નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Komal’s Desi Masala Kitchen YouTube channel on YouTube આજે પરવળની મીઠાઈ બનાવવાની રીત શીખીશું. હા તમે સાચું વાંચ્યું પરવળ ની મીઠાઈ તમે પરવળ નું ભરેલું શાક, બટાકા પરવળ નું શાક કે પછી બીજા કોઈ શાક સાથે પરવળ નું શાક બનાવેલ હસે પણ આજ આપણે થોડી મહેનત કરી પરવળ ની મીઠાઈ બનાવશું જે બનારસ બાજુ ખૂબ પ્રખ્યાત છે જે બનાવવા માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.
પરવળની મીઠાઈ બનાવવા જરૂરી સામગ્રી
- પરવળ 500 ગ્રામ
- બેકિંગ સોડા ½ ચમચી
- ખાંડ 1 કપ
- પાણી 1 કપ
- માવો 250 ગ્રામ
- પીસેલી ખાંડ 2 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- શેકેલ કાજુ, બદામ ને પિસ્તા ની કતરણ ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
પરવળની મીઠાઈ બનાવવાની રીત | parwal ni mithai recipe in gujarati
માવા નું મિશ્રણ બનાવવાની રીત
મોરો માવો લ્યો અને છીણી લ્યો ને ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને એક વાસણમાં કાઢી લ્યો ને માવો સાવ ઠંડો થાય એટલે એમાં પીસેલી ખાંડ, એલચી પાઉડર ને શેકેલ ડ્રાય ફ્રુટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે મોરો માવો ( અહી તમે મીઠા માવા નો પણ ઉપયોગ કરી શકો છો)
પરવળ તૈયાર કરવાની રીત
પરવળ ને ધોઇ ને સાફ કરી કોરી કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને બને બાજું ની દાડી ને ચાકુથી દુર કરી નાખો હવે જેમ ભરવા માટે વચ્ચે કાપો મૂકીએ એમ વચ્ચે કાપો મૂકી અંદરના બીજ ને ચાકુ કે કાટા ચમચી થી હળવેક થી કાઢી લ્યો ડ્યાં રહે કે પરવળ ના બે કટકા ના થાય
હવે એક વાસણમાં બે થી અઢી ગ્લાસ પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પરવળ ને પાણીમાં નાંખી ને બે મિનિટ ઢાંકી ને ધીમા તાપે ગરમ કરી લ્યો
ત્યારબાદ હવે એક વાસણમાં ઠંડુ પાણી એક બે ગ્લાસ લ્યો એમાં ગરમ પાણી માંથી પરવળ ને કાઢી ને નાખો જેથી પરવળ ઠંડી થઇ જાય પરવળ સાવ ઠંડી થાય એટલે એને ઠંડા પાણી માંથી કાઢી ને થોડી હાથ થી દબાવી ને એક વાસણમાં મૂકો
હવે ગેસ પર એક વાસણ એક કપ ખાંડ એન એક કપ પાણી લ્યો અને ખાંડ ઓગળે ત્યાં સુંધી ખાંડ પાણી ને બરોબર ઓગળી લ્યો ખાંડ ઓગળે પછી બે મિનિટ ચાસણી ને થોડી ચડાવો ત્યાર પછી એમાં પરવળ નાખી ઢાંકી ને બે મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ને બે મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ઢાંકણ ખોલી ને પરવળ ને દસ મિનિટ એમાંજ રહેવા દયો
દસ મિનિટ પછી પરવળ ને ચાસણી માંથી કાઢી લ્યો ને હલકા હાથે એમાં તૈયાર કરેલ માવાનું મિશ્રણ નાખી પેક કરી ને સર્વીંગ પ્લેટ માં મૂકો ને ઉપર ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી લ્યો ને ફ્રીજમા એક થી બે કલાક મૂકો ને ઠંડા ઠંડા પરવળ ની મીઠાઈ ની મજા લ્યો
parwal ni mithai banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Komal’s Desi Masala Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati
રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati
મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે