જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે પર્યુષણ સ્પેશિયલ મગ નું ખાટું મીઠું શાક અને મસાલા પૂરી બનાવવાની રીત – Paryushan special mag nu khatu mithi shak ane masala puri banavani rit શીખીશું, do subscribe Ritu’sCreation YouTube channel on YouTube If you like the recipe , ડુંગળી લસણ નો ઉપયોગ કર્યા વગર પણ ખૂબ જ ટેસ્ટી મગ નું શાક બને છે. સાથે મસાલા પૂરી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. સવાર ના નાસ્તા માં એક વાર જરૂર બનાવો.દરેક ને ભાવશે. તો ચાલો આજે આપણે જૈન મગ નું શાક અને મસાલા પૂરી બનાવતા શીખીએ.
મગ નું શાક બનાવવા માટેની સામગ્રી
- મગ ૧ વાટકી
- હળદર ૧/૪ ચમચી
- પાણી ૧ ગ્લાસ
- મીઠું સ્વાદ પ્રમાણે
- વઘાર કરવા માટે ની સામગ્રી
- ઘી ૩ ચમચી
- હિંગ ૧/૪ ચમચી
- જીરું ૧/૨ ચમચી
- લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
- હળદર ૧/૪ ચમચી
- ધાણા પાવડર ૧/૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- આમચૂર પાવડર ૧/૨ ચમચી
- ગોળ ૧ ચમચી
- પાણી ૧ ગ્લાસ
મસાલા પૂરી બનાવવા માટે ની સામગ્રી
- ઘઉં નો લોટ ૨ કપ
- અજમો ૧/૨ ચમચી
- બેસન ૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
- હળદર ૧/૪ ચમચી
- વરિયાળી ૧/૪ ચમચી
- કસૂરી મેથી ૨ ચમચી
- તેલ ૩ ચમચી
- તળવા માટે તેલ
મગ નું શાક બનાવવા માટે ની રીત
મગ નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં એક ગ્લાસ પાણી નાખો. ત્યાર બાદ તેમાં મગ, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે કુકર બંધ કરી દયો. હવે ચાર થી પાંચ સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને કુકર ને ઠંડું થવા દયો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે તેમાં જીરું નાખો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર નાખો.હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ગેસ ની આંચ ધીમી રાખવી. જેથી મસાલા બરી ના જાય.
હવે તેમાં હળદર, ધાણા પાવડર, આમચૂર પાવડર , સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી જેટલું ફરી થી પાણી નાખી મસાલા ના સરસ થી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં બાફી ને રાખેલા મગ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ગોળ અને એક ગ્લાસ જેટલું પાણી નાખો. અને શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે મગ નું ખાટું મીઠું શાક.
મસાલા પૂરી બનાવવા માટેની રીત
મસાલા પૂરી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં બને હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં બેસન, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, હળદર, જીરું, વરિયાળી, બને હાથ થી મસળી ને કસૂરી મેથી અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો અને સરસ થી મીડીયમ ટાઈટ લોટ બાંધી લ્યો.ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ માટે સાઇડ પર રાખી દયો.
હવે દસ મિનિટ પછી લોટ માં એક ચમચી જેટલું તેલ નાખી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાં થી નાના નાના લુવા બનાવી લ્યો. અને તેમાં થોડું તેલ લગાવી લ્યો. જેથી લુવા એક બીજા સાથે ચોંટે નહી.
હવે તેમાં થી એક લુવો લ્યો અને સરસ થી પૂરી વણી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી દયો. આવી રીતે બધી પૂરી વણી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પૂરી નાખો. હવે તેને જાર ની મદદ થી થોડી દબાવો જેથી પૂરી સરસ થી ફૂલી જાસે. ત્યાર બાદ તેને પલટાવી દયો. આવી રીતે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી પૂરી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તૈયાર છે મસાલા પૂરી.
હવે તૈયાર છે પર્યુષણ સ્પેશિયલ મગ નું ખાટું મીઠું શાક અને મસાલા પૂરી. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ મગ નું શાક અને મસાલા પૂરી ખાવાનો આનંદ માણો.
mag nu khatu mithi shak ane masala puri banavani rit notes
- મગ ના શાક માં રસો તમે તમારા હિસાબ થી ઘાટો કે પાતળો કરી શકો છો.
Paryushan special mag nu khatu mithi shak ane masala puri banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ritu’sCreation ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સ્વીટ ચીલી સોસ બનાવવાની રીત | Sweet Chilli Sauce banavani rit recipe in gujarati
વેજ ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત | veg fried rice banavani rit | veg fried rice recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે