પાપડી વાલોળ ના ફાયદા | વાલોળ પાપડી ના ફાયદા | papdi valor na fayda | valor papdi benefits in gujarati

પાપડી વાલોળ ના ફાયદા - વાલોળ પાપડી ના ફાયદા - papdi valor na fayda - valor papdi na fayda - valor papdi benefits in gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ પાપડી વાલોળ વિશે જેમાં પાપડી વાલોળ ના ફાયદા – વાલોળ પાપડી ના ફાયદા , papdi valor na fayda , valor papdi benefits in gujarati, valor papdi no upyog, papdi valor no upyog જોઈશું.

પાપડી વાલોળ | વાલોળ પાપડી | papdi valor | valor papdi

પાપડી વાલોળ કે જેને સેમ, ફાવા બીન્સ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. તે એક વેલા સ્વરૂપે થતો છોડ છે. વાલોળ એ ઘણા બધા પૌષ્ટિક તત્વોથી ભરપુર છે. પાપડી વાલોળ ની દરેક ફળી માંથી ૫-૬ બીજ નીકળે છે. બઝારમાં જે કઠોળ સ્વરૂપે વાલ મળે છે એ આનું જ એક સ્વરૂપ છે. પાપડી વાલોળ નો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. તેના કાચા દાણા ખાવાની પણ ખુબ જ મજા આવે છે, તેની વિવિધ વાનગીઓ પણ બને છે.

વાલોળ પાપડી ફક્ત ખાવામાં જ નહિ તેના ઔષધીય ગુણો પણ અનેક છે. તે ગળું સોજી આવવું, ગળામાં દુઃખાવો થવો, તાવ આવી જવો, અલ્સર, વગેરે અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. વાલોળ એ જમીન પર થવા વાળી એક વેલ છે. વાલોળમાં કોપર, મેગ્નીશીયમ, આયરન, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવા તત્વો હોય છે. પાપડી વાલોળ થોડી કડવી પણ હોય છે, તે ગરમ તાસીર ની હોય છે, જો વધારે ખવાઈ જાય તો તે પચવામાં ભારે છે.

Advertisement

પાપડી વાલોળ ના ફાયદા ગળાના દુઃખાવામાં/ ગળાના સોજામાં | papdi valor na fayda  gada na dukhavama :-

અત્યારે શિયાળાની સિઝનમાં ગળામાં દુઃખાવો થવો, ગળું બેસી જવું, ઉધરસ, વગેરે જેવી સમસ્યા થઇ જ જાય છે અને તેવા પાપડી વાલોળ તો શિયાળુ જ પાક છે શિયાળામાં તો પાપડી વાલોળ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને વાલોળ આ બધી સમસ્યાઓનો ઇલાઝ છે. ૫-૧૦ મિલી પાપડી વાલોળ ના પાંદડાનો રસ કાઢીને પીવાથી આ બધી સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.

પાપડી વાલોળ ના ફાયદા ઝાડાથઈ ગયા છે તો | papdi valor na fayda zada ni samasyama :-

ખાવા પીવામાં બદલાવને કારણે ઘણી વખત ઝાડા થઇ જતા હોય છે. તેવામાં પાપડી વાલોળના બીજ નો રસ કાઢી તેનો ઉકાળો બનાવીને પીવાથી ઝાડા તો બંધ થઇ જ જાય છે સાથે સાથે ઉલટી અને પેશાબ સબંધી સમસ્યામાં ઘણી જ રાહત થઇ જાય છે. ઉકાળો પીવાની માત્રા ૧૦-૩૦ મિલીની માત્રા રાખવી.

પેટ સબંધી સમસ્યામાં પાપડી વાલોળ ના ફાયદા | papdi valor na fayda pet ni samsya ma :-

પેટના દુઃખાવામાં વાલોળનો ઉપયોગ કરવાથી રાહત થાય છે. ઘણી વખત મસાલેદાર ખાઈ લેવાથી અથવા વધારે ખાવાથી પેટમાં ગેસ થઇ જતો હોય છે. પાડી વાલોળના પાંદડાને પીસીને પેટ પર લેપ કરવાથી પેટનો દુખાવો મટી જાય છે.

વાલોળ પાપડી ના ફાયદા પેટ ફૂલી જવાની સમસ્યામા | valor papdi na fayda pet fuli javani samsya ma :-

જો તમે પેટ ફૂલી જવાની સમસ્યાથી પરેશાન છો તો વાલોળ નો ઉપયોગ કરવાથી ખુબ જ ફાયદો થાય છે. વાલોળ ના બીજ ને આગમાં શેકીને ખાવાથી પેટ ફૂલવાની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.

અલ્સર ની સમસ્યામાં ફાયદેમંદ છે પાપડી વાલોળ | papdi valor na fayda alsar ni samsya ma :-

પાપડી વાલોળના બીજ ને ભેસના દુધમાં પીસીને અલ્સર થયા હોય ત્યાં લગાવવાથી ચાંદામાં તરત જ રાહત મળે છે.

ખંજવાળ પર વાલોળ પાપડી નો ઉપયોગ | valor papdi no upyog :-

એલર્જીના કારણે ઘણી વખત ખંજવાળ આવતી હોય છે અથવા કોઈ બીજા કારણોસર પણ આ સમસ્યા થઇ શકે છે. વાલોળ તેમાં ઉપયોગી સાબિત થાય છે. વાલોળના પાંદડા નો રસ કાઢીને ખંજવાળ વાળા ભાગ પર લગાવવાથી રાહત મળે છે.

પાપડી વાલોળ ના અન્ય ઉપયોગો | papdi valor na anya upyog :-

દાદર-ખાજ-ખુજ્લીની સમસ્યામાં પાપડી વાલોળ ખુબ જ ફાયદેમંદ છે તેને ખાવાથી અને તેના પાંદડાનો રસ લગાવવાથી તરત જ ફાયદો થાય છે.

શરીરના કોઈપણ ભાગ પર સોજા ચડી ગયા છે તો પાપડી વાલોળના વાલોળના બીજ ને પીસીને લગાવવાથી તરત જ રાહત મળી જાય છે.

શ્વાસ ને લગતી બીમારીઓમાં પણ તમે વાલોળનો ઉપયોગ કરી શકાય છે.

પાચનતંત્ર સબંધિત વિકારોમાં પણ તમે પાપડી વાલોદ્નોઉપ્યોગ કરી શકાય છે.

ડાયાબીટીશની સમસ્યાથી પરેશાન વ્યક્તિઓ પણ પાપડી વાલોળ નો ઉપ્યોગ્કારી શકે છે. વાલોળમાં એન્ટીબાયોટીક ગુણ હોય છે જે ડાયાબીટીશ ની સમસ્યા સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે.

શરીર માં લોહીની ઉણપ હોય તો વાલોળ ખાવાથી તે દુર કરી શકાય છે, કારણકે વાલોળમાં આયરન સારી માત્રામાં મળી રહે છે.

બ્લડ પ્રેશરમાં પણ વાલોળને ખાઈ શકાય છે.

વાલોળ નું સેવાન્કાર્વાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરી શકાય છે.

હાડકાને મજબુત બનાવવામાં પાપડી વાલોળનું સેવન ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

વાલોળમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે જે આપણી માંસપેશીઓ ને મજબુત બનાવે છે. સાથે સાથે તેમાં ફાઈબર પણ  હોય છે જે પાચનક્રિયાને મજબુત બનાવે છે.

૧ કપ બ્રોડ બીન્સમાં ૩૬ગ્રામ ફાઈબર મળી રહે છે જે આપના શરીરમાં આરામ થી ભળી જાય છે. અને તે આપણા શરીરમાં રહેલા વધારાના કોલેસ્ટ્રોલ ને ઘટવામાં મદદ કરે છે. બ્લડશુગરને કન્ટ્રોલ માં રાખે છે.

પાપડી વાલોળ ના પાંદડાના ફાયદાઓ |Papdi valor na pandada na fayda :-

પાપડી વાલોળના પાંદડા પેટ માટે અને પેટમાં થતી ખરાબી ને ઠીક કરે છે. જો તમારું પેટ ખરાબ થઇ ગયું છે તો વાલોળના પાંદડાનું શાક બનાવીને ખાવાથી ફાયદો થાય છે.

ત્વચા રોગ માં પાપડી વાલોળનો ઉપયોગ કરી શકાય છે. ત્વચા સબંધી સમસ્યામાં પાપડી વાલોળના પાંદડાનો રસ કાઢીને અથવા તેના પાંદડા ને પીસીને લેપ કરવાથી ફાયદો થાય છે.

જે વ્યક્તિઓને વારંવાર ગેસ થઇ જતી હોય છે તેવી વ્યક્તિઓએ પાપડી વાલોળના પાંદડા ખાસ ખાવા જોઈએ. વાલોળના પાંદડાને રાત્રે પાણીમાં પલાળીને રાખી લો. સવારે તે પાણી ઉકાળીને તેને પીવો. આનાથી ગેસની સમસ્યા દુર થઇ જાય છે.

પાપડી વાલોળના પાંદડામાં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે. જે આપણી આંખો માટે ખુબ જ લાભકરી હોય છે. આંખ ને લાભ પહોચાડવા માટે પાંદડાનું શાક પણ ખાઈ શકાય છે, તેના પાંદડા ને પાણીમાં ઉકાળીને પાણી પી શકાય છે.

વાલોળ પાપડી ના પાંદડા નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે.

પાપડી વાલોળ નું સેવન કરવાથી વાળ મજબુત થાય છે. તેમાં વિટામીન-એ, પ્રોટીન જેવા તત્વો હોય છે.

પાપડી વાલોળ ના નુકસાન | papdi valor na nukshan :-

એલર્જીની સમસ્યાથી પરેશાન વ્યક્તિઓએ વાલોળનું સેવન પ્રમાણસર કરવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન પણ ચિકિત્સક ની સલાહાનુસાર સેવન કરવું યોગ્ય છે.

પાપડી વાલોળ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

શું પાપડી વાલોળ ખાવાથી ગેસની સમસ્યા થાય ?

હા, ઘણી વખત જો વાલોળ વધારે માત્રામાં ખવાઈ જાય તો ગેસ થઇ શકે છે,

પાપડી વાલોળ વધારે ખાવાથી શું થાય ?

જો પાપડી વાલોળ વધારે પ્રમાણમાં ખવાઈ જાય તો ઉલટી, ઝાડા, વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.

પાપડી વાલોળ ની તાસીર કેવી હોય છે ?

પાપડી વાલોળ ની તાસીર ગરમ હોય છે.

વાલોળ પાપડી ને અંગ્રેજી માં શું કહેવાય ?

પાપડી વાલોળને અંગ્રેજીમાં Egyptian kidney bean, Purple hyacinth, Bonovista bean, Indian bean, Hyacinth bean કહેવાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

આમળા ના ફાયદા | આમળા નો ઉપયોગ | amda na fayda | amda no upyog

સુવા ની ભાજી ના ફાયદા | સુવા દાણા ના ફાયદા | suva ni bhaji na fayda| suva bij na fayda

હળદર ના ફાયદા | હળદરનો ઉપયોગ | હળદર નો ઉપયોગ | હળદર ના ઘરગથ્થુ ઉપયોગ | Haldar na gharelu upay | haldar na fayda in gujarati | Haldar no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement