજરાતી કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | Gujarati kadhi recipe in gujarati
કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati
કાઠીયાવાડી બટાકા વડા બનાવવાની રીત | Batata Vada Recipe in Gujarati
હેલ્ધી અને સ્વાદિષ્ટ મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej raita recipe Gujarati
રેડ વેલવેટ કેક બનાવવાની સરળ રીત | Red velvet cake recipe in Gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે